facebook

Tuesday, 15 September 2015

kishor goti

‘ગોટી ફિલ્મ્સ પ્રોડક્શન’ માં ટૂંક સમયમાં બે ફિલ્મો આવી રહી છે - કિશોર ગોટી


    ઘણા વર્ષોથી બરોડા રહેતા અને મૂળ ભાવનગરના કિશોરભાઈ ગોટી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં જાણીતું નામ બની ચુક્યું છે. ટી – સીરીઝ કંપનીમાંથી શરૂઆત કરી જેમાં તેઓ ધાર્મિક આલ્બમો બનાવતા જેમાં કૃષ્ણ શિવ જેવા નામોવાળા આલ્બમો તેઓ વધુ પ્રમાણમાં બનાવતા હતા. તે સમય હતો આજથી લગભગ સાત – આઠ વર્ષ પહેલાનો. દસેક વર્ષથી બરોડામાં સ્થાયી થયેલા કિશોર ગોટી આલ્બમો અને ટેલી ફિલ્મો માટે તો ગુજરાતમાં ઘણું જાણીતું નામ છે જ સાથે સાથે હવે તેઓ એવી ફિલ્મો પણ પોતાના પ્રોડક્શન હાઉસમાં કરી રહ્યા છે જેમાં દર્શકોને પણ ફિલ્મ જોવાનો ઉત્સાહ વધે અને કંઇક નવું જોયાનો અહેસાસ થાય. મોઝર બીયરના ઘણા આલ્બમો તેઓ કરી ચુક્યા છે. ડીઝીટલ ફિલ્મો બનાવવાની શરૂઆત  કિશોર ગોટીએ ગુજરાતમાં કરી. જયારે નેગેટીવમાં ફિલ્મો બનતી હતી ત્યારે ડીઝીટલ ફિલ્મો ગુજરાતમાં બનાવનાર કિશોર ગોટી પહેલા હતા. જેમને બરોડામાં જ એક ડીઝીટલ સ્ટુડીઓ સ્થાપ્યો અને ત્યાંથી જ શરૂઆત કરી.

    ગુજરાતી ફિલ્મોમાં તેમની શરૂઆત ભાવનગરમાં જ બની રહેલી એક ફિલ્મ ‘તારી મારી જોડી છે રાધે શ્યામની’ થી થઇ જે ત્રણ વર્ષ પહેલા બની હતી. હાલ તેઓના ‘ગોટી ફિલ્મ્સ પ્રોડક્શન’ માં બે ફિલ્મો આવી રહી છે. જેમાં એક હસમુખ પરમારની ‘કોઈ મારગ બતાવો મારી ગોરીના દેશનો’ જે ફિલ્મમાં ગામડાની વાસ્તવિકતાના દર્શન થાય છે. જયારે એક ગામથી શહેર તરફ જવાનો રસ્તો બિસ્માર હોય અને ગ્રામજનોને કોઈ સંકટ આવી પડે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેના પર આખી વાર્તા તૈયાર થઇ છે. જેમાં કિશોરભાઈ ગોટીનું કામ પ્રોડક્શનની સાથે સાથે એડીટીંગ, ડબિંગ વગેરે પણ કર્યું છે. આ ફિલ્મ હસમુખ પરમારની પણ પ્રથમ ફિલ્મ હોઈ તેઓ પણ કિશોર ગોટી પાસેથી જરૂરી સલાહ સૂચનો લેતા હતા.
    કિશોર ગોટીના જ ‘ગોટી ફિલ્મ્સ પ્રોડક્શન’ માં બની રહેલી બીજી ફિલ્મ ‘જો કાના તારી રાધા આવી’ જેમાં પણ કિશોર ગોટીના હાથમાં જ પોસ્ટ પ્રોડક્શનનું કામ છે. ઉપરાંત ફિલ્મનું બીજા પણ વિભાગ કિશોર ગોટી જ સાંભળી રહ્યા છે. જેમાં સ્ટોરીથી લઈને રીલીઝીંગ સુધી આવતું તમામ કામ તેઓ બખૂબી નિભાવી શકશે તેવું તેઓ કહી રહ્યા છે. ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક જીતેન્દ્રભાઈ દુબે છે જેની સાથે કામ કરવાનો અનુભવ જણાવતા કિશોર ગોટી જણાવે છે કે જીતેન્દ્રભાઈ સારી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેઓ મારા કામને સમજી શકતા હતા. કામ સિવાય તેઓ ક્યારેય કોઈ જગ્યાએ સમય વેડફવામાં તેઓ માનતા નથી. તેઓ અમે કામ કરીએ ત્યારે પણ વચ્ચે વચ્ચે કોઈ રોકટોક કરતા નહોતા. કારણ કે તેઓ ઘણા જ સમજદાર વ્યક્તિ છે.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment