ગુજરાતી ફિલ્મોથી વંચિત દિપાલી
ઠક્કર કચ્છ શક્તિનો એવોર્ડ શરદ પવારના હસ્તે મળ્યો હતો
દરેક યુવતી આ
ક્ષેત્રમાં બહુ સારા અને અનેક સપનાઓ સાથે ઇન્ડસ્ટ્રીઝમાં કદમ માંડતી હોય છે. ભલે
તે પછી કોઈપણ ફિલ્મ ક્ષેત્ર હોય પરંતુ આ ક્ષેત્ર એક દોજખ છે. જેમાં એકવાર તમે કેવી
રીતે એન્ટ્રી મારી તેના પર તમારી કેરિયરનો આધાર છે. અમુક કલાકારને તરત એન્ટ્રી મળી
જાય છે તો અમુક કલાકારોની આવડત દબાઈને જ રહી જાય છે. ઘણા લાંબા સમયથી ગુજરાતના
કચ્છમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રીયન અભિનેત્રી દિપાલી ઠક્કરે હવે ગુજરાતી ફિલ્મો
તરફ મીટ માંડી છે કે કોઈ સારી ગુજરાતી ફિલ્મની ઓફર આવે અને તેમાં તેની આવડત છતી
કરે. શરૂઆત ૨૦૧૪ થી થઇ જયારે તે એક શોપિંગ મોલમાં ઘૂમી રહી હતી ત્યારે ત્યાં એક
કો-ઓર્ડીનેટર મળી ગયા જેમણે દિપાલીને જોઇને મિસ કચ્છ ૨૦૧૪ નું ઓડીશન આપવા કહ્યું.
જેમાં મિસ કચ્છ ૨૦૧૪નો ખિતાબ દિપાલી પોતાના નામે કરી ગઈ. મિસ કચ્છ બન્યા બાદ ખરૂ
પૂછો તો તે વધારે લાઈમ લાઈટમાં આવી. તેને તરત એક કચ્છી મુવી ‘ફાઈટર ઓફ કચ્છ’ માં
કામ મળ્યું. પરંતુ મંઝીલ હજી તો બહુ દૂર હતી. ત્યારબાદ એક સાચી દાતાર પર આધારિત
ટેલી ફિલ્મ ‘રૂપનું દિન શાહ દાતાર’ કરી જેમાં દિપાલીના કામની ખૂબ પ્રશંસા થઇ. એટલે
તરત બે હિન્દી શોર્ટ ફિલ્મ મળી ‘બેગુનાહ’ અને ‘તુમ જાને કહાં હો’. સુપરહિટ ટેલી
ફિલ્મ ‘ઘર એ જ પાંજો સ્વર્ગ’ નામેં કરી. જેમાં શીર્ષકનો મતલબ થાય કે આપણું ઘર એ જ
આપણું સ્વર્ગ છે. સાથે સાથે દિપાલી ઠક્કરનો અભ્યાસ ચાલુ હતો અને તે પણ એસ.વાય.બી.કોમ.
માં હતી. હજી થોડા સમય પહેલા જ તેણે ગ્રેજયુએશન કમ્પ્લીટ કર્યું છે. આ બધું
અભિનયનું કામ કરતા કરતા અભ્યાસ પર પણ પૂરતું ધ્યાન આપવું તે દાદ માગી લે તેવું કામ
છે. ખૂબ મહેનત કરવી પડતી હોય છે.
હમણાં ટૂંક સમય
પહેલા જ ૧૮ મે ના રોજ મુંબઈ ખાતે બેસ્ટ એક્ટ્રેસ ઇન કચ્છનો નેશનલ એવોર્ડ દિપાલી
ઠક્કરને શરદ પવારના હસ્તે એનાયત થયો જે ખૂબ જ ખુશીની વાત છે. જેમાં કચ્છની જેટલી
પણ હિટ મુવીમાં તે કામ કરી ચુકી છે જેનો તેના નામે એક રેકોર્ડ કહી શકાય. હમણાં જ
દિપાલીએ પુષ્પદાન ગઢવીના નિર્માણમાં હિન્દી ફીચર ફિલ્મ ‘રોંગ ટર્ન ઓન ધ વે’ કરી.
વધુમાં એક હોરર ફિલ્મ પણ કરી ચુકી છે. ઓસ્ટ્રેલીયાના મેટ્રો વેસ્ટ મેગેઝીન ૨૦૧૪ માં
પણ તેના કવરપેજ પર દિપાલીને સ્થાન મળ્યું હતું. લગભગ ત્રણથી ચાર કેલેન્ડર શૂટ પણ અલગ
અલગ કંપનીઓ માટે કર્યા છે અને બીજી ઘણી બધી એડ શૂટ કરી ચુકી છે.
આટઆટલું કામ કરી
ચુકી હોવા છતાં દિપાલી ઠક્કરને હજી સુધી એક સારા બેનરની ગુજરાતી ફિલ્મ નથી મળી જે
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે દુખની વાત છે. એક વાત વિચારવા જેવી છે કે આપણા
ગુજરાતમાં આટલું સારૂ ટેલેન્ટ નાના ટાઉનમાં છુપાયેલું હોવા છતાં પણ જો તેમને સારૂ
પ્લેટફોર્મ ના મળતું હોય તો તેનાથી વિશેષ કંઈ કહેવાનું રહેતું જ નથી. દિપાલી
ઠક્કરને એક જ વાતનો અફસોસ છે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે પરંતુ
હજી સુધી મળી નથી. ફિલ્મમાં ક્યા પ્રકારના રોલ ભજવવા ગમશે ના જવાબમાં દિપાલીએ
જણાવ્યું કે, એક કલાકાર તરીકે હું કોઈપણ પાત્ર ભજવવામાં મારો અનુભવ કામે લગાડીને
પણ તે પાત્રને પૂરતો ન્યાય આપીશ. મારે લીડ રોલ જ કરવા એવું પણ હું નથી કહેતી પણ જો
સારૂ અને મહત્વનું પાત્ર હશે તો સાઈડ રોલ પણ કરી શકું છું જેમાં મને કોઈ વાંધો
નથી. કારણ કે, તે પાત્રથી તમારૂ આગળનું કામ નિખરે છે એમ હું માનું છું. ગુજરાતમાં
ક્રાઈમ ગુજરાતમાં કામ કરીને હવે દિપાલી મુંબઈ એક સાઉથ ભાષાની ફિલ્મ કરવા જઈ રહી
છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દિપાલીને બે વર્ષ વીતી ચુક્યા છે અને દુખની વાત
એ છે કે હજી સુધી તેને કોઈ સારી ફિલ્મની ઓફર મળી નથી. એવું નથી કે કોઈ ફિલ્મની ઓફર
આવી જ ના હોય કે તેનામાં અભિનયની કાબેલિયત ના હોય. તેનો અભિનય આગળની અમુક સીરીયલ
કે ટેલી ફિલ્મોમાં જોઈ શકો છો. ફિલ્મો તો બહુ દૂરની વાત છે આપણા ગુજરાતમાં જો આવી
ટેલેન્ટ હોય અને નિર્માતાઓ ના જોઈ શક્યા હોય તો તેની ખોટ નિર્માતાઓને જ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment