‘બે યાર’ અમદાવાદના બે મિત્રોની વાત છે – અભિષેક જૈન
અભિષેક જૈન ૨૦૧૨ માં રીલીઝ થયેલી અર્બન ગુજરાતી ફિલ્મ
‘કેવી રીતે જઈશ’ ના દિગ્દર્શક છે. તેમનો જન્મ અને ઉછેર અમદાવાદ ખાતે થયો છે. તેઓ
અમદાવાદ સ્થિત ‘સિનેમેન પ્રોડક્શન’ ના ફાઉન્ડર અને ડિરેક્ટર છે.
અભિષેક જૈને અમદાવાદની એચ.એલ.કોલેજમાંથી બેચલર ઓફ બીઝનેસ
એડમિનીસ્ટ્રેશનની ઉપાધી મેળવી છે. ત્યારબાદ તેઓએ ફિલ્મ ક્ષેત્રે ઉચ્ચ અબ્યાસ થકી મુંબઈ
ખાતે આવેલી સુભાષ ઘાઈની અત્યંત પ્રતિષ્ઠિત ‘વ્હીસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ’ માં ફિલ્મ
ડીરેક્શનના કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા બાળપણમાં તેઓએ ૬ વર્ષ સુધી
બાળકલાકાર તરીકે ગુજરાતી થીયેટરમાં કામ કર્યું છે. મુંબઈમાં રહી તેમણે સંજય લીલા
ભણશાલી અને સુભાષ ઘાઈ જેવા બોલીવૂડના શ્રેષ્ઠતમ દિગ્દર્શકોની ફિલ્મ ‘ગુઝારીશ’ અને
‘યુવરાજ’ માં સહાયક દિગ્દર્શક સાથે કામ કરી ફિલ્મ મેકિંગનો અનુભવ પ્રાપ્ત કર્યો
હતો. અમદાવાદ આવ્યા બાદ પોતાના પિતાના
બિઝનેસને સંભાળવાના બદલે તેઓ અમદાવાદના એક ખાનગી રેડીઓ સ્ટેશન સાથે રેડીઓ જોકી
(આરજે) તરીકે જોડાયા હતા. એક મેનેજમેન્ટ સ્નાતક હોઈ તેમણે મેનેજમેન્ટ અને ફિલ્મ
મેકિંગને જોડવાનો પ્રયત્ન તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘કેવી રીતે જઈશ’
માં કર્યો હતો. તેમની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ
એવી
ફિલ્મ છે જે અમદાવાદ, વડોદરા, સુરતના સિંગલ સ્ક્રીન થીયેટર સાથે સાથે મલ્ટીપ્લેક્ષ
થીયેટરમાં પણ રીલીઝ થઇ હતી. આ કારણે અભિષેક જૈનને ‘ગુજરાત ઇનોવેશન સોસાયટી’ દ્વારા
‘ટ્રેન્ડ સેન્ટર ઓફ ધ યર ૨૦૧૨’ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ રામ માધવાની
સાથે પણ ઘણા એડ્વર્ટાઈઝીંગ કેમ્પેઈનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. નવેમ્બર
૨૦૧૩ માં તેમણે પોતાની આગામી અર્બન ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ ની જાહેરાત કરી હતી. જે
સંભવતઃ ઓગસ્ટ ૨૦૧૪ માં રીલીઝ થશે.
આ ફિલ્મ બે અમદાવાદી બે મિત્રોની આસપાસ ફરે
છે. બે યાર અમદાવાદીના મોઢે આવતો ઘણો જાણીતો ઉદગાર છે. અમદાવાદી મિત્રો જયારે મળે
ત્યારે તેમની વચ્ચે થતી વાતચીત અને તેમનું કલ્ચરલ આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યું
છે. આ ફિલ્મમાં ‘કેવી રીતે જઈશ’ ની સ્ટારકાસ્ટ દિવ્યાંગ ઠક્કર અને ‘હું છું
ચંદ્રકાંત બક્ષી’ નાટકના મુખ્ય કલાકાર પ્રતિક ગાંધી ઉપરાંત દર્શન જરીવાલા,
સુપ્રિયા પાઠક, કેવિન દવે, મનોજ જોશી જેવા કલાકારો નજરે પડશે. ‘બે યાર’ ફિલ્મમાં
બોલીવૂડમાં જાણીતી
ગુજરાતી
સંગીતકાર બેલડી સચિન – જીગર સંગીત આપશે જયારે ‘શાપ ઓફ થાઈસ’ ના એડિટર સતચીત પુરનિક
એડીટીંગ સંભાળશે. જયારે સાઉન્ડ નેશનલ એવોર્ડ વિજેતા અજીત સિંગ રાઠોડ આપશે. ફિલ્મના
આ ટાઈટલ વિષે અભિષેક જૈને કહ્યું હતું કે આમાં બે મિત્રોની વાત તો છે જ, પરંતુ
સાથે સાથે અમદાવાદી યુથના મોંએ વારેઘડીએ બોલાતું વાક્ય બે યારનો પણ સમાવેશ થઇ જાય
છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી પહેલીવાર અભિષેક
જૈન ફિલ્મ બ્રાન્ડીંગનો કન્સેપ્ટ પણ અમલમાં મૂકી રહ્યા છે. આ વિચાર ગુજરાતી ફિલ્મ
માટે નવો છે. ‘બે યાર’ ફિલ્મના
બ્રાન્ડીંગમાં ધ ગ્રાન્ડ ભગવતીના નરેન્દ્ર સોમાણી પણ જોડાયા છે. અભિષેક જૈને
વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં અમદાવદના ઘણા એવા કિસ્સા અને ઘણા એવા મિત્રોની
વાત કરવામાં આવી છે જે ખરેખર દેખવાલાયક છે. તેમજ અમદાવાદના કલ્ચર તથા ખાણીપીણી,
કૌટુંબિક મુલ્યો તથા નીતિમત્તાનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment