‘ધર્માત્મા – એક દાનવીર’ માં આઈટમ સોંગ કરતી જોવા
મળશે - જીયા
ઘણા
લોકો પોતાની રીલ લાઈફ અને પોતાની રીયલ લાઈફ બંને વચ્ચે ગજબનું સંતુલન જાળવી રાખતા
હોય છે. તેઓ પૂરતો સમય પોતાના પરિવારને પણ આપતા હોય છે અને એટલે કે પ્રમાણમાં ઓછો
સમય કામ પાછળ લગાડતા હોય છે. કારણ કે તેઓનો એક પરિવાર છે. તેમની સાથે પણ તેમણે
થોડો સમય આપવો પડે છે અને કોઈ એક્ટ્રેસના લગ્ન બાદ તો તેની જવાબદારીઓ બેવડાઈ જાય
છે. એક તો બાળકોના શિક્ષણ પર પણ ધ્યાન આપવાનું અને બીજી તરફ પોતાના કામમાં પણ એટલા
જ રચ્યાપચ્યા રહેવાનું. આજે આપણે એક આવા જ અભિનેત્રી – ડાન્સર જીયા જી વિષે વાત
કરવાની છે જેઓ બંને ઘરની અને પોતાના કામની બંને જવાબદારીઓ બખૂબી નિભાવી રહ્યા છે. મૂળ
અમદાવાદના જીયા જી ધોરણ ૧૦ નો અભ્યાસ પૂર્ણ કરી આ કલાના ક્ષેત્ર સાથે જોડાયા. લગભગ
આ ફિલ્ડમાં સાત – આઠ વર્ષથી કાર્યરત જીયા જીએ પોતાના કેરિયરની શરૂઆત નોનસ્ટોપ
ધમાકા નામના એક આલ્બમથી કરી હતી. જેમાં અત્યાર સુધી તેમણે ૩૦ થી ૩૫ આલ્બમો કરી
ચુક્યા છે. જેઓએ ગુજરાતી મોટા પડદા પર શરૂઆત કરી ફિલ્મ ‘હું તો જોઉં મારા સાજણની
વાટ’ થી. જેમાં સૌરભ રાજ્યગુરુ સાથે તેઓએ લીડ ભૂમિકા ભજવી હતી. ટૂંક સમયમાં જીગ્નેશ
પંચાલ નિર્મિત અને હિમાંશુ પટેલ દિગ્દર્શિત ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ માં તેઓ
એક આઈટમ ડાન્સ કરતા નજરે પડશે. જે ફિલ્મ એક ડોન પર આધારિત છે. ફિલ્મમાં કમાલનું
કાસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાં જીત ઉપેન્દ્ર અને કોમલ ઠક્કરણી જોડી એક જુદા જ
અંદાઝમાં દર્શકોને જોવા મળશે. જીયા જી જે સોંગ પર પોતાનો ડાન્સ બતાવવા જઈ રહ્યા છે
તે સોંગમાં એકપણ શબ્દ નથી. ખરેખર વિચારમાં પડી ગયા ને મિત્રો. પણ હા, આ ગીતમાં ફક્ત
સંગીત જ છે એકપણ શબ્દ નથી. શબ્દો વગરના સોંગ પર પણ ડાન્સ કરી શકવો તે જીયા જીની એક
આગવી શૈલી છે.
પ્ર – તમે આઈટમ સોંગ જ કરશો કે અભિનય પણ કરશો?
ઉ – એક્ચ્યુલી મને આઈટમ સોંગ કરવું વધારે પસંદ છે
કારણ કે મારે ઘરની જવાબદારી પણ છે અને મને એક શોખ છે કે હું ગમે તે રીતે લોકોનું
મનોરંજન કરૂ. તેથી જ હું આ ક્ષેત્રમાં આવી છું. આઈટમ સોંગ જે છે તે તમારું માઈન્ડ
એકદમ ફ્રેશ કરી દે છે. તમે ફિલ્મ જોઈ રહ્યા હો તો રોના ધોના વગેરે સીન સાથે વચ્ચે
આવતા સોંગ માટે પણ અમુક ચોક્કસ વર્ગ છે. જેઓ ફિલ્મના દરેક ગીતમાંથી એક આઈટમ સોંગ
પર જ સીટીઓ વગાડે છે.
પ્ર – આઈટમ ગર્લ પર જે રીતે લોકો કોમેન્ટ્સ કરે
છે તેને શું કહેશો?
ઉ – દરેક ફિલ્મી પ્રેક્ષકોની ફિલ્મો જોવાની અલગ
અલગ રીત હોય છે. કોઈ એક્શન જોવા છે, કોઈ ફિલ્મમાં રોમાન્સ જોવા આવે છે. તો કોઈને
વળી એક કલાકાર હોય કે આ કલાકાર છે તે ફિલ્મ તો જોવી જ પડશે એમ કહી આવે છે અને તેના
પરથી જ તેઓ એવું બોલતા હોય છે કે આ ફિલ્મમાં આ અભિનેતાનો અભિનય આ વખતે ખૂબ સારો
નહોતો. તો એવી કોમેન્ટ્સ તો કલાકારો માટે સામાન્ય થઇ ગઈ છે. જેના પર હું વધુ ધ્યાન
નથી આપતી.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરી
કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા જીગ્નેશ જી અને દિગ્દર્શક
હિમાંશુ જી સાથે કામ કરીને એક અલગ જ અનુભવ મને મળ્યો. સેટ પર સતત મોજ – મસ્તીવાળું
વાતાવરણ રહેતું હતું. મને એમ લાગ્યું જ નહિ કે અમે એક ફિલ્મ શૂટ કરી રહ્યા છીએ.
જાણે એમ જ લાગતું હતું કે અમે કોઈ પ્રવાસમાં આવ્યા હોઈએ કે કોઈ પીકનીક પાર્ટી માટે
આવ્યા હોઈએ તેવું લાગતું હતું.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment