facebook

Tuesday, 15 September 2015

sadashiv amrapurkar

સદાશિવ અમરાપુરકરે ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે બોલો


    હિન્દી અને મરાઠી ફિલ્મોના અભિનેતા સદાશિવ અમરાપુરકરનું લાંબી બીમારી પછી ટૂંક સમય પહેલા જ મુંબઈની હોસ્પિટલમાં વહેલી સવારે નિધન થયું હતું. થોડા દિવસ પહેલા જ તેમને ગંભીર હાલતના કારણે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં કેટલાંક સપ્તાહથી તેમના ફેફસાંમાં સંક્રમણની તકલીફ હતી. તેમની હાલત નાજુક હતી.
    સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમનું મધરાતે કલાકે અવસાન થયું હતું. અમરાપુરકરના અંતિમ સંસ્કાર અહમદનગરમાં સાંજે કલાકે કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને વિલે પાર્લેમાં ભાઈદાસ ઓડિટોરિયમમાં રાખવામાં આવશે. અમરાપુરકરના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ પરિણીત દિકરીઓ છે.
    ત્યાર પછી તેમને લાઈફ સપોર્ટ વેન્ટીલેન્ટર પર રાખવામાં આવ્યાં હતાં પરંતુ ફેફસાંની તકલીફ વધવાના કારણે તેમનું મૃત્યું થયું હતું. થોડા સમય પહેલાં જ જ્યારે તેમની હાલત નાજુક હતી ત્યારે જ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની અફવા ઉડી હતી.


અમરાપુરકરે અત્યાર સુધીમાં સરેરાશ 250 ફિલ્મો કરી છે. તેમાં અર્થ, સત્ય, સડક, હકુમત, આંખે, ઈશ્ક ખૂબ હિટ રહી હતી. 1984માં આવેલી ફિલ્મ અર્ધ સત્ય માટે તો તેમને સપોર્ટીંગ એક્ટર માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળેલો છે. જ્યારે 1991માં આવેલી ફિલ્મ સડક માટે તેમને બેસ્ટ વિલન કેટેગરીનો પણ એવોર્ડ મળ્યો છે. અમરાપુરકરને છેલ્લી વખત ૨૦૧૨ માં આવેલી ફિલ્મ 'બોમ્બે ટાકિઝ'માં અભિનય કરતાં જોવા મળ્યાં હતાં.
    ગુજરાતી ફિલ્મના દર્શકોને શું ખ્યાલ છે કે સદાશિવ અમરાપુરકરે એક ગુજરાતી ફિલ્મ પણ કરી છે? સદાશિવ અમરાપુરકર વિલનના અંદાઝની અદાકારીને લીધે તે બોલીવૂડના વિલનના મહારાજા તરીકેની ઓળખ ઉભી કરી શક્યા હતા. જુદા જુદા કિરદાર દ્વારા બોલીવૂડમાં પોતાનો સિક્કો
જમાવનાર સદાશિવ અમરાપુરકર ગુજરાતી ફિલ્મ પણ કરી ચુક્યા છે. વિલનગીરી, સદાશિવ અને ગુજરાતી ફિલ્મમાં માનવામાં નથી આવતું ને? તેમની આ વિલનગીરીનો અંદાઝ ગુજરાતી ફિલ્મ ‘લાગ્યો કસુંબીનો રંગ’ માં જોવા મળ્યો હતો. આ મુવીમાં જોવા મળ્યા સદાશિવના ગુજ્જુ રંગ. બોલીવૂડનો જાણીતો અને માનીતો વિલન બન્યો ગુજરાતી ફિલ્મનો વિલન. ઉપરાંત તે ફિલ્મમાં હીરો બોલીવૂડના (જાની) રાજકુમારનો પુત્ર પાણીની રાજકુમાર અને હિરોઈન જ્યોતિ સક્સેના હતી. સાથે સાથે કિરણ કુમાર, ગોવિંદ નામદેવ વગેરે બોલીવૂડના કલાકારો હતા.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment