‘રાધા રહીશું સદા સંગાથે’ માં દર્શકોને ડબલ ડોઝ
આપવા તૈયાર - મરજીના દિવાન
છેલ્લે છેલ્લે મરજીના દિવાન દર્શકોને નિર્માતા બીજલભાઈની ફિલ્મ હુસૈન બલોચ
દિગ્દર્શિત ‘રસિયા તારી રાધા રોકાણી રણમાં’ માં જોવા મળી હતી. અભિનયનો જાદુ તેના
અંગો અંગમાં છે. તેના બોલવામાં પણ એક માધુર્ય છુપાયેલું જોવા મળે છે. તેની ભાવવાહી
આખો, નદીઓના ઝરણા જેવું સ્મિત, ઝાંઝરના ઝણકાર જેવો તેનો અવાજ, સામેથી ચાલી આવતી
હોય તો ગમે તેની આંખો ત્યાં જ અટવાઈ જાય તેવું રૂપ તેની આગવી ઓળખ છે. મરજીના જયારે
૧૦ વર્ષની હતી ત્યારથી જ તે અભીંય કરતી આવી છે. તે ઉંમરે તેણે એક આલ્બમમાં કામ
કરેલું. આટલી નાની ઉંમરે એક્ટિંગ એવું લોકોને થાય પણ તેમના પપ્પાનું એક સપનું હતું
કે મારી દીકરી અભિનયક્ષેત્રે આગળ વધે. ૧૩ – ૧૪ વર્ષની ઉંમરે તો મરજીના દિવાને
‘રાધા વિના શ્યામ સુનો’ ફિલ્મ પણ સાઈન કરી લીધી હતી અને તેમાં ભૈનાય પણ કર્યો હતો.
એટલે તે ફિલ્મ મરજીનાની પ્રથમ ફિલ્મ ગણી શકાય. અત્યાર સુધીમાં ૨૨ જેટલી ગુજરાતી
ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી મરજીના ‘રાધા રહીશું સદા સંગાથે’ ફિલ્મમાં એક જુદા
તદ્દન જુદા જ અવતારમાં દર્શકોને જોવા મળશે. આ લખનારનો મત છે. જબરદસ્ત એક્ટિંગ
તેમણે આ ફિલ્મમાં કરી બતાવી છે. આ ફિલ્મમાં લવ, ઈમોશન, એન્ટરટેઈનમેન્ટ, સસ્પેન્સ
વગેરે તમામ તત્વો છે.
પ્ર – આપના પાત્ર વિષે?
ઉ – આ ફિલ્મમાં તમે મને એક અલગ અંદાઝમાં જોશો.
અત્યાર સુધી મે ફક્ત હસતી, રમતી અને ગીતો ગાતી હિરોઈન તરીકે જ ફિલ્મો કરી છે. હા,
અગાઉ પણ હું નેગેટીવ કેરેક્ટર ભજવી ચુકી છું. પણ આ ફિલ્મમાં મારા ડબલરોલ છે. જેમાં
એક પાત્ર પોઝીટીવ છે તો બીજું પાત્ર તેના વિરુદ્ધ નેગેટીવ છે. જે દર્શકોને આ
ફિલ્મમાં મારા બંને પાત્રો, મારા બંને શેડ એક સાથે જોવા મળશે. પાત્ર વિષે વધારે તો
હું કશું નહિ કહી શકું પણ તમે ફિલ્મ જોશો તો ખબર પડશે કે ફિલ્મમાં કેવા કેવા
પ્રયાસો કરાયા છે. દર્શકોને મારી આ ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.
પ્ર – ડબલરોલ તમે પ્રથમ વાર ભજવી રહ્યા છો. તમે
તેનાથી કેટલા ઉત્સાહિત છો?
ઉ – આ ફિલ્મથી મારો ઉત્સાહ બેવડાઈ ગયો છે કારણ કે
આ ફિલ્મમાં મારા ડબલરોલ છે તેનાથી મને ખૂબ જ ખુશી થાય છે કે હું મારી આ ફિલ્મમાં
મારા બંને પાત્રોને પૂરતો ન્યાય આપી શકી. એક મારી ઈચ્છા પણ હતી કે કંઇક હટકે કરવું
જે મે આ ફિલ્મ દ્વારા કર્યું છે. જયારે તમે એક પાત્ર ભજવતા હો છો ત્યારે તે પાત્ર
જ તમારા મનમાં રમતું હોય છે અને જયારે ડબલ ભૂમિકાને ન્યાય આપવાનો આવે છે. ત્યારે
તમારે જે આગળના દ્રશ્યમાં ભજવેલું પોઝીટીવ પાત્રને ભૂલી જવું પડે છે અને તુરંત
નેગેટીવ એક્ટિંગ કરવી પડે છે. જે ખરેખર મારા માટે આ એક નવો અનુભવ હતો. બંનેમાં
ચહેરાના હાવભાવ, સંવાદોની સ્ટાઈલ, તમારો અભિનય તદ્દન વિપરીત બની જાય છે. મને આ
ફિલ્મના બંને પાત્રો ભજવવામાં કોઈ મુશ્કેલી નથી પડી કારણ કે એક કલાકાર માટે અભિનય
જ તેનું ઘરેણું છે. જો તે તેને જ કરવામાં મુશ્કેલી અનુભવે તો તે કલાકાર માટે બહુ જ
ખરાબ વાત છે. કલાકાર માટે રોલ મહત્વનો નથી પણ અભિનય મહત્વનો છે. પછી ભલે તે કોઈપણ
રોલ હોય. ચાહે કોલેજ ગર્લનો હોય કે કોઈ વૃદ્ધાનો હોય.
પ્ર – નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરીને કેવું
લાગ્યું?
ઉ – મને બહુ જ સારૂ લાગ્યું. મને એવું નહોતું
લાગતું કે હું આ ફિલ્મ કર આવી છું. એક ફેમીલી જેવું બધા હળીમળીને કામ કરતા હતા. મે
ખૂબ મન લગાવીને આ ફિલ્મમાં કામ કર્યું અને હું એટલું કહીશ કે બધા કલાકારો,
નિર્માતા, દિગ્દર્શકનો મને પૂરો સહકાર મળતો હતો. અમને કામ કરવામાં કોઈ મુશ્કેલી
નથી પડી. કારણ કે અમે કામમાં એટલા વ્યસ્ત હતા કે નાની નાની મુશ્કેલી આવે તો પણ ખબર
નહોતી પડતી અને તે આ યુનિટના લીધે સોલ્વ થઇ જતી હતી.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment