facebook

Saturday, 26 September 2015

kuldeep makwana

સાજણ તારા વિના સુની જીંદગી ફિલ્મ રીવ્યુ


    થોડા સમય પહેલા જ એક ફિલ્મ રીલીઝ થઇ નિર્માતા કુલદીપ મકવાણાની ફિલ્મ ‘સાજણ તારા વિના સુની જીંદગી’ જેમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારોએ અભિનય આપ્યો. ગુજરાતી ફિલ્મોનો એક્શન સ્ટાર જીત ઉપેન્દ્ર આખી ફિલ્મમાં છવાયેલો રહ્યો સાથે સાથે કિરણ આચાર્ય પણ ફિલ્મમાં મેદાન મારી ગઈ. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બંધાતા સંબંધો અને તેની આપણી જીંદગી પર પડતી અવળી અસરો જેના લીધે આપણે ખાસ કરીને આપણા સમાજમાં રહેતી સ્ત્રીઓનું કેવી રીતે શોષણ થાય છે. તે મુદાને દિગ્દર્શક મનોજ ડોબરિયા, તનસુખ ગોહિલ અને બાબુ ગંગેરે પડદા પર સાકાર કર્યું. ફિલ્મની બીજી અભિનેત્રી મરજીના દિવાન પોતાની આંખોના અભિનય સિવાય ખાસ્સું કંઇ ઉકાળી શકી નહિ. ફિલ્મના ચરિત્ર કલાકારોમાં ચારૂબેન પટેલ વિષે તો ગુજરાતી ફિલ્મોના રસિયાઓ જાણે જ છે કે તેઓ વેમ્પનું પાત્ર બખૂબી ભજવી શકે છે. તેમાં તેમને મહારત હાંસલ છે. શ્રીકાંત સોનીનો અભિનય સારો રહ્યો સાથે સાથે દેવેન્દ્ર પંડિત કંઇક અલગ લહેજામાં જોવા મળ્યા.

    
    ફિલ્મને અત્યારે વેકેશનમાં રીલીઝ કરાઈ હોવા છતાં પ્રેક્ષકો બહુ ઓછા મળ્યા છે. સાથે સાથે ગુજરાતમાં તાપનું પ્રમાણ પણ વધારે રહેતા ગુજરાતી ફિલ્મોના દર્શકોએ ફિલ્મ જોવાનું ટાળ્યું હતું. ફિલ્મમાં જીત ઉપેન્દ્રના મોટા ભાઈનું પાત્ર નરેશ પટેલે ભજવેલું જેને તમે ‘મૈયરમાં મનડું નથી લાગતું – ૨’ માં હિતેન કુમારના જીજાજી ડો. રાજેશ તરીકે જોઈ ચુક્યા છો અને નિર્માતા – દિગ્દર્શક જસવંત ગાંગાણીની ૨૬ જુલાઈના રોજ રીલીઝ થઇ રહેલી હિન્દી ફિલ્મ ‘બેઝુબાન ઈશ્ક’ માં તેઓ એક રાજસ્થાની ટ્રક ડ્રાઈવરના રોલમાં જોવા મળશે. તેમના પત્નીના રોલમાં આરતી (આશ્કા) પરમાર છે જેને તમે હિન્દી ફિલ્મ ‘બોલીવૂડ વિલા’ માં જોઈ શકો છો તથા ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ માં જોયા હશે. ફિલ્મના આસી. દિગ્દર્શક તનસુખ ગોહિલ પણ ફિલ્મમાં કોમેડી રોલમાં જમાવટ કરી હતી. જેઓએ મોટા ઘરના માન, સુહાગ, સાથી રે સાથ ના છૂટે જેવી ફિલ્મોની કથા પટકથા અને સંવાદો પણ લખી ચુક્યા છે. તેમની સાથે હરેશ વડાલીયાએ પણ કોમેડીમાં રંગ રાખ્યો હતો. કોમેડીમાં છાયા શુકલ પણ જમના ફઈ તરીકે જોવા મળ્યા હતા. આ રોલમાં તેમને વેડફી નાખવામાં આવ્યા હોય એવું લાગ્યું. જેમાં તેમની સાથે એક સીન પાણી ભરવા નળ સ્ટેન્ડ પર ભેગા થયા હોય ત્યાં કુલદીપ મકવાણાના બહેન મીના પણ જોવા મળ્યા હતા. આ સાથે વલસાડના જ એક કલાકાર યશોધર જાની જેની સગાઇ ફિલ્મના હીરોની બહેનની સાથે થવાની હોય છે તે હતા. એકાદ દ્રશ્ય પૂરતા તેઓ પણ ફિલ્મમાં દેખાયા હતા. છાયા શુકલ વધુમાં જણાવે છે કે મને આ ફિલ્મમાં કર્યાનો બહુ અફ્સોસ રહી ગયો છે. એક દિગ્દર્શકની જવાબદારી શાંતિથી કામ કરવાની હોય છે. બીજા સાથે ગેરવર્તણુક કરવાની નહિ. સેટ પર બીજા સાથી કલાકારો સાથે કે ભલે નાનો સ્પોટબોય હોય તેની સાથે અપશબ્દો બોલીને વાત ન કરાય. મને આ રોલ માટે બહુ અફસોસ છે કારણકે એક કલાકારને કોઈ જરૂરિયાત નથી હોતી છતાં પણ તમે એમને કામ છે એમ કહીને બેસાડી રાખો તો તેને દુખ થાય છે. જાણવા મળ્યા મુજબ છાયા શુકલના ફિલ્મમાં જેટલા પણ સીન છે તેના કરતા ક્યાંય વધારે સીન હતા પણ દિગ્દર્શકની ગેરવર્તાનુંકને કારણે તેઓ આ ફિલ્મમાંથી અધવચ્ચેથી ખસી ગયા હતા.



n  ગજ્જર નીલેશ 

1 comment: