અહીંના લોકો સાથે કેવા વર્તન, વ્યવહાર રાખવા તે
હું મારા પપ્પા પાસેથી શીખ્યો છું - નદીમ વઢવાણીયા
નદીમ
વઢવાણીયા જેણે ગુજરાતી ફિલ્મોમાં ‘ઘાયલ’ નામની ફિલ્મથી પોતાની ફિલ્મી કેરિયરની
શરૂઆત કરી. ચોકલેટી હિરોમાં હાલના તબક્કે જો કોઈનું નામ લેવું હોય તો તેમાં
નદીમનું નામ લઇ શકાય. કારણ કે તેની ત્રણેય ફિલ્મોમાં તેણે એવા જ પાત્રો ભજવ્યા છે.
તેમની બીજી ફિલ્મ hati ‘પ્રેમરોગ’ જેના દિગ્દર્શક હતા બરકત વઢવાણીયા જેમાં
નદીમના કામની ફિલ્મ મેકરોએ નોંધ લીધી અને હાલ નદીમ પરેશ સંઘવી નિર્મિત અને બીપીન
બાપોદરા દિગ્દર્શિત ફિલ્મ ‘વિશ્વાસઘાત’ કરી રહ્યા છે. અહીં એ પણ જણાવી દઈએ કે
‘પ્રેમરોગ’ ફિલ્મ બરકત ભાઈએ નદીમની વર્ષગાંઠ પર રીલીઝ કરીને તેમના પિતાએ પુત્રને
એક અનોખી ભેટ આપી હતી. બરકત ભાઈ જયારે વીસેક વર્ષના હતા ત્યારે તેઓ આ
ઇન્ડસ્ટ્રીઝમાં હીરો બનવા આવેલા. પરંતુ અમુક સંજોગોના કારણે તેઓ હીરોના બદલે
પ્રોડ્યુસર બની ગયા અને તેમની ઈચ્છા તેમના પુત્ર નદીમ વઢવાણીયાએ પૂરી કરી. નહીતો
હીરોનો પુત્ર હીરો અને દિગ્દર્શકનો પુત્ર દિગ્દર્શક જ બને તેમાં કોઈ અતિશયોક્તિ
નથી.
પ્ર – ‘વિશ્વાસઘાત’ ફિલ્મમાં આપના પાત્ર વિષે.
ઉ – ‘વિશ્વાસઘાત’ ફિલ્મમાં મારૂ પાત્ર એક ૧૮
વર્ષના યંગ બોયનું છે જેનું નામ અક્ષય છે અને જેને નીરજા નામની છોકરી સાથે પ્રેમ
થાય છે. આ ફિલ્મમાં મારો ટાઈટલ રોલ જ છે અને વિશ્વાસઘાત મારી જોડે જ થાય છે. આખું
ચક્રવ્યૂહ મારી જોડે રચાય છે. ખૂબ સરસ સસ્પેન્સ આ ફિલ્મમાં ઊભું કરવામાં આવ્યું
છે. જેમાં એક મર્ડર થાય છે જેની ગુથ્થી ઉલઝતી જ જાય છે. ખ્યાલ નથી આવતો કે મર્ડરર
કોણ છે. જેનું ઇન્વેસ્ટીગેશન હિતુ કનોડિયા અને પી. સી. ડોન કરે છે. ફૂલ એક્શન
ફિલ્મ બની છે જે બહુ જ મોટા ડિરેક્ટર બીપીન બાપોદરાએ દિગ્દર્શિત કરી છે.
પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક સાથે કામ
કરવાનો અનુભવ જણાવશો.
ઉ – બંને સાથે કામ કરવાની મને ખૂબ મજા અવી. બીપીન
બાપોદરા એટલે બહુ જ મોટા દિગ્દર્શકોમાંના એક છે. એમની સાથે કામ કરીને હું પોતાને
નસીબવંતો સમજુ છું કે એમના બેનરમાં મને ફિલ્મ મળી. જયારે મને કોઈ સીનમાં ખ્યાલ ના
આવે કે આમાં ક્યાં પ્રકારે શોટ લેવાનો છે તો તેઓ એક ફ્રેન્ડ તરીકે મને સમજાવતા અને
તેઓ એક ડિરેક્ટર તો હતા જ પણ મને અને બીજા તમામ કલાકારોને તેઓને હસતા હસતા જ
સમજાવ્યા કે આમ નહિ દોસ્ત આમ. જેનો સ્વભાવ અમને ખૂબ જ ગમ્યો કે આવા ડિરેક્ટર હોય
તો કામ કામ ન લાગે એક શોખ લાગે. પરેશજી અત્યારના સારામાં સારા પ્રોડ્યુસરોમાંના એક
છે. એમણે એમની ફિલ્મને પુરતો ન્યાય આપ્યો અને તેઓ પણ આ ફિલ્મમાં એક ખાસ પી. સી.
ડોનની ભૂમિકામાં દર્શકોને જોવા મળવાના છે. તેઓએ આ ફિલ્મમાં ધૂમ મચાવી નાખી છે. હાલ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે ટોપના પાંચ બેનર છે જેમાનું એક બેનર પરેશ ભાઈનું
છે.
પ્ર – તમે તમારા પિતાના દિગ્દર્શન હેઠળ ફિલ્મ કરી
અને હવે બીપીન બાપોદરા સાથે ફિલ્મ કરી રહ્યા છો. તો તમને બંને વચ્ચે શું સામ્યતા
લાગે છે.
ઉ – તે બનેમાં મને ઘણી સમાનતા જોવા મળી જેમકે
બંને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા દિગ્દર્શકો છે. તેઓ ફિલ્મના નાનામાં નાના
કેરેક્ટરને પણ ફિલ્મમાં ઘણું મહત્વ આપે છે. ઓડીયન્સ ફિલ્મ જોઇને બહાર આવે એટલે તેને
નાના આર્ટીસ્ટના ડાયલોગ પણ કંઠસ્થ હોય છે. બીજું એ જણાવીશ કે બરકત વઢવાણીયા એટલે
મારા પિતા જેમની પાસેથી અત્યાર સુધી હું આ લાઈન વિષે, ગુજરાતી ફિલ્મો વિષે, અહીંના
લોકો સાથે કેવી રીતે હળવું – મળવું વગેરે શીખ્યો. મારા પિતા હોવાના નાતે તેમની
પાસેથી મને આટલા સરસ સંસ્કાર મળ્યા. તેઓ બોલે નહિ તો પણ હું સમજી શકું કે તેઓ શું
કહેવા માંગે છે. તેમના મનની વાત હું જાણી શકું છું. બીપીન બાપોદરા એટલે એવા જ
ડિરેક્ટર જેમને હું સમજી ગયો કે એમને શું જોઈએ છે અને તેમને મે એ આપ્યું
‘વિશ્વાસઘાત’ ફિલ્મમાં.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment