બાદલ રાજપૂત પર દશામાંના
આશીર્વાદ છે જેથી અત્યારે તેનું નામ ગુંજે છે
નવી મોસમ સાથે ગુજરાતી પડદે નવા નવા ચેહરાઓ દેખા દઈ રહ્યા
હોય તેવું લાગી રહ્યું છે. આ માધ્યમ જ એવું છે કે જ્યાં આવવા માટે સૌ કોઈ લલચાઈ
જાય છે. મનમાં અનેક રંગીન સપનાઓ સજાવેલા હોય અને જયારે પ્રથમ તક મળી જાય તો ખરેખર
જે પામ્યાનો અહેસાસ થાય તે અનન્ય હોય છે. આવા જ સપનામાં રાચતા આણંદ જીલ્લાના વલાસણ
ગામના બાદલ રાજપૂત ઘણા સમયથી આલ્બમ ક્ષેત્રે સારૂ એવું નામ ધરાવે છે. શરૂઆત એક
નાના બેન્ડ દ્વારા થઇ જેમાં બાદલ રાજપૂત ભજન કરતા હતા. ત્યારબાદ થોડા ડાયરાઓ પણ
કરી લેતા હતા. તેમને હજુ સુધી કોઈએ સાથ સહકાર નથી આપ્યો. તેઓ જાત મહેનતથી ઘડાયેલા
કલાકાર છે. આ પણ એક દાદ માગી લે તેવી વાત છે કે તમારી સાથે કોઈ ન હોય છતાં પણ તમે
સફળતાના સોપાન સર કરી શકો. ઘરે બેસીને ગીતો લખતા અને પોતે તે જ ગીતો શ્રોતા સમક્ષ
ગાઈને સંભળાવતા. એવું પણ નથી કે તેઓએ આગળ આવવા માટે મહેનત નહિ કરી હોય. ઘણી જગ્યાઓ
પર જઈને કામ માટે વાત કરી. પરંતુ જેવું થવું જોઈએ તેવું થયું નહિ. છતાં પણ નિરાશ
થયા વિના પોતાનું કામ ચાલુ રાખ્યું. એટલે તેમણે પોતાનું જ એક આલ્બમ બનાવ્યું જેમાં
તેમને સારી એવી સફળતા મળી. ત્યારબાદ આલ્બમો માટે બાદલ રાજપૂતને ઓફરો આવવા માંડી. તેમના
જાણીતા આલ્બમોમાં મેલડીમાંણો ઢેકુડો, અમર ઘોડાની માં મેલડી, ડી.જે. દશામાં લેર
કરાવે ભાઈ, માં દશામાના આશીર્વાદ, દેવી દશામાં કિયો તમારો મલક, દેવી દશામાનો પાવર
વગેરેમાં ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ સોંગ ગાયા અને તે ગીતોમાં પોતે
અભિનય પણ કરી બતાવ્યો. બાદલ રાજપૂતે ગયેલા અને પ્રખ્યાત થયેલા ગીતોમાં ‘વડલા તારૂ
પાન ઉડી ઉડી જાય છે.....’, ‘ઝરમરીયાળું પાન માતા, પાને પાને માં તારા દીવા બળે
રે.....’ વગેરે સારા અને કર્ણપ્રિય બન્યા
છે. જેને ચાહકોએ ખૂબ વખાણ્યા હતા.
ગુજરાતી
ફિલ્મોમાં બાદલ રાજપૂતે હજી સુધી આગમન નથી કર્યું પરંતુ ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ
અભિનેત્રીઓ કોમલ ઠક્કર, શર્મિષ્ઠા મકવાણા, રિયા મહેતા તથા અભિનેતાઓમાં કમલેશ
બારોટ, વિક્રમ ઠાકોર વગેરે સાથે કામ કર્યું છે. બાદલ રાજપૂતે ત્રણેક જેટલી ટેલી
ફિલ્મો પણ કરી છે જેમાં ભાથીજી મહારાજની ‘શુરવીર ભાથીજી મહારાજ’ અને કમલેશ બારોટ
સાથે ‘દશામાં તારી દીકરી રોએ રણમાં’ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment