facebook

Friday, 4 September 2015

khyati madhu

પોતાની આસપાસના લોકો પાસે એટલી જ અપેક્ષા રાખે છે કે તમે જે મારા પર વિશ્વાસ મુક્યો છે તેનો હું કદી ‘વિશ્વાસઘાત’ નહિ કરું - ખ્યાતી મધુ


    સાત વરસ પહેલા પોતાના અભિનય યાત્રાની શરૂઆત કરનાર ખ્યાતી મધુ ટૂંક સમયમાં પરેશ સંઘવીની ફિલ્મ ‘વિશ્વાસઘાત’ માં જોવા મળવાની છે એક અલગ અંદાઝમાં. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘પ્રીત ભરી ઓઢણી’ હતી. જેમાં તેમની સાથે નિશાંત પંડ્યા હતા. ત્યારબાદ ચાર વરસ સુધી ડી.ડી.ગીરનાર પર ત્રણ સીરીયલો ‘વાર્તાનું વિમાન’, ‘લખેલા પારસની તકતી પર’ તથા અન્ય એક સીરીયલ છે. આ ફિલ્મ પહેલા ‘જિંદગીના જમા ઉધાર’ માં એક જબરદસ્ત વેમ્પની ભૂમિકાની સાથે સાથે એક સોંગ પણ ખ્યાતી પર ફિલ્માવવામાં આવેલું અને શૈલેશ શાહની ફિલ્મ ‘ઓઢણી’ માં પણ એક આઈટમ સોંગ કરેલું છે. ઉપરાંત એક હિન્દી ફિલ્મ ‘ક્લોઝ ડોર’ અને એક માલવી મુવી કિરણ કુમાર અને પ્રમોદ માઉથો સાથે કરી ચુકી છે. એક ટોપની આર્ટીસ્ટ બનવા માગતી ખ્યાતી દર્શકોને કહે છે કે તમારી જે કોઈપણ ફીલિંગ્સ છે તેના લીધે તમારે તમારા કોઈપણ ફ્રેન્ડસને ચીટ કરવાની જરૂર નથી. બધી વસ્તુ તમે શાંતિથી વાત કરીને પણ એનો ઉકેલ આવી શકે છે. પોતાના મમ્મી અને પપ્પાને પોતાના આઈડલ માનતી ખ્યાતી પોતાની આસપાસના લોકો પાસે એટલી જ અપેક્ષા રાખે છે કે તમે જે મારા પર વિશ્વાસ મુક્યો છે તેનો હું કદી ‘વિશ્વાસઘાત’ નહિ કરું 
 
પ્ર – આપના પાત્ર વિષે કહેશો.
ઉ – મારા પાત્ર વિષે હમણાં તો હું કંઇ જ નહિ કહી શકું. કારણ કે આ એક સસ્પેન્સ ફિલ્મ છે. અમે બધા મિત્રો હોઈએ છીએ જેઓ પીકનીક પર ગયા હોઈએ છીએ. જેમાં એવી ઘટનાઓ બને છે કે બધા એકબીજાની સામે જુએ છે કે આ કર્યું તો કર્યું કોણે. ‘વિશ્વાસઘાત’ ફિલ્મ એક સસ્પેન્સ સ્ટોરી અને હું મારા પાત્ર વિષે કહી દઈશને તો સસ્પેન્સ જે અમે જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે સસ્પેન્સ જળવાશે નહિ. હું એવું માનું છું કે આ પાત્ર વિષે બોલવામાં હું ચુપ રહું તો જ યોગ્ય છે. કારણ કે સસ્પેન્સ ફિલ્મમાં કોઈપણ વાત લીક થઇ જાય તો ફિલ્મ જોવાની મજા મરી જાય છે.

પ્ર – તમે અગાઉ અમુક ફિલ્મોમાં આઈટમ સોંગ પણ કર્યા છે. હવે તમે એક્ટિંગ તરફ કેમ વળ્યા?
ઉ - એવું નથી, મે મારી શરૂઆત તો એક્ટિંગથી જ કરેલી છે. પણ જેમ ફિલ્મોમાં ફક્ત એક્ટિંગ આવડવી જરૂરી નથી તેમ તમારા પોતાના કામમાં પણ ફક્ત તમને એક વસ્તુ જ આવડતી હોય તો તમારી કલા સીમિત રહી જાય છે. હાલના સમય પ્રમાણે તમારામાં મલ્ટી ટેલેન્ટ હોવું જરૂરી છે જેના થકી તમે કોઈપણ કામ કરી શકો છો અને મારે આ ઇન્ડસ્ટ્રીઝમાં એક આઈટમ ગર્લ બનીને નહોતું રહેવું. મારે મારી બીજી આવડત પણ દેખાડવી હતી. તેથી જ મે અમુક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે અને સાથે સાથે ડાન્સ પણ કર્યો છે.  

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરવાનો અનુભવ જણાવશો.
ઉ – બીપીનજીને તો હું વર્ષોથી ઓળખું છું. ઇવન એક્ટિંગની પ્રથમ શરૂઆત મે બીપીનજી સાથે જ કરી હતી. મે તેમની જે આ સીરીયલના નામ આપ્યા તેમાં જ મે તેમના દિગ્દર્શન હેઠળ કામ કર્યું છે. પરેશજી સાથે પણ કામ કરવાનો આણંદ આવ્યો. તેઓ ખૂબ જ કો-ઓપરેટીવ છે અને સારા નેચરના છે. આ પ્રોડક્શનમાં મને કામ કરતા હોઈએ ત્યારે જરાય એવી તકલીફ નહોતી પડી કે તમને કામ કરવાનો કંટાળો આવે. તેઓ એક પરફેકશનીસ્ટ જેવા માણસ છે. કોઈ વસ્તુંમાં તેઓ એમ નથી કહેતા કે આ નહિ હોય તો ચાલશે. તેઓને જેવું મટીરીયલ જોઈએ જેવું તેઓ અમારી જોડે એક્ટિંગ બતાવવા માંગતા હતા તેઓએ તેવું મટીરીયલ ફિલ્મોમાં વાપર્યું અને અમારી એક્ટિંગ પણ તેઓને સાથ – સહકારથી ઓર નીખરી. મને યાદ છે કે મારે એક સીન પાણીની અંદર કરવાનો હતો. મને પહેલેથી પાણીથી ખૂબ ડર લાગે છે એટલા માટે હું કદી કોઈ વોટરપાર્કમાં કે સ્વીમીંગ પુલમાં પાણીમાં નથી જતી અને જાઉં તો પણ મારી પૂરી સેફટી સાથે જાઉં છું. તો તે સીન માટે પહેલા હું તૈયાર નહોતી પરંતુ બીપીન સર અને સ્મિતા દીદી જે તેમના રાઈટર અને આસીસ્ટંટ ડિરેક્ટર છે તે લોકોએ મને ઘણો સપોર્ટ આપ્યો. તે ક્ષણ હું ક્યારેય ભૂલી નહિ શકું.

પ્ર – કેવા દિગ્દર્શક સાથે કામ કરવાનું વધુ પસંદ કરશો?
ઉ – હજી પણ મને બીપીન સર સાથે કામ કરવાનું વધુ ગમશે અને જે ડિરેક્ટરો જે સારી ફિલ્મો, પરિવાર સાથે બેસી જોઈ શકાય તેવી માણવાલાયક ફિલ્મો બનાવતા હશે અને જે ખ્યાતનામ ડિરેક્ટરો છે તેમની સાથે કામ કરવું મને ગમશે.
પ્ર – આપનું પ્રિય પાત્ર?
ઉ – હું નેગેટીવ શેડ કરવામાં મને ખૂબ જ મજા આવે છે. નેગેટીવ પાત્ર ભજવવાની મને અંદરથી જ, દિલથી જ, એક ઈચ્છા થાય છે. કેમકે તે પાત્રમાં મને મારી એક્ટિંગ દેખાડવાની ઘણી સ્પેસ મળે છે અને દર્શકો તે કેરેક્ટર લાંબા સમય સુધી યાદ રાખે છે.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment