facebook

Friday, 4 September 2015

ramesh karolkar

અમેરિકામાં વિચાર આવ્યો અને ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મથી ગુજરાતમાં અમલ કર્યો - રમેશ ભાઈ


    આ ક્ષેત્રમાં લગભગ ૧૫ થી પણ વધારે વર્ષોથી સક્રિય રમેશ ભાઈ જયારે તેમના પત્ની સાથે અમેરિકા ગયા હતા. તો ત્યાં તેઓએ સીટી દર્શન વેળા જોયું તો રોડ પર ચાલતા વાહનો જેવા કે બસ, ટ્રામ વગેરેમાં ડ્રાઈવર લેડીઝ હતી. તેઓને વિચાર આવ્યો કે જો અહીં અમેરિકામાં લેડીઝ વાહનો ચલાવી શકતી હોય તો આ મેસેઝ મારે મારા દેશને આપવો છે. આપણા ભરત દેશમાં એક વસ્તુ ખૂબ જ સરસ છે નિર્માતાઓ માટે કે તેઓ કોઈ મેસેજ આપીને ફિલ્મ બનાવે છે અને તેના પર લોકો તરત વિશ્વાસ કરે છે. બાકી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગળા ફાડીફાડીને તમને કોઈ સારી વાતની સલાહ આપશે તો તે વાત કોઈ માણવા તૈયાર નથી. ટૂંક સમય પહેલા જ માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે દેશને સ્વચ્છ રાખો અને શરૂઆત આપણા ઘરથી કરો છતાં પણ હજી મોદીના ગુજરાતમાં જ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. આ વાત જો પડદા પર કોઈ હીરો કે હિરોઈન કહે તો ૮૦ ટકા પરિણામ મળી શકે છે. અમેરિકા પ્રવાસ દરમિયાન રમેશભાઈને એક બસ ડ્રાઈવર લેડી જેનું નામ સેન્ડી હતું તે મળી. તેમની સાથે વાતો કરતા કરતા તો તે એવી હળીમળી ગઈ કે તેણે કહ્યું કે તેની શરૂઆત કેવી રીતે થઇ વગેરે. આના પરથી રમેશભાઈને વિચાર આવ્યો કે આપણા ગુજરાતમાં પણ આવો વિષય લઈને એક ફિલ્મ બનવી જોઈએ. તેથી તેમણે ભારત પરત ફરીને વિચાર તરત અમલમાં મુક્યો અને ફિલ્મનું નામ પણ વિચાર લીધું. ‘રમલી રીક્ષાવાળી’. અગાઉ એક ફિલ્મ આ નામ પરથી યાદ આવે છે એક ‘માબાપ’ ફિલ્મનું ગીત હતું ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ તેમાં અસરાનીએ રીક્ષાવાળાની ભૂમિકા ભજવી હતી. તેના પરથી પ્રેરિત થઈને અસરાનીએ ૧૯૯૦ માં ‘અમદાવાદનો રીક્ષાવાળો’ નામની ફિલ્મ દિગ્દર્શિત કરી હતી જે ખરેખર પીટાઈ ગઈ હતી. હવે રમેશભાઈ આ જ વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છે પણ આમાં રીક્ષાવાળો નથી પણ રમલી રીક્ષાવાળી છે. ફિલ્મમાં હીના રાજપૂત રીક્ષાવાળી બની છે.

પ્ર – ફિલ્મમાં રીક્ષાવાળી હીના રાજપૂત?
ઉ – હા, આ મારી ફિલ્મમાં મે હીના રાજપૂતને રીક્ષાવાળી એટલે કે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી નારી બતાવી છે. નારી એ સહનશીલતાની દેવી છે તે ગમે તેવા કપરા સંજોગોમાં પણ કામ કરી જાણે છે. મારે ગુજરાતને એ મેસેજ આપવો છે કે જો ગુજરાત દરેક ક્ષેત્રમાં આગળ છે તો મહેનત કરવામાં પણ આગળ જ છે અને ગુજરાતનો કોઈ પુરુષ જ નહિ મહિલાઓ પણ તેટલી જ મહેનત કરી રહી છે. મે વિચાર્યું નહોતું કે આ ટાઈટલ રોલ કોણ ભજવશે પણ મે હીના રાજપૂતની ઘણી ફિલ્મોના રશીઝ જોયા બીજી હિરોઇનોના પણ જોયા પરંતુ મારે જે જોઈતું હતું તે મને હીના રાજપુતમાં દેખાયું. તેથી મે તેને સાઈન કરી અને તેણે આ માટે મને પૂરી તૈયારી બતાવી. મે તેને કહેલું કે આમાં રીક્ષા ચલાવવાની છે તો તેણે હા જ પડી દીધી.

પ્ર – હિરોઈનપ્રધાન ફિલ્મ બનાવી તમે સાહસ કરી રહ્યા છો?
ઉ – જુઓ, સાહસ વિના સિદ્ધી નથી મળતી તે તો સહુ કોઈ જાણે જ છે. હું ઘણા વર્ષોથી આ લાઈનમાં છું એટલે મે પહેલા જાણ્યું કે દર્શકોને શું શું ગમે અને શેમાં તેમને પૂરતું મનોરંજન મળી રહેશે. આખી ફિલ્મનું શુટિંગ અમે આઉટડોર જ કરવાના છીએ એટલે આમ લોકોની વચ્ચે રહીને પણ તમે દર્શકવર્ગને આકર્ષી શકો છો. ગુજરાતી ફિલ્મોમાં હિરોઈનોને ધ્યાનમાં લઈને બહુ ઓછી ફિલ્મો બની છે જેથી મે આ વિષય પર મારી પસંદગી ઉતારી.
પ્ર – પણ ગુજરાતના કોઈ સીટીમાં લેડી રીક્ષા ચલાવતી નથી. તો દર્શકો સ્વીકારશે?
ઉ – ચલાવે છે. અમદાવાદમાં જ ચાર – પાંચ મહિલાઓ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે એવી વાત હું આ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો ત્યારે સાંભળેલી. તેથી મને તેમને મળીને પણ કંઇક નવું જાણવાની ઈચ્છા છે કે તેઓ કઈ રીતે ઘર – પરિવાર અને પોતાનું કામ સંભાળે છે.  
    ફિલ્મમાં હીના રાજપૂત ઉપરાંત રતન રંગવાણી, જૈમીની ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી વગેરે કલાકારો હસશે. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જઈ રહી છે.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment