facebook

Thursday, 3 September 2015

saubhagya na daan

સૌભાગ્યના દાન


    જયારે કોઈ વ્યક્તિ જે જગ્યાએ પોતાની નોકરી કરતો હોય તે જ જગ્યાએ તેને તેના માલિકની દીકરી સાથે પ્રેમ થાય અને તે યુવતીની એક બહેનપણી પણ તેને જ પ્રેમ કરવા માંડે ત્યારે કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે તેનું સુદ્રઢ નિરૂપણ આ ફિલ્મ ‘સૌભાગ્યના દાન’ માં કરવામાં આવ્યું છે. એક સ્ત્રીની વેદનાને વાચા આપતી આ ફિલ્મમાં દર્શકોને ઘણા સામાજિક સંદેશાઓ મળી રહે તેવો નમ્ર પ્રયાસ કરાયો છે. જેમકે સ્ત્રી અત્યાચાર, સારા સપના બતાવી યુવતીને લલચાવી, ફોસલાવી તેનું શોષણ અને વર્ષોથી ચાલ્યું આવતું દહેજનું દુષણ વગેરે સમાજમાં ફેલાતી ગંદકીને આ ફિલ્મમાં સરસ રીતે વણી લેવાઈ છે. પ્રેમીઓ માટે આ ફિલ્મમાં જોવા લાયક એવી ઘણી ઘટનાઓ હશે જેમાંથી પ્રેમીઓ પસાર થઇ ચુક્યા હશે. પ્રેમમાં ત્યાગ, બલિદાન અને સમપર્ણણી ભાવના હોય છે જે દર્શકોને આ ફિલ્મમાં જોવા મળશે. જયારે કોઈ પ્રેમીને પોતાનો પ્રેમ નથી મળતો અને તે આકુળવ્યાકુળ થઇ ઉઠે છે ત્યારે એક યુંવતી પોતાના પ્રેમનું બલિદાન આપવા તૈયાર થાય છે અને તે પોતાના સાચા પ્રેમને ખાતર પોતાના સૌભાગ્યનું દાન કરે છે.

    ધરતી પ્રોડક્શન પ્રસ્તુત સૌભાગ્યના દાન ફિલ્મના નિર્માતા અરવિંદસિંહ ચાવડા છે. સહનિર્માતા હિતેશ ચાવડા. હર્ષદ પંચાલ અને નરેન્દ્રસિંહ રાઠોડ છે. દિગ્દર્શન મહેશ એસ. પટેલ (ગેરીતા) અને અમિત ગોહિલ (દાવોલ) નું છે. જયારે સહ દિગ્દર્શક બ્રિજેશ રાજપૂત અને રિદ્ધિ ઠાકર છે. કથા – પટકથા, સંવાદલેખક અને ગીતકાર રાજેશ ગોહિલ અને અમિત ગોહિલે એટલી સરસ કામગીરી કરી છે કે પ્રેક્ષકોના જીભે ગીતો ચોક્કસ ચડી જશે. ફિલ્મના દ્રશ્યોને કેમેરામાં કંડાર્યા છે ધર્મેશ ગોટીએ. સંકલનકાર ધર્મેશ ચાંચડીયા છે. ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી સાંભળી રહ્યા છે. ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. ફિલ્મના કલાકારોમાં સુપર સ્ટાર નરેશ કનોડિયા, ઈશ્વર ઠાકોર, ધર્મી ગોહિલ, કનૈયાલતા પંચાલ, ઈમ્તિયાઝ ભાઈ, જીતુ પંડ્યા, યામિની ગોહિલ, પ્રિયા મહેતા, પ્રકાશ મંડોરા, કૌશિકાબેન, આરતીબેન, ઉષાબેન લાકોડ, અમિત કુમાર વગેરે છે. 

No comments:

Post a Comment