હેન્ડીકેપ બાળકો માટે કંઇક કરી બતાવવાની દિલથી
તમન્ના છે - પરાક્રમસિંહ (કાલી)
ગુજરાતી ફિલ્મોમાં ઘણા ખરા કલાકારો પોતાના રીયલ નામ કરતા પોતાના
ઉપનામથી વધારે ઓળખાતા હોય છે. અભિનય સમ્રાટ કહો એટલે તરત પદ્મશ્રી ઉપેન્દ્ર
ત્રિવેદી જ યાદ આવે. એમ અહીં પણ આપણે એક એવા કલાકારની વાત કરવી છે જેઓ પોતાના
ઉપનામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ પ્રખ્યાત છે. જેઓનું નામ પરાક્રમસિંહ ઉર્ફે
‘કાલી’ છે. કોઈનું ઉપનામ આમનામ નથી પડી જતું. કોઈ કલાકારણી પોતાની ખાસિયત પર તે
નામ લોકોએ તેમને પ્રેમથી આપેલું હોય છે. પરાક્રમસિંહનું પણ એવું જ છે. વર્ષો પહેલા
એક ફિલ્મ આવેલી ‘પ્રતિઘાત’ જે ફિલ્મમાં મેઈન વિલન ચરનરાજના પાત્રનું નામ ‘કાલી’
હતું. જેના જેવો અદલ લૂક ધરાવતા પરાક્રમસિંહનું નામ ત્યારથી ‘કાલી’ પડી ગયું. ૨૨
વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત પરાક્રમસિંહે ૧૫૦થી પણ વધુ આલ્બમો, ઘણી ટેલીફીલ્મો
બનાવી. ત્યારબાદ તેમની એક ફિલ્મ આવી ‘રેતીના જવતલ’. નાનપણથી અભિનયનો શોખ ધરાવતા
તેઓ વધુ ખલનાયક બનવાની જ ઈચ્છા ધરાવતા કારણ કે ખલનાયકણી ભૂમિકામાં પોતાની
અભિનયક્ષમતા પુરવાર કરવા ઘણા બધા સ્કોપ હતા. ફિલ્મોમાં ભલે તેઓ એકદમ ન ગમતા પાત્રો
પડદા પર સાર્થક કરતા હોય પરંતુ ખરેખર જીંદગીમાં તેઓ એકદમ માયાળુ સ્વભાવ ધરાવે છે.
ભાવનગરમાં કોલેજ દરમિયાન ‘કાલી ભાઈ’ તરીકે વધુ પ્રખ્યાત પરાક્રમસિંહે તે સમયે ખૂબ
જ સંઘર્ષ કરીને તથા અહીંના કાર્યક્રમોમાં પોતાનો ફાળો આપીને નાટ્યકલામાં પોતાનું
યથાયોગ્ય યોગદાન આપેલું.
પ્ર
– ‘ઓઢણી’ ફિલ્મના આપના પાત્ર વિષે.
ઉ
– મારી ફિલ્મ ‘ઓઢણી’ નું પાત્ર એકદમ સાઉથ લૂક ટાઈપ જબરદસ્ત છે. ભાઈજીનો એટલો
અન્યાય હોય છે લોકો પર કે તેઓ ભાઈજીનું નામ પડતા જ ફફડવા માંડે છે. આ ફિલ્મ ‘ઓઢણી’
ફક્ત ભાષાથી જ ગુજરાતી ફિલ્મ છે બાકી તો આખી ફિલ્મનો લૂક સાઉથ ફિલ્મની સમાંતરે
બનાવવામાં આવ્યો છે. કદાચ આ પહેલી ફિલ્મ હશે જેમાં તમામ મસાલો છે. જેમકે એક્શન,
લવ, ડ્રામા, કોમેડી વગેરે. તેમાં હું ઈશ્વર ઠાકોરના પિતાના રોલમાં છું જે ભજવવામાં
મને ખૂબ જ મજા આવી. આના માટે હું નિર્માતા શૈલેશ શાહનો ખૂબ જ આભારી છું કે તેઓએ
મારા પર મારી એક્ટિંગ પર વિશ્વાસ મૂકી મને આ પાત્ર કરવાની પ્રેરણા આપી. તેમની સાથે
કામ કરીને મને અને મારા સહકલાકારોને ખૂબ જ આનંદ થયો કારણ કે શૈલેશ શાહ જેવા
નિર્માતાઓ પાસે કલાકારોને પારખવાની શક્તિ છે.
પ્ર
– આપનું પ્રિય પાત્ર?
ઉ
– મારું પ્રિય પાત્ર આ ફિલ્મ ‘ઓઢણી’ નું ભાઈજીની છે તે અને હમણાં મે એક ફિલ્મ કરી
‘અમો આદિવાસી’ જે ફિલ્મનું પાત્ર પણ મારું પ્રિય છે. અત્યાર સુધીમાં ગુજરાતી
ફિલ્મો તો મે ઘણી કરી પરંતુ મારી અંદરના કલાકારને જગાડીને જે છુપાયેલી પ્રતિભા જો
કોઈએ બહાર કાઢી હોય તો વસંત નારકર સાહેબે અને બીજા વિરાટ મોદી જેમણે મને ‘જિંદગીના
જમા ઉધાર’ માં એક એવો રોલ આપ્યો જેમાં હું મારી પ્રતિભા પુરવાર કરી શક્યો.
તેઓને જીંદગીમાં ફક્ત એક જ તમન્ના છે કે તેઓ
હેન્ડીકેપ બાળકો માટે કંઇક કરી શકે અને તેઓ આ બાળકો પર આધારિત એક હિન્દી ફિલ્મ
બનાવવાનું પણ વિચારી રહ્યા છે. જે ફિલ્મનું દિગ્દર્શન પણ તેઓ જ કરશે અને જેમાં
જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી, રેખા, અજય જાડેજા, વિનોદ કામ્બલી વગેરે કલાકાર,
ખેલાડીઓ ગેસ્ટ રોલ નિભાવશે. સિને મેજિક પરિવાર તરફથી આપને દિલથી શુભેચ્છા છે કે
આપનું જે સપનું છે તે જલ્દીમાં જલ્દી સાકાર થાય.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment