facebook

Friday, 4 September 2015

yamini joshi

 ‘કોઈ મારગ બતાવો મારી ગોરીના દેશનો’ આ મારી કારકિર્દીની શરૂઆતની પ્રથમ ફિલ્મ છે – યામિની જોશી 


    કોઈપણ ક્ષેત્રની ફિલ્મોનો ભૂતકાળ જોવો કે વર્તમાન સમય જોવો તમને તેમાં દર બીજી ફિલ્મે એક માં નું પાત્ર તો મળી જ જશે. ચાહે એ મરાઠી ફિલ્મો હોય, હિન્દી ફિલ્મો હોય કે આપણી ગુજરાતી ફિલ્મો હોય. પેલો ગુજરાતી ફિલ્મોનો જુનો અને હવે તો ખૂબ જ ચવાઈ ગયેલો ડાયલોગ ‘કોની માના દીકરાએ સવા શેર સુંઠ ખાધી છે, જો ખાધી હોય તો આવી જાય મારી સામે લડવા’ આવા ડાયલોગ પહેલાની લગભગ ઘણી ફિલ્મોમાં કોમન હતા. પહેલાની માતાઓ ગુજરાતી ફિલ્મોમાં રોઇધોઇને જ પોતાનો આખો રોલ પૂરો કરી નાખતી. એને કંઇ કરવાનું આવતું જ નહિ માત્ર આંસુડા સારવાના અને જરૂર પડે તો એકડો ડાયલોગ મારી દેવાનો બસ. ગુજરાતી ફિલ્મોમાં માતાને અનેરૂ સ્થાન આપ્યું છે અને તે તો આખા જગતમાં નિરાળી જ છે. કહેવાય છે કે ભગવાન બધી જગ્યાએ એકસાથે નથી પહોચી શકતા એટલે તેમણે માતાનું સર્જન કર્યું. ગુજ્જુ માતાઓ પહેલા નહોતી એટલે સુંદર કે દેખાવડી તે તો હતી કમજોર, અશક્ત, પતિનું જ મને તેવી ભોળી વગેરે આવા તો કેટલાય વિશેષણો તેના માટે લાગી શકે. પણ આમાં ફેરફાર આવ્યો એક ગુજરાતી ફિલ્મોમાં યામિની જોશીના આવતાની સાથે જ. એક લેટેસ્ટ, પ્રભાવશાળી, ઠસ્સાદાર અને રાજઘરાનાની માતા જેવી લગતી યામિની જોશીએ ગુજરાતી ફિલ્મોમાં માતાનું સ્વરૂપ જ બદલી નાખ્યું. જેમની ટૂંક સમયમાં ફિલ્મ આવી રહી છે ‘કોઈ મારગ બતાવો મારી ગોરીના દેશનો’ જેમાં તેમણે જે માતાનું પાત્ર ભજવ્યું છે તે પણ પ્રશંસનીય છે.

પ્ર – આપના પાત્ર વિષે જણાવશો.
ઉ – આ ફિલ્મની વાત થઇ ત્યારે મને કેરેક્ટર રોલની ઓફર હતી. એક ઠકરાણીની એના ૩ સીન હતા અને માતાના રોલમાં સીન વધારે હતા પણ વિધવા માં નો, ત્યારે મે વિધવા માં નો રોલ સ્વીકાર્યો. આ મારી અભિનયની પ્રથમ ફિલ્મ. જેમાં એક માં ને પોતાનું ગુજરાન ચલાવવામાં કેવી પરીસ્થીતીમાંથી નીકળવું પડે છે. જયારે એના પતિનું પણ દેહાંત થયું હોય છે. જેમાં એક ગામની  છે. જ્યાં આધુનિક સગવડતાઓનો અભાવ છે. ત્યારે સંજોગોમાં મારૂ બાળક વચન લે છે કે હું મારા ગામમાં બધી સુવિધાઓ લાવીશ. જેથી જે મારી જીંદગીમાં બન્યું એ બીજાને ના બને. આવી એક પારિવારિક ફિલ્મ છે સાથે પ્રેમ અને પ્રેમના દુશ્મનો. ને ભાઈ – બહેનની લાગણીના સંબંધ. આવું ઘણું બધું ચેહ ફિલ્મમાં.

પ્ર – ફિલ્મોમાં તમે માતાના પાત્રને કેવી રીતે મૂલવો છો?
ઉ – હું માતાના વિષે કેશુ કહેવા બહુ નાની છું. પણ હા, જયારે જયારે માતાનું પાત્ર ભજવું છું ત્યારે હું મારી માં પપ્પા અને મારૂ બાળક (પ્રહર્ષ) ને જરૂર યાદ કરું છું. પણ હા, હું જયારે આ ફિલ્મ કરતી હતી ત્યારે ઘણા લોકોએ મને કહ્યું કે તમે વિધવા માતાનો રોલ કર્યો તો તમને હવે આવા જ રોલ મળ્યા કરશે. પણ મને કોઈ એક કેરેક્ટરમાં બંધાવું નહોતું. મને મારા કિરદારોમાં વેરીએશન લાવવું ગમે છે. આથી હું ઘણા ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની આભારી છું કે એમણે મારા પર વિશ્વાસ રાખીને મને અલગ અલગ રોલ કરવાનો મોકો આપતા રહે છે. અને મને બરાબર ના લાગે તો હું ઘણી ફિલ્મોને ના પાડી દઉં છું.

પ્ર – તમે આવી રીતે ના પાડો છો તો તેઓ તમારાથી નારાજ નથી થતા?
ઉ – થાય જ છે. ના પાડવી કોઈ સહેલી વાત નથી. એક તો તમારું કામ હાથમાંથી જાય છે. તમારી એક ફિલ્મ ઓછી થાય છે અને સંબંધમાં તિરાડ પડે તે પણ જોવું રહ્યું. કારણ કે અમુક નિર્માતા – દિગ્દર્શકોને ખોટું લાગે પણ ખરૂ. પણ તે અઘરૂ નથી જો તમે તમારા કામ પ્રત્યે સજાગ નહિ હોઉં તો તમે ઇન્ડસ્ટ્રીઝમાંથી ફેકાઈ જશો. જેવા મળે તેવા રોલ સ્વીકારવા લાગશો તો એ તમારી કેરિયર પર પણ અસર કરે છે. એક્ટિંગની એક આખી દુનિયા છે જેમાં અનેક પાત્રો છે જે મારે હજુ કરવાના બાકી છે. મારે એકના એક પાત્રો કરીને કોઈ પાત્રમાં બંધાઈ નથી જવું. મને ખુદ મારી જાતને ચેલેન્જ દેવી બહુ ગમે છે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરીને કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા હસમુખભાઈ પરમાર બહુ જ સારા એવા વ્યક્તિ મહેનતુ અને લાગણીશીલ છે. ખાલી એ જ નહિ એમનો પૂરો પરિવાર પ્રેમાળ છે. એમના પત્ની, બે બાળકો, ઘરના વડીલ અને ગ્રામજનો બધા જ હસમુખભાઈનો સાથ આપતા હતા. આ ફિલ્મને ભલે વાર લાગી પણ ડબ્બામાં નથી રહેવા દીધી. આ ફિલ્મને પડદા પર લાવવા માટે નિર્માતા હસમુખભાઈ પરમાર અને હીરો પ્રકાશ પટેલ આ બંનેએ બહ્હું મહેનત કરી. આ ફિલ્મ મે કરી ત્યારથી હસમુખભાઈની ફેમીલી સાથે ઘર જેવા વ્યવહાર બંધાયા છે. ફિલ્મના દિગ્દર્શક સત્તારભાઈ હતા જેઓ પણ સ્વભાવે ખૂબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. ને આ ફિલ્મમાં મારી ઓળખાણ કરાવનાર કિશોરભાઈ ગોટી હતા.  

પ્ર – આપની દિવાળી કેવી રીતે ઉજવો છો ને દિવાળી વિષે શું કહેવું છે?
ઉ – દિવાળી આ ખુશીઓનો તહેવાર છે. આ એક જ તહેવાર જેમાં આપણે આપણી માટે જ નહિ બલકે ઘરના બધાય સદસ્યો માટે ખરીદારી કરીએ છીએ અને ઘર માટે પણ. દિવાળી એટલે નરેન્દ્ર મોદી એક સમાન સ્વચ્છતા અને સાફ સફાઈ કરીને વાતાવરણ સુંદર કરવું. દિવાળીમાં મને સૌથી વધારે શોખ રંગોળી બનાવવાનો છે અને આખા ઘરની આજુબાજુ ખૂબ જ વધારે દીવડાઓ પ્રગટાવવાનો શોખ છે. બસ આ મારૂ દિવાળી પર્વ.
    હું મારા દર્શકોને અને સિને મેજિકના વાચકોને બસ એટલું જ કહીશ કે કોઈને તકલીફ ના પડે એવી રીતે ફટાકડા ફોડજો એવી મારી વિનંતી. હપ્પી દિવાળી અને નવા વર્ષના સુને અભિનંદન.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment