તારક
મહેતાના પૂર્વ ડાયરેક્ટર ધર્મેશ મહેતા કિરદારોની શોધમાં વડોદરા આવ્યા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની શરૂઆતથી ૫૦૦ એપીસોડ ડાયરેક્ટ કરનારા ડાયરેક્ટર
ધર્મેશ મહેતા શુક્રવાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા.ધર્મેશ મહેતાનું માનવુ છે કે ગુજરાતી
બેકગ્રાઉન્ડની સિરિયલ માટે ગુજરાતી યુવક-યુવતીઓની પસંદગી સફળ સાબિત રહેશે. કારણ કે
ગુજરાતી યુવક-યુવતીઓ સિરિયલમાં જેટલું નિભાવી શકશે એટલુ કદાચ અન્ય ન નિભાવી શકે.
ખાસ હીરો-હીરોઇનની શોધમાં આવેલા ધર્મેશ મહેતાને આજે શહેરના ઘણા યુવક-યુવતીઓએ
એક્સપ્રેસ રેસિડેન્સી, અલકાપુરી ખાતે મળી પોતાના ફોટો અને ફોન નંબર
આપ્યા હતા. ત્યારે આગામી સમયમાં તેઓ વડોદરા ખાતેથી મળેલા ફોટોમાંથી પસંદગી પામેલા
યુવક-યુવતીઓના ઓડિશન્સ પણ કરવાના હોવાની વાત તેઓએ જણાવી હતી. જ્યારે સાંજે ૫.૩૦
કલાકે તેમણે શહેરની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની મુલાકાત લીધી હતી. અને મ્યુઝિક
કોલેજના વિદ્યાર્થીઓને પણ તકનો લાભ લેવા ઉપરાંત ડાયરેકશન અને મુંબઇની ફિલ્મ-
સિરિયલ ઇન્ડસ્ટ્રી અંગે ટિપ્સ આપી હતી.
નવરાત્રીનો વૈભવ
વરસાદને કારણે ન જોવાયો તેનો અફસોસ વ્યક્ત કર્યો
વડોદરાનાં ગરબા ખુબ જ પ્રખ્યાત છે. નવરાત્રી પર્વ હોવાને
કારણે વડોદરા ખાતે એક દિવસની મુલાકાતે ધર્મેશભાઇ નવરાત્રીમાં ગરબે ઘૂમતા
ખેલૈયામાંથી કોઇ સારો ચહેરો દેખાઇ જશેની આશાએ આવ્યા હતા. પરંતુ વરસાદને કારણે તેઓ
ગરબાની મુલાકાતે જઇ શક્યા ન હતા. જેથી 'વરસાદને કારણે
વડોદરાના ગરબાનો વૈભવ હું નિહાળી શક્યો નહીં' એવો અફસોસ તેમણે
વ્યક્ત કર્યો હતો.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પહેલા ૫૦૦ એપિસોડ્સનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યા પછી
પોતાના બૅનર હેઠળ ‘આર. કે. લક્ષ્મણની દુનિયા’નું સફળ નિર્માણ અને દિગ્દર્શન
કરનાર ગુજરાતી કલાકાર ધર્મેશ મહેતા હવે ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશવા માગતા કલાકારો
માટે તક ઊભી કરી રહ્યા છે. તેઓ
અભિનયની વ્યવસ્થિત તાલીમ લઇને બૉલીવુડ અને ટેલિવુડમાં પ્રવેશ કરી શકે તે માટે
તેમણે નમનરાજ એક્ટિંગ સ્ટુડિયોની લોખંડવાલા, અંધેરી ખાતે સ્થાપના કરી છે. ૯ વર્ષની ઉંમરે તખ્તા પર બાળકલાકાર તરીકે અભિનયનો પ્રારંભ
કરનાર ધર્મેશ મહેતાએ બૅક સ્ટેજ અને દિગ્દર્શન-નિર્માણ
પણ કર્યું. ધર્મેશ
મહેતા કહે છે, બેટ્ટે ડેવિસે કહ્યું હતું કે આંતરિક દષ્ટિ અને ચમત્કૃતિ
વગર અભિનય માત્ર વેપાર બની જાય છે, પણ આ બંનેનો સમન્વય થાય ત્યારે
તે સર્જન બને છે. અને આ જ ઉક્તિને સાર્થક કરવા રંગભૂમિ
પ્રત્યે સમર્પિત, નિષ્ઠાવાન અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ઉત્તીર્ણ થયેલા પરેશ
પારેખ, શરદ વ્યાસ અને અન્ય અનુભવી શિક્ષકો તેમના
સ્ટુડિયોમાં કલાકારો સર્જવા તૈયાર છે.
ત્રણ મહિનાના કોર્સમાં અભિનયની સઘન તાલીમ
આપ્યા બાદ સક્ષમ કલાકારોને તેમની સિરિયલ તથા તેમના પ્રોડકશનના અન્ય સાહસોમાં
અભિનયની તક આપવામાં આવશે.
તમને કદાચ યાદ હશે કે વર્ષો પહેલા ‘રજની’ નામની એક સીરીયલ સપ્તાહમાં
એકવાર દર્શાવાતી હતી જેમાં પ્રિયા તેંડુલકરે સરળ અભિનય આપ્યો હતો તેમાં પણ સામાન્ય
માનવીના, તે સમયના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. સબ ટીવી પરથી ઓફીસ
ઓફિસમાં પંકજ કપૂર જેવા તગડા કલાકાર હતા અને તેમાં નાના નાના પ્રશ્નો માટે સમય અને
પૈસા વેડફતા માનવીની વાતને રજૂ કરાઈ હતી. જેમાં લાંચ – રુશ્વત જ સાથે ફાઈલ સાથે
સામાન્ય માનવીને ફંગોળાતો બતાવાતો હતો.
ધર્મેશ મહેતાએ
જયારે ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’ બનાવવાની જાહેરાત કરી કે તરત આપણા માનનીય વડા
પ્રધાન શ્રી મનમોહનસિંહના અભિનંદન આપતો સંદેશ મળ્યો હતો જેનાથી ધર્મેશ મહેતાનો
ઉત્સાહ બમણો થયો હતો.
ધર્મેશ મહેતા આ
ક્ષેત્રે નવા નથી. મૂળ ભાવનગરના વતની અને મુંબઈમાં સ્થિર થયેલા ધર્મેશ મહેતાને
બાળપણથી જ અભિનયનો શોખ હતો. ૧૯૭૯ માં બાળ કલાકાર તરીકે પ્રવેશ કાર્યો હતો. ધીરે
ધીરે આ ક્ષેત્રે તેઓ ઘણું શીખ્યા. આઈ.એન.ટી. જેવી સંસ્થા સાથે તેમણે બેક સ્ટેજમાં
પણ ઘણું કામ કર્યું અને નાટકની દુનિયાની ઝીણામાં ઝીણી જાણકારી મેળવી ત્યારપછી
‘ચીલઝડપ’ નામના નાટકનું સ્વતંત્ર દિગ્દર્શન પણ કર્યું. આ વર્ષ ૧૯૮૬ નું હતું.
ત્યારપછી
ક્રિએટીવ આર્ટ નામની નાટ્ય સંસ્થાની સ્થાપના કરી અને આ બેનર હેઠળ ૧૭ થી ૧૮ જેટલા
સફળ નાટકોનું સર્જન પણ કર્યું. આ નાટકોમાં સખણા રેજો રાજ, બળવંત અને બબલી, જેમાં
ટીકુ તલસાણીયા જેવા કલાકાર હતા. આવતી કાલનું અજવાળું, જય હો જમનાદાસ જેવા નાટકો
હતા. પહેલેથી જ તેમનો રસ હળવા નાટક અને હળવા છતાં હેતુલક્ષી સાથે સામાન્ય માનવીને સ્પર્શતા
વિષયો તરફનો રહ્યો છે અને એટલે જ ધર્મેશ મહેતાએ ફરી સામાન્ય માનવીના ભારેખમ
પ્રશ્નો પર અજમાયશ કરવાનું નક્કી કર્યું છે.
‘તારક મહેતાકા
ઉલ્ટા ચશ્મા’ ના ૫૦૦ જેટલા એપિસોડનું દિગ્દર્શન સુકાન સંભાળ્યા પછી ધર્મેશ મહેતાએ નમનરાજ
પ્રોડક્શન પ્રાઈવેટ લીમીટેડની સ્થાપના કરી છે જેમાં તેઓ અને તેમની પત્ની જીજ્ઞા
મહેતા સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
ગ્લેમર જગત,
નાટક, રોચક, સીરીયલ અને ફિલ્મની નગરી, પાછી દારૂબંધી પણ નહિ એટલે છાંટો પાણીથી શરૂ
કરીને પેગ પર પેગ ચડાવીને કામ કરનારા અહીં આ ક્ષેત્રમાં તમને સામાન્ય રીતે ભટકાઈ
જશે. ડ્રીંક સાથે સિગરેટનો શોખ ધર્મેશ મહેતાને પણ હતો. તેઓ સહજતાથી આ ટેવ કહો તો ટેવ
અને અપલક્ષણ કહો તો તેનો સ્વીકાર કરે છે. પરંતુ તેઓને વાપી પાસે આવેલા ધરમપુરના શ્રીપદ
રામચંદ્ર આશ્રમનું, એક ધાર્મિક નાટકના દિગ્દર્શનનું તેડું આવ્યું. તેઓ ત્યાં રહ્યા
ત્યારે ત્યાં ગુરુના ગાઢ પરિચયમાં આવ્યા. આ ગુરુ સાથેના સત્સગે ધર્મેશ મહેતા પર
એટલી ઊંડી અસર કરી કે તેમણે દારૂ પીવાનો છોડી દીધો, સિગરેટ ફૂંકવાની છોડી દીધી અને
આજની તારીખમાં તો ડુંગળી – લસણ પણ ખાતા નથી. તેમનું જીવન એકદમ બદલાઈ ગયું છે. ધર્મેશ
મહેતાનું મોસાળ ભાવનગર નજીકના મહુવા શહેરમાં આવેલું છે.
-- ગજ્જર નીલેશ
No comments:
Post a Comment