facebook

Thursday, 3 September 2015

mangal gadhavi

‘બજરંગલીલા’ ના બજરંગ - મંગલ ગઢવી
હનુમાનજીના ઉપાસક મંગલ ગઢવીને પ્રથમ ફિલ્મ ‘બજરંગલીલા’ મળી તે પણ એક યોગાનુયોગ જ છે.


   

    આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા એક તરવરીયા યુવાને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગરણ માંડેલા. તે સમયગાળો ગુજરાતી ગીતોનો હતો કે જયારે લોકોને ગુજરાતી ગીતો ખૂબ પસંદ આવતા અને તેવા બનતા પણ ખરા જે સોંસરવા દિલમાં ઉતરી જાય. ૧૯૯૪ની સાલ દરમ્યાન મંગલ ગઢવીનું આ ક્ષેત્રમાં આગમન થયું. ફિલ્મ ‘વીર માંગડાવાળો’ જેનું બીજું એક નામ પણ હતું ‘વડલા તારી વરાળ’ જેમાં એઝ એ રાઈટર અને મ્યુઝીક આસીસ્ટંટ તરીકે. જે યાત્રા આજ સુધી સતત ચાલુ જ છે. સામાન્ય રીતે ગઢવી હોય એટલે શરૂઆત ગાયક તરીકે થાય પણ મંગલ ગઢવીએ એક નવો ચીલો ચાતર્યો. તેમને શરૂઆત કરી બધાથી અલગ રીતથી અને અલગ ઢબથી. કોઈને એમ થાય કે ગઢવી છે એટલે ગાતો હશે પણ ના ભાઈ, આ ગઢવી કુટુંબનું ફરજંદ તો કંઇક અલગ કરવા જ આ ક્ષેત્રમાં આવ્યું હતું. જેમણે અત્યાર સુધીમાં વીરરસ, એક્શન, કરુણરસ જેવી લગભગ



ઘણા પ્રકારનો અભિનય કરી ચુક્યા
છે. મિત્રોના સહકારથી ફિલ્મ લાઈનમાં પ્રવેશેલા આ કલાકાર પોતાની આગામી ફિલ્મ ‘બજરંગલીલા’ માં દર્શકોને મોટા પડદે જોવા મળશે. હનુમાનજીના ઉપાસક મંગલ ગઢવીને પ્રથમ ફિલ્મ ‘બજરંગલીલા’ મળી તે પણ એક યોગાનુયોગ જ છે. જે ફિલ્મમાં તેઓ બજરંગ નામના એક એવા યુવાનનું પાત્ર ભજવી રહ્યા છે જે એકદમ ચુસ્ત બ્રહ્મચારી છે. જે પોતાના કામથી જ કામ રાખે છે. કોઈને ખોટી રીતે નડવું નહિ તેવા સિદ્ધાંતવાદી વ્યક્તિનું પાત્ર છે.
પ્ર – શ્રીદત્ત વ્યાસ સાથે કામ કરીને કેવું લાગ્યું?
ઉ – શ્રીદત્ત વ્યાસજી સાથે કામ કરવું એ જીવનનો એક લહાવો છે. આટલા મોટા ડિરેક્ટર અને ક્રિએટીવ પર્સન છે કે તમામ સારી વાતો તેમની પાસે જાણવાલાયક હોય છે.  તેઓ આ ક્ષેત્રમાં બહુ લાંબા સમયથી છે તેથી કહી શકાય કે તેઓ પીઢ અને ખૂબ જ અનુભવી માણસ છે. હું ગાયક તરીકે તો લોકપ્રિય હતો જ પણ શ્રીદત્તજીએ



મારામાં રહેલી અભિનયશક્તિને પણ બહાર કાઢી છે. જે ખૂબ ઓછા લોકોને ખબર છે.
પ્ર – ફિલ્મોમાં આવ્યા બાદ કેવા અનુભવો રહ્યા?
ઉ – હા, આ ઇન્ડસ્ટ્રીઝ જેટલી બહારથી સુંદર દેખાય છે તેટલી અંદર નથી. અહીં સારા માણસો જેમકે શ્રીદત્ત વ્યાસજી જેવા ખૂબ ઓછા છે તો ખોટાનો તો કોઈ તોટો નથી. પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે જે નવા લોકો આ લાઈનમાં આવી રહ્યા છે તેઓ ચેતીને ચાલે. અનુભવી ઓકો સાથે કામ કરવું એ એક ઈતિહાસ બનાવે છે. જેની યાદગીરીઓ તમારા મનમાં વર્ષો સુધી રહી જાય છે.
પ્ર – કેવા નિર્માતા – દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા છે?
ઉ – જે લોકો સારી ફિલ્મો બનાવતા હોય, સારી વાર્તા હોય, સારૂ કાસ્ટિંગ હોય તેવા લોકો સાથે કામ કરવા માંગું છે. મારી કલાને હું ખોટી જગ્યાએ વેડફવા નથી માંગતો અને મને તેમાં રસ પણ નથી.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment