શ્વેતા ભટ્ટના લખેલા સોન્ગ્સ જેમાં ‘કયું
હુઆ.....’ હોય કે ‘ભૂલા દિયા.....’ રીલીઝ થવાના બાકી છે તે ‘જોગન’ કે ‘આદત
બુરી.....’ વગેરે દરેક સોંગ પોતાના જીવન અનુભવો વર્ણવે છે
આપણા ગુજરાતમાંથી કંઇ કેટલાય
લોકો કે સિતારાઓ હિન્દી ફિલ્મો કે ગીતો તરફ ગયા છે. ખરૂ કહો તો તેઓની કેરિયર જ
ત્યાંથી શરૂ થઇ છે. પરંતુ જે લોકો એકવાર હિન્દી ફિલ્મો તરફ વળી જાય છે તે ગુજરાત
તરફ ફરીને જોતા પણ નથી. આજે વાત કરવી જે મૂળ ગુજરાતની શ્વેતા ભટ્ટની જે વર્ષોથી
દુબઈમાં સ્થાયી થયેલી છે. શરૂઆતમાં હિન્દી સોન્ગ્સના લીરીક્સ લખવાથી તેમણે પોતાની
આવડત બતાવી. કોલેજ સમયનો આ શોખ અનાયાસે જ પોતાનો પ્રોફેશન બની ગયો એવું તેમણે
જણાવ્યું હતું. કોલેજમાં શ્વેતા તેની અંગ્રેજીમાં કવિતા કે પોએમ વગેરે તેની
ફ્રેન્ડસને સંભળાવતી તો તેના ફ્રેન્ડસને તે બહુ ગમતું હતું. તેમાં જ તેની એક
ફ્રેન્ડના પિતા બોલીવૂડ મુવીમાં આસી. ડિરેક્ટર હતા. જેને શ્વેતા સોંગ લખે છે તે
માલુમ પડ્યું. શ્વેતા ભટ્ટનું પ્રથમ લખેલું સોંગ હિન્દીમાં ‘ભૂલા દિયા.....’ છે જે
દર્શકો યુટ્યુબ પર સુગર ઝેડ ઝેડ ઝેડ (sugarzzz) સર્ચ
કરીને જોઈ શકે છે. જેમાં શેતા ભટ્ટે તે સોંગ તો લખ્યું જ છે સાથે સાથે તમે તે
સોંગમાં તેનો અવાજ સાંભળી શકો છો અને બોલીવૂડ અભિનેતા એઝાઝ ખાન સાથે અભિનય કરતા પણ
જોઈ શકો છો. આપણને ક્યારેક ખબર નથી હોતી કે આપણે જે ગીત જોઈ રહ્યા છીએ તે કલાકાર
મૂળ ગુજરાતી છે. મારી પણ મુલાકાત શ્વેતા ભટ્ટ સાથે ફેસબુક પર જ થઇ હતી. તેમને
દુબઈમાં તો બધા લોકો જાણે જ છે પણ મૂળ ગુજરાતી હોવાથી તેને પોતાના રાજ્ય પ્રત્યે
ગર્વ છે. તેથી તે હવે અહીં ભારતમાં પોતાની કેરિયર બનાવવા માટે કોઈ સારી ઓફરની રાહ
જોઈ રહી છે. હિન્દી ફિલ્મ ‘આશિકી 2’ નું
એક હિન્દી વર્ઝન દુબઈમાં રીલીઝ થયું હતું. તેઓ પોતે ભારતીય હોવાથી કહે છે કે જો
બહારના દેશમાં લોકો મારા સોંગ વખાણે છે તો મારે આવા જ સોંગ લીરીક્સ મારા દેશ માટે
પણ લખવા છે. ત્યાનું ૧૦ ટકા પણ જો કામ શ્વેતા ભારત માટે કરશે તો તેને બહુ જ ખુશી
થશે. મારામાં જે આવડત છે તે લોકો જુએ અને એવું નથી કે મારે દુબઈમાં જ રહું છું તો
ત્યાંજ લોકોને મનોરંજન પૂરું પાડું. જો મને હિન્દી ફિલ્મના સોંગ લખવા માટેની ઓફર
આવશે તો હું અત્યારે જે પ્રકારે સોંગ બની રહ્યા છે તેના કરતા સારૂ આપવાનો પ્રયત્ન
કરીશ. હાલમાં પણ મારે અમુક પ્રોજેક્ટ છે જે અન્ડર પ્રોસેસ છે જેના વિષે હું હાલ
કંઇ કહી નહિ શકું. પણ હા તે સોંગ માર્કેટમાં આવશે એટલે ધૂમ મચાવી દેશે જેમ અત્યારે
‘ભૂલા દિયા.....’ સોંગ અહીં અને વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે. શ્વેતા કહે છે કે
જો અહીં જ મને કામ મળે તો મારા ભારત માટે અને ગુજરાત માટે કામ કરીને ઘણી જ ખુશી
અનુભવીશ.
અત્યાર સુધીમાં શ્વેતા ભટ્ટે જેટલા પણ
સોન્ગ્સ લખ્યા છે જેમાં ‘કયું હુઆ.....’ હોય કે ‘ભૂલા દિયા.....’ કે પછી તેમના
રીલીઝ થવાના હજી બાકી છે તે ‘જોગન’ કે ‘આદત બુરી.....’ વગેરે દરેક સોંગ તેમણે
પોતાના અનુભવમાંથી જ કંઇક ને કંઇક રજૂ કર્યું છે. તે એનું પણ ખાસ ધ્યાન રાખે છે કે
દરેક ગીતના શબ્દો લોકોને સાંભળીને પોતે જ લલકારવા માંડે. એને તે પોતાનું જ લાગે.
દરેક ગીતલેખકની તે જ ખૂબી હોય છે કે તે પોતાનું ગીત લોકોની વચ્ચે લઇ જઈ શકે. એવું
પણ નથી કે જીવનમાં બોલતા વધારે પડતા શબ્દોનો ઉપયોગ સોંગમાં વધુ થયો હોય. એને મેલડી
મેકિંગ કહેવામાં આવે છે. જો તમે કોઈપણ સોંગ સાંભળતા હો તો એક જ વાર સાંભળવાથી તે
સોંગની ધૂન તમારા મનમાં ઉતરી જાય અને તમને તે ગમવા માંડે.
દાખલા તરીકે એક રૂમમાં દસ લોકો બેઠા હોય અને
તમે કોઈ વાત રજૂ કરો તો જરૂરી નથી કે તે દસમાંથી બધા લોકો તમારી વાત સમજી જાય.
કદાચ બે લોકો જ તમારી વાત સમજી શકે તેવું બને. એમાં એ જરૂરી છે કે તમારી સમજાવવાની
રીત ક્યા પ્રકારની છે. આ રીતે જ શ્વેતા ભટ્ટ પોતાનું સોંગ સમજાવવા ભલે દસ લોકો
તેના શબ્દો ના સમજે પરંતુ જે શિક્ષિત વર્ગ છે જેને શબ્દો વિષે ઘણી બધી જાણકારી છે
તે તો સમજી જ જાય છે. થોડા સમય પહેલા જ શ્વેતા ભટ્ટનું એક સોંગ ઝી મ્યુઝીક
પ્રસ્તુત અરિજિત સિંગ સાથે રીલીઝ થયું ‘કયું હુઆ.....’ જેમાં શ્વેતા ભટ્ટે તે સોંગ
ગાયું તો છે જ સાથે સાથે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ તેમણે તેમાં આપ્યું છે. ખરૂ પૂછો
તો શ્વેતા ભટ્ટને ફક્ત સોંગ લખવાનો જ શોખ હતો અને શરૂઆત પણ તેમણે સોંગ લખવાથી જ
કરી હતી. સાથે સાથે હનીસિંહની બેકઅપ ટીમ સાથે કામ કર્યું છે. બિલાલ સઈદ, ફલક
શબ્બીર વગેરે પાકિસ્તાની ગાયકો સાથે તે કામ કરી ચુકી છે. જેઓ તમામ દુબઈમાં પણ
સિંગર તરીકે ખૂબ જ પોપ્યુલર છે. તેમના મ્યુઝીક કમ્પોઝર અલી મુસ્તફા જે તેમના મોટા
ભાઈ જેવા છે એમના જ કહેવાથી કે એમણે કહેલું કે તું માઈક પર કેમ નથી ગાતી? તો જયારે
શ્વેતા ભટ્ટે આ વાત માનીને જયારે પોતાનું સોંગ પોતે જ ગાયું ત્યારે અલી મુસ્તફાએ
કહ્યું કે તું તારા સોંગ બીજા ગાયકો પાસે ગવડાવે છે તો તું પોતે જ એક તારૂ સોંગ
ગાઈને માર્કેટમાં લાવ. ખૂબ જ પોપ્યુલર થશે અને આજે શ્વેતા ભટ્ટ સોંગ લખતા લખતા
સિંગર અને આર્ટીસ્ટ તરીકે ભારત બહાર ખૂબ જ પ્રખ્યાત છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment