ગીતા પ્રજાપતિએ ઉજવ્યું વડસાવિત્રી વ્રત
વડસાવિત્રીની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી
રહી છે. ભારતીય મહિલાઓ પતિની દીર્ઘાયુ માટે વડ પૂજા અને સાવિત્રી વ્રત રાખે છે.
વડસાવિત્રીની પૂજાનો અનેરો મહિમા છે. જેમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી ગીતા
પ્રજાપતિએ પણ આ વ્રત ઉજવ્યું હતું. ભારત દેશની ભૂમિ એટલે દેવોની ભૂમિ, સંસ્કારની
ભૂમિ, તહેવારોની ભૂમિ, વ્રતોની ભૂમિ. હિંદુ શાસ્ત્રો મુજબ વ્રતોનો મહિમા ખૂબ જ
વધારે છે. ગીતા પ્રજાપતિએ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી છે જેને તમે પડદા પર જોઈ હશે.
ઘણા દર્શકોને એવું હોય છે કે આ બધા કલાકારો આવા વ્રત કરતા હશે તો તેમની પણ એક
જીંદગી છે. તેઓ પણ સામાન્ય જીવન જ જીવતા હોય છે.
No comments:
Post a Comment