facebook

Friday, 4 September 2015

sunny khatri

દર ત્રીજી ફિલ્મે દેખા દેતા ચોકલેટી હીરો સન્ની ખત્રી જોવા મળશે ‘ઘર મારૂ મંદિર’ માં ઘરને બરબાદ કરતા



    આ જ મહિનાની ૧૨ તારીખે એક યંગસ્ટર્સ પર બનેલી સસ્પેન્સ ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ રીલીઝ થવા જી રહી છે જેના નિર્માતા રમેશભાઈ અને દિગ્દર્શક ગુજરાતી ફિલ્મોના મહન સર્જક કેશવ રાઠોડ છે. જેમાં એક તરવરીયો કલાકાર સન્ની ખત્રી પોતાના લાજવાબ અભિનયથી પ્રેક્ષકોને અને ખાસ કરીને યુવતીઓને ચકાચોંધ કરવા આવી રહ્યો છે. ૧૯૮૭માં જન્મેલા સન્ની ખત્રીએ બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તે સમયે નાટકોમાં કામ કરતા કરતા ક્યારે ફિલ્મોમાં આવી ગયો તેની તેને ખબર જ ના પડી. ૧૬ વર્ષની ઉંમરે તેને એક ડિરેક્ટરે અભિનય કરતા જોયો અને એક આલ્બમમાં મોકો આપ્યો જે ત્યારે ખૂબ પ્રસિદ્ધ થયું અને સાથે સાથે સન્ની ખત્રી પણ. પ્રથમ ફિલ્મ શૈલેન્દ્ર  ઠાકોરની ‘પ્રીત કરે એ જાણે’ જેમાં એ ખલનાયક તરીકે આવ્યો અને ફિલ્મોમાં જામી ગયો. ત્યાર બાદ અત્યાર સુધી તેણે ઘણા અભિનયક્ષેત્રે પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી દીધી છે. થોડા દિવસોમાં રીલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ માં સન્ની ખત્રી નાયક પ્લસ ખલનાયક તરીકે આવી રહ્યો છે. હમણાં જ રીલીઝ થયેલી ‘પ્રેમરોગ’ માં તેના પાત્રની નોંધ ફિલ્મ મેકારોએ લીધી અને ફિલ્મ ધૂમ ચાલી રહી છે. થીયેટરોમાં ખાસ્સી ગીર્દી જોવા મળી રહી છે. સાથે સાથે બીજી એક સસ્પેન્સ ફિલ્મ જેના ડિરેક્ટર બાપોદરા છે તે ‘વિશ્વાસઘાત’ પણ આવી રહી છે જેમાં પણ સન્ની ખત્રી એક એવું પાત્ર ભજવી રહ્યો છે જે ફિલ્મમાં ઘણું મહત્વ ધરાવે છે. હજી એક ધીરેન રાંધેજાની ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી’ જેના દિગ્દર્શક હરસુખ પટેલ છે. જેમાં સન્ની ખત્રી વિક્રમ ઠાકોર અને હિતેન કુમાર સાથે સેકન્ડ લીડ હીરો તરીકે એન્ટ્રી મારી રહ્યા છે. પછી તો ઘણી ફિલ્મો તેની આવી રહી છે જેમકે ‘શૂટ આઉટ એટ સુરત’, ‘આંધળીમાંનો દેખતો દીકરો’, ‘દામિની’, ‘મારા સપનાનો સાહ્યબો’ આ બધી જ ફિલ્મોમાં સન્ની અલગ અલગ ગેટઅપમાં દર્શકોને જોવા મળવાના છે. ‘પ્રીતના સોગંધ’ ફિલ્મ માટે પોતાના સિંધી સમાજ તરફથી સન્નીને એવોર્ડથી પણ નવાજવામાં આવેલા છે. ‘લક્ષ્મી’ નામની એક હિન્દી ટીવી સીરીયલ જે ડીડી૧ પર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સહારા વન પર એક હિન્દી સીરીયલમાં પણ દર્શકોને એક એવા પાત્રમાં જોવા મળશે જેની કલ્પના પણ નહિ કરી હોય.  
પ્ર – ‘ઘર મારૂ મંદિર’ ના આપના પાત્ર વિષે?

ઉ – આ ફિલ્મમાં હું હીરો પણ છું અને વિલન પણ છું. મારૂ પાત્ર આમ તો એક વ્યક્તિના ઘરમાં કામ કરતા છોકરાનું છે જેમાં તે જ ઘરમાં રહેતા લોકોના હું કાન ભંભેરણી કરતો રહું છું. ફિલ્મમાં એક પ્રેમ લગ્નનો પ્રસંગ બને છે તેના વિરુદ્ધ જઈને હું તે ઘરના લોકોને કહું છું કે આ લોકો તમને બરબાદ કરી નાખશે એટલે તેઓ મારી વાતમાં આવી જાય છે. ટૂંકમાં મારૂ પાત્ર જેનું હું નમક ખાવું છું તેની સાથે જ નમકહરામી કરૂ છું.

પ્ર – ફિલ્મના નિર્માતા તથા દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા રમેશભાઈ નિર્માતા પછી છે પહેલા મારા મિત્ર છે. જેમણે આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો ત્યારથી જ તેમણે મારૂ પાત્ર ફિક્સ કરી રાખેલું. આ ફિલ્મના દિગ્દર્શક કેશવજી તો આ ફિલ્મી દુનિયાના મહાન સર્જકોમાંના એક છે એમ હું કહીશ. જેમની સાથે મે ચાર ફિલ્મો કરી છે. ચંદન રાઠોડને હું મોટાભાઈ ગણું છું તે હિસાબે કેશવજીને હું મારા પિતા સમાન ગણું છું.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment