સત્ય ક્રિએશનની
‘દિલદાર ખિલાડી’ ફિલ્મમાં દેખાશે દિવ્યા પાટીલ
નિર્માતા
ધીરુભાઈ પટેલ અને દિગ્દર્શક મનોજ નથવાણી તથા પ્રસ્તુતકર્તા સતીશ ગજ્જર (સત્યા
ક્રીએશન) ની ફિલ્મ ‘દિલદાર ખિલાડી’ માં નવો ચેહરો જે હજી સુધી બહુ ઓછો જોવા મળ્યો
છે તે દિવ્યા પાટીલ થોડાક દ્રશ્યો પૂરતી એક મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. આ
પહેલા દિવ્યા પાટીલ કેટલીક ગુજરાતી ફિલ્મો કરી ચુકી છે પરંતુ આ ફિલ્મ ‘દિલદાર
ખિલાડી’ માં તે અલગ જ લૂક સાથે નજરે પડશે. આમ પણ તેઓ પોતાના લૂકને લઈને ખૂબ જ ખુશ
છે. એકદમ નિખાલસ વ્યક્તિત્વ ધરાવતી દિવ્યા ગુજરાતી ફિલ્મોમાં કાઠું કાઢે તેવી
શક્યતા છે.
No comments:
Post a Comment