facebook

Thursday, 3 September 2015

goswami

હિરોઈનના પિતાનો રોલ ભજવવામાં મને ખૂબ જ આનંદ આવ્યો - ગોસ્વામી


    ભગવાન વાઘેલા ટૂંક સમયમાં આપણી સમક્ષ એક નવી ફિલ્મ ‘સાયબા ઢોલા’ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મમાં નવોદિત હીરો તથા એક હિરોઈન છે પણ આ ફિલ્મમાં આપણે આજે કોઈ હીરો કે હિરોઈન વિષે નહિ પરંતુ વાત કરવી છે હિરોઈનના પિતાનો રોલ ભજવતા કલાકાર ગોસ્વામીની. જેઓ ‘અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન’ માં જુનિયર ક્લાર્ક તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. અભિનય તો તેમનામાં હતો એમ કહીએ તો પણ ચાલે કારણ કે તેઓએ અભિનયની તાલીમ નથી લીધેલી. તેઓ જણાવે છે કે અભિનય એ કોઈપણ વ્યક્તિ માટે સહજ હોય છે. તેને શીખવાનું હોતું નથી. જયારે ફિલ્મોની શરૂઆત હતી ત્યારે મને તમે બતાવો કે ક્યાં નામાંકિત કલાકારે અભિનયની તાલીમ લીધી છે. જે કોઈ કલાકાર આગળ આવ્યો છે તે પોતાના અભિનયથી જ આગળ આવ્યો છે. તેઓની પ્રથમ ફિલ્મ વિષે ગોસ્વામીએ જણાવ્યું કે ભગવાન ભાઈ સાથે કામ કરીને ખૂબ જ આનંદ થાય છે. તેમની કામ કરવાની પધ્ધતિ એકદમ અનોખી છે. તેઓ કંઇ પણ ચલાવી લેવામાં માનતા નથી. તે તેમના સ્વભાવમાં છે. એટલે જ તેઓ તેમની દરેક ફિલ્મે કંઇક નવું આપતા રહ્યા છે. આખું યુનિટ એકદમ ઘર જેવું મને લાગતું હતું. આ ક્ષેત્રમાં હું પ્રથમવાર જ આવ્યો હતો. તેથી આ ક્ષેત્રને મને અંદરથી જાણવાની ખૂબ જ ઈચ્છા હતી જે ભગવાન વાઘેલાની ફિલ્મ ‘સાયબા ઢોલા’ દ્વારા પૂરી થઇ. કઈ રીતે કલાકારો કેમેરા સામે અભિનય કરે છે તે મે નજીકથી જાણ્યું. ગુજરાતી ફિલ્મોમાં અગાઉ નાના પણ દમદાર રોલ કરી ચુકેલા ગોસ્વામીને આ ફિલ્મમાં પોતાનું કેરેક્ટર ખૂબ જ ગમ્યું. આગળ તેઓએ જણાવ્યું કે આ ક્ષેત્ર સારૂ છે અને ક્ષેત્ર તો કોઈપણ હોય જો તમે પૂરી ધગશથી કામ કરો તો તમને સફળતા મળે જ છે. 

No comments:

Post a Comment