એકદમ અલગ વિષય-વસ્તુ ધરાવતી ફિલ્મ લઈને આવી રહ્યા
છે નિર્માતા, દિગ્દર્શક અને એક માંજેલા કલાકાર - જયેશ ઠાકોર
અત્યારે
ગુજરાતી ફિલ્મોનો પ્રવાહ બદલાયો હોય તેવું જાણવા મળી રહ્યું છે અને જોઈ પણ શકાય
છે. જે કોઈપણ ફિલ્મો પડદા પર રીલીઝ થઇ રહી છે તેમાંથી ઘણી ફિલ્મો એક તદ્દન નવા જ
વિષય સાથે જોવા મળી રહી છે. હવે નિર્માતાઓ આ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરતા
ખચકાતા નથી. અત્યારે યુગ એક્શન ફિલ્મોનો છે સાથે સાથે ફિલ્મમાં રોમાન્સ, કોમેડી પણ
ભળી જાય તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તવું લાગે. આવી જ એક એક્શન ફિલ્મ ‘બાદશાહ
ફિલ્મ્સ પ્રોડક્શન’ દ્વારા લઈને આવી રહ્યા છે એક યુવાન તરવરીયા કલાકાર જયેશ ઠાકોર.
જેની ફિલ્મનું નામ ‘કાઠીયાવાડી ઠાકોર’ છે. જે ફિલ્મ એકદમ સાઉથ સ્ટાઈલથી બનાવવામાં
આવી છે તેવો દાવો નિર્માતા, દિગ્દર્શકથી કરી રહ્યો છે. પોતાનું કામ કેવી રીતે
કરવું જેના થકી કોઈને નુકસાન પણ ના થાય કે બીજાને એનો અફસોસ પણ ના થાય તથા
ફિલ્મમાં નવયુવાન ટીનેજર્સ માટે પણ એક સંદેશ છે કે તમે બીજાને કેવી રીતે ઉપયોગી
નીવડી શકો. ફિલ્મ તો વેસ્ટર્ન ટાઈપ છે જ તેના ગીતો પણ વેસ્ટર્ન સ્ટાઈલથી કેમેરે
કંડારવામાં આવ્યા છે. ફિલ્મમાં થોડોક રાજકીય રંગ પણ ઉમેરવામાં આવ્યો છે જેમકે
વર્ષોથી રાજકારણમાં રાજરમત રમાતી આવી છે. જે આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે કે એક
સામાન્ય વ્યક્તિ કેવી રીતે આ સંજોગોનો સામનો કરે છે. ફિલ્મની ફાઈટમાં દર્શકના જીવ
ફાઈટ સીન જોતા જીવ તાળવે ચોંટી જાય તો નવાઈ નહિ. ફાઈટ જોઇને દર્શકો આફરીન પોકારી
ઉઠશે કારણ કે તેમાં પણ અત્યારની જે ફિલ્મોમાં સાઉથ ટાઈપ ફાઈટ બતાવવામાં આવે છે
તેનાથી કંઇક અલગ કરવામાં આવ્યું છે.
‘બાદશાહ ફિલ્મ્સ પ્રોડક્શન’ પ્રસ્તુત ફિલ્મ ‘કાઠીયાવાડી ઠાકોર’ ના
નિર્માતા-દિગ્દર્શક જયેશ ઠાકોર છે જયારે સહદિગ્દર્શન અભિષેક, જય પાનેરી, નયન,
ભૂમિકા પટેલનું છે. ફિલ્મની કથા-પટકથા અને ગીત લેખનની જવાબદારી જયેશ ઠાકોર જ
નિભાવી છે. ફિલ્મના દ્રશ્યો અને ગીતોને કચકડે કંડાર્યા છે એટલે છબીકલા સોહિલ ઠક્કર
અને રાજુ જામએ. સ્ટીલ ફોટોગ્રાફી બોની સ્ટુડીઓની છે. કલાકારોને નચાવ્યા છે ડાન્સ
માસ્ટર ગુડ્ડુ રાણા અને મહેશ બલરાજે જયારે ફાઈટ સીન રાજુભાઈ (મુંબઈ)ના છે જે એક
અદ્દભુત ફાઈટ સીન બન્યા છે. જેમાં કેબલ ફાઈટનો એ રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે કે ગુજરાતી
દર્શકોએ અત્યાર સુધી આવી ફાઈટ ક્યારેય જોઈ નહિ હોય. દિલધડક સ્ટંટસીન સ્પેશ્યલ
તૈયાર કરવામાં આવ્યા છે. સંકલનકાર નયનભાઈ છે. જયેશ ઠાકોર રચિત મધુર ગીતોને સુમધુર
સંગીત સાંપડ્યું છે ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ જોડી મનોજ-વિમલનું. ફિલ્મના
કલાકારોમાં જયેશ ઠાકોર, મોનલ પટેલ, ઓમ સિંહ, ખુશાલી વાઘેલા, જયેન્દ્ર મહેતા,
ચારૂબેન પટેલ, ચેતન દોશી, ભૂમિકા પટેલ, હર્ષ સોની, પાર્થ સોની, હાર્દિક મહેતા છે.
આ નવા
જમાનાના દર્શકો માટે આ ફિલ્મમાં તેને જોઈએ તેવો તમામ મસાલો જેમકે એક્શન, કોમેડી,
રોમાન્સ, માણવાલાયક સોન્ગ્સ અને સાથે સાથે રાજકારણનો વિષય આટલું બધું એક સાથે આવ્ય
હોય તેવી આ પ્રથમ ફિલ્મ છે. જે ચોક્કસ થીયેટરોમાં ગીર્દી જમાવી દેશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment