સંજય મૌર્ય બન્યો પત્રકાર
ગુજરાતી ફિલ્મોમાં ડેશિંગ
બોયની ઈમેજ ધરાવતા સંજય મૌર્ય હવે ‘રેડ’ નામની એક ગુજરાતી ફિલ્મમાં પત્રકારની
પડકારરૂપ ભૂમિકા ભજવતા નજરે પડવાના છે. નિર્માત્રી – દિગ્દર્શિકા નંદિતા સિંઘાની સાથે
આ ફિલ્મમાં હોલીવૂડનું પ્રોડક્શન પણ જોડાયેલું છે જે ગુજરાતી ફિલ્મ માટે એક સારા
સમાચાર કહી શકાય. આ ફિલ્મ બનશે તો ગુજરાતી ભાષામાં જ પણ સૌથી પહેલા ફિલ્મને પરદેશની
ભૂમિ પર રીલીઝ કરવામાં આવશે અને ત્યારબાદ ભારતભરમાં રીલીઝ કરવામાં આવશે. જાણવા
મળ્યા મુજબ બીજી ઓક્ટોબર ૨૦૧૫ ના દિવસે આ ફિલ્મનું ટ્રેલર પણ લોકો જોઈ શકશે. ફિલ્મની હિરોઈન પણ ગુજરાત
કે ભારતની નહિ પણ એક હોલીવૂડ અભિનેત્રી હશે તે વાત પણ ચોક્કસ છે. ૨૦૧૧માં એક પત્રકારને જીવતો
સળગાવી દેવામાં આવ્યો હતો તે સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ હશે. આ રોલ માટે સંજય
મૌર્યએ ચાર પાંચ દિવસ સુધી તેમના એક પત્રકાર મિત્ર સાથે રહીને એવી ઘણી વાતોનું
અવલોકન કર્યું જે તેમને આ ફિલ્મના રોલમાં કામ લાગી શકે. જાણવા મળ્યા મુજબ ફિલ્મનું
ત્રીસ ટકા જેટલું શૂટ થઇ ચુક્યું છે અને હવે ગણેશ ચતુર્થી નિમિત્તે તેના આખા
ટોળાને આ ફિલ્મમાં લેવાની ફિલ્મના નિર્માતા દિગ્દર્શકની ઈચ્છા છે. જેના માટે તેઓ
હાલ ગણેશ ચતુર્થીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
No comments:
Post a Comment