આજની ગુજરાતી ફિલ્મોના ગીતો યાદગાર નથી હોતા,
તેના ઘણા કારણો છે – સમીર - માના રાવલ
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના નિર્માતા,
દિગ્દર્શકોને શુટિંગ પત્ય પછી એડીટીંગ, ડબિંગ, મિક્સિંગ, ટાઈલીંગ અને સ્પેશ્યલ
ઈફેક્ટ માટે મુંબઈ જવું પડે છે ત્યારે ૧૯૯૪ માં ગુજરાતનો સૌપ્રથમ ડીઝીટલ
રેકોર્ડીંગ સ્ટુડીઓ બનાવનાર સંગીતકાર સમીર રાવલે આ બધી જ સગવડો ઉપરાંત પ્રિવ્યુ
થીયેટર્સની સગવડ પોતાના ‘ડોલ્ફિન સ્ટુડીઓ’ માં ઊભી કરી છે અને ગુજરાતી ફિલ્મોના
નિર્માણ સાથે સંકળાયેલાઓનું સંકટ દૂર કરેલ છે.
મુંબઈ જેવી જ ક્વોલીટી માટે એફ.સી.પી. મશીન
લાવી હોલીવૂડ ફિલ્મો સાથે સંકળાયેલા ગુજરાતી સચિન દવેને એડિટર તરીકે લાવી નેશનલ
લેવલનો સંપૂર્ણ સ્ટુડીઓ બનાવનાર સંગીતકાર એ.આર.રહેમાને કમ્પોઝ કરેલ ‘સ્વર્ણિમ
ગુજરાત’ નું થીમ સોંગ રહેમાનના રેકોડિસ્ટ ચેતન અને મ્યુઝીક આસીસ્ટન્ટ મૂર્તિ ચાર –
ચાર દિવસ ડોલ્ફિન સ્ટુડીઓમાં હાજર રહી રેકોર્ડીંગ કર્યું ત્યારે ઇન્ટરનેશનલ લેવલની
સુવિધાઓ અમદાવાદમાં જોઈ દંગ રહી ગયા હતા.
ફિલ્મ સંગીત, સુગમ સંગીત અને લોક સંગીત એમ
સંગીતના વિવિધ પ્રકારોમાં ખેડાણ કરનાર સંગીતકાર સમીર રાવલે ત્રીસ વર્ષની
કારકિર્દીમાં ૧૦૦
થી વધુ ગુજરાતી, હિન્દી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ૧૫૦ થી વધુ
સીરીયલોમાં સંગીત આપનાર સમીર રાવલના સંગીત સથવારે હવે તો તેમના પત્ની માના રાવલ પણ
જોડાઈ ચુક્યા છે. ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ, અલકા યાજ્ઞિક, મનહર ઉધાસ, અનુરાધા
પૌડવાલ, શાન ઉપરાંત ઇન્ડીયન આઇડોલ અને સારેગામાના ફાઈનાલીસ્ટોએ સૂર રેલાવ્યો છે. તમારી
પ્રથમ ફિલ્મ કઈ? અને ઉલ્લેખનીય ફિલ્મો કઈ? ના જવાબમાં સમીર રાવલે જણાવ્યું કે
ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત ‘દીકરો મારો લાડકવાયો’ મારી પ્રથમ ફિલ્મ જયારે ભાઈની
બેની લાડકી, પ્રીત ના કરશો પરદેશીને, સાસરિયું સ્વર્ગથી સોહામણું, જોગીડો, મારે
ટોડલે બેઠો મોર ક્યાં બોલે, રાજુ રીક્ષાવાળો, નીર સુકાણાં નયનોમાં.....
પ્ર
- આવનારી ફિલ્મો?
ઉ
- મારી આવનારી ફિલ્મોમાં લાખાભાઈ લાગી ગ્યા, ઘરવાળી બહારવાલી કામવાળી, તમારા વિના
અમારું કોણ વગેરે. સારૂ ગીત ને સંગીત હોય તો હજુ આજે પણ ગુજરાતી ફિલ્મોના ગીતો
લોકો સાંભળે જ છે. કહેતા સમીર રાવલ કહે છે,
ભડના
દીકરા નું ગીત થીયેટરોમાં વન્સમોર થયું હતું.
આ ઇન્ડસ્ટ્રીઝને જેટલા સંગીતકારો સમીર રાવલે
આપ્યા છે તેટલા ભાગ્યે જ કોઈ સંગીતકારે આપ્યા હશે. જેમકે હસમુખ પાટડીયા, નયન
પંચોલી, નીરજ પરીખ, સોનલ રાવલ, નિરાલી ફોજદાર, ઐશ્વર્યા મઝુમદાર, (છોટે ઉસ્તાદ)
દિવ્યાંગ અંજારિયા, બંકિમ પાઠક અને મુક્તા શાહ જેવા સ્ટેજ કિંગને પ્લેબેક માટે
સૌપ્રથમ તક આપી છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રેપ સોંગ દીવાની.....દીવાની.....
તેમના નામે છે. આજની ગુજરાતી ફિલ્મોના ગીતો યાદગાર નથી હોતા તેના ઘણા બધા કારણો
જણાવતા તેઓ કહે છે કે મોટાભાગના નિર્માતાઓ પેકેજડીલથી કામ કરે છે. સારા ગીત
લેખકોને પૂરતું મહેનતાણું નથી મળતું. સારી રીત જો બનાવવા અખતરા કરવામાં સમય જાય
અને છેવટે બજેટ વધે, બજેટ ઓછું હોય એટલે સારા ગાયકોને પણ ન બોલાવી શકાય આમ ઘણા
કારણો છે.
હાલમાં જ
આવેલી અર્બન ગુજરાતી ફિલ્મો જેવી કે ધ એડવોકેટ, લેટ્સ પાર્ટી બકા અને કોઈને કહેશો
નહિ માં માનાએ સંગીત આજના યુવા વર્ગને ગમે તે રીતે તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો.
આ સૂઝ આવડતથી પ્રભાવિત થઇ સમીર રાવલ હવે પછીની તમામ ફિલ્મોમાં સંગીતકાર તરીકે સમીર
– માના નામ લખાવી રહ્યા છે. ફિલ્મોમાં કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ,
નદીમ શ્રવણ જેવી જોડીઓ જાણીતી છે જ. પણ એ બે મિત્રો કે પછી ભાઈઓની જોડી છે. જયારે
માના સાથે જોડી બનાવવાથી પતિ – પત્નીની જોડી સંગીત આપી રહી હોય તેવું પ્રથમવાર
ગુજરાતી ફિલ્મોથી બની રહ્યું છે. અમદાવાદના જાણીતા બેન્ડ ‘મેઘધનુષ્ય’ અને dip
jit ના સહયોગથી તેઓએ અર્બન ગુજરાતી ફિલ્મોમાં નવી જ
શૈલીનું મ્યુઝીક આપ્યું. વળી માના ગુજરાતની પ્રથમ મહિલા ગીટારીસ્ટ તરીકે પ્રસિદ્ધ
છે. વચ્ચે દસ વર્ષ પંજાબી ફિલ્મો અને પાંચ વર્ષ ભોજપુરી ફિલ્મોનો જમાનો આવી ગયો
ત્યારે લખી રાખજો કે હવે અર્બન ગુજરાતી ફિલ્મોનો જમાનો આવી રહ્યો છે. ‘ધ એડવોકેટ’
ફિલ્મમાં એક પણ ગીત નહોતું છતાં પણ આખી ફિલ્મ બેકગ્રાઉન્ડ મ્યુઝીક ઉપર જ ચાલી હતી.
જેના માટે સમીર – માનાએ બે મહિના જેવો સમયનો ભોગ આપી લાઈમ મ્યુઝીક તૈયાર કરેલ
હતું. જેમકે હાલતા – ચાલતા આવતા અવાજો, બ્રિજ ઉપરથી પસાર થતા – બ્રિજ નીચે કેવા
અવાજ આવે તેના સાઉન્ડ રેકોર્ડ કર્યા હતા.
No comments:
Post a Comment