અદ્દલ નરેશ કનોડિયા જેવો ચહેરો ધરાવતા નિર્માતા -
સુરેશ માલી
રબારી
સમાજ પર સુરેશ માલીએ એક ખૂબ જ સરસ ફિલ્મનું નિર્માણ કર્યું છે. જે ફિલ્મમાં ગોપાલ
અને રાધાનો બાળપણનો પ્રેમ કેવો નિર્દોષ હોય છે તેની વાત છે. અમુક કિસ્સા જે અત્યાર
સુધી ફિલ્મોમાં આવ્યા છે કે જે બાળપણના પ્રેમીઓ હોય છે તેમને મોટા થતા પોતાનો
પ્રેમ ભૂલવો પડે છે જયારે આ ફિલ્મમાં તે પ્રેમીઓ મોટા થતા તે બંનેના માતા – પિતા
તેમનું સગપણ કરાવે છે. તે દરમ્યાન ગામમાં કોઈ કુદરતી આફતના લીધે યુવાન શહેર તરફ
પોતાના જીવનની ગાડી આગળ ધપાવવા રવાના થાય છે. પોતાના કામથી ફુરસદ મળતા તે ક્યારેક
શાંતિની પળો માણી રહ્યો હોય ત્યારે ત્યાના અસામાજિક તત્વો દ્વારા લોકોને જે ત્રાસ
અપાતો હોય તે દ્રશ્યો જુએ છે અને તેનાથી ના રહેવાતા યુવાન બીજાની મદદ કરી પોતાની
એક જુદી જ ઈમેજ ઊભી કરે છે. જેના બદલામાં તેને એક સજ્જન પાસેથી સારી નોકરી મળે છે.
આ પ્રકારની વાર્તા લઈને આવી રહ્યા છે સુરેશ માલી જેમાં બે પ્રેમીઓ વચ્ચે કે જેઓનું
સગપણ થઇ ચુક્યું હોય તેના વચ્ચે કોઈ બીજી વ્યક્તિનું આગમન થાય ત્યારે શું થાય છે
તે જોવા માટે તો તમારે ફિલ્મની રાહ જોવી પડશે. પોતાના ખરા પ્રેમ માટે તેનો કદી
વિશ્વાસ ન તોડવો તે મેસેજ આ ફિલ્મથી દર્શકોને મળશે. જો તમે તમારા જીવથી પણ વ્હાલા
કોઈને પ્રેમ કરતા હો તો તેમને કોઈ દિવસ દગો નહિ આપવો.
સ્વભાવે એકદમ મળતાવડા સુરેશભાઈ કુદરતના જે વૃક્ષો, છોડ વગેરે છે તેઓના
જાણકાર છે કારણે કે તેઓ પોતે માલી છે. બરોડામાં મકરપૂરા જી.આઈ.ડી.સી. ખાતે બુલડોઝર
પાર્ટ્સ બનાવતી કંપનીના માલિક જેઓ અદ્દલ નરેશ કનોડિયા જેવો ચહેરો મહોરો ધરાવતા
હોવાથી તેઓ તેમના મિત્ર વર્તુળમાં નરેશ કનોડિયાના નામથી જ જાણીતા છે. તેમને જયારે
પૂછવામાં આવ્યું કે તમે પોતે માલી અને ફિલ્મ રબારી સમાજ ઉપર? તો તેઓએ હસતા હસતા
કહ્યું કે અમારી પાસે આ ફિલ્મની વાર્તા ઘણા સમય પહેલાની લખેલી પડી જ હતી અને મારો
વિચાર પહેલા આલ્બમ બનાવવાનો હતો પણ મિત્રોના સહકારથી અમે આ ફિલ્મનું નિર્માણ
કર્યું.
પ્ર – નરેશજીના ડુપ્લીકેટથી તમને કેવા અનુભવો
થયેલા છે?
ઉ – હા, એવું મારી સાથે જયારે હું આ લાઈનમાં
નહોતો ત્યારે થયેલું છે. એક કિસ્સો કહું તમને કે અમે મિત્રો એકવાર અહીં બરોડામાં જ
એક ગુજરાતી ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યાં જોવા ઊભા રહી ગયા તો તે શુટિંગની
ભીડમાંથી મારા પર કોઈની નજર પડી તો તેણે ત્યાં જાહેરાત કરી દીધી કે નરેશ કનોડિયા
પણ આ ફિલ્મમાં છે જુઓ આવ્યા. એટલે ઘણા લોકો મારી ગાડી જે નજીકમાં જ મે ઊભી રાખેલી
ત્યાં આવી પહોચ્યા અને જે હીરો – હીરોઈનનું શુટિંગ ચાલતું હતું ત્યાં એકદમ ભીડ ઓછી
થઇ ગઈ. ત્યારે મને એમ થયું કે નરેશજીના ચાહકો હજી પણ ઘણા છે અને તે ભીડ મે જોઈ
ત્યારે મને પણ એમ થયેલું કે ક્યારેક તો આ લાઈનમાં આવીશ જ.
પ્ર – નરેશજીને જયારે તમે પ્રથમવાર મળ્યા ત્યારે
તમને કેવું લાગેલું?
ઉ – હું તેમને પહેલીવાર ‘ગરવો ગુજરાતી’ ફિલ્મનું
શુટિંગ થઇ રહ્યું હતું હાલોલ ખાતે ત્યારે અમારી બંનેની મુલાકાત થયેલી. મને ત્યાના
લોકો પાસેથી જાણવા મળ્યું કે અહીં અત્યારે જ નરેશ કનોડિયાની ફિલ્મનું શુટિંગ ચાલી
રહ્યું છે. મને થયું કે મારો ચહેરો નરેશજી જેવો તો દેખાય જ છે. તેથી મે તેમને
મળવાનો વિચાર કર્યો અને હું ગયો ત્યાં તો ત્યાના લોકો પણ દંગ રહી ગયા કે હમણાં તો
નરેશભાઈ રૂમમાં ગયા અને અત્યારે બહારથી કેમ આવતા દેખાય છે. જયારે હું નજીક આવ્યો
ત્યારે તેઓને ખબર પડી કે આ ભાઈ તો નરેશજીના ડુપ્લીકેટ છે. નરેશજીએ મને જોયો ત્યારે
તેઓ પણ મને જોઇને આનંદિત થઇ ગયેલા અને મને ભેટી પડેલા. ત્યારે મને અંદાઝ પણ નહોતો
કે હું પણ કોઈ દિવસ આ અભિનયણી લાઈન જ પકડીશ.
‘રાધા
રહીશું સદા સંગાથે’ ફિલ્મના નિર્માતા સુરેશ માલી છે જયારે સહનિર્માતાઓ મંગળભાઈ એસ.
માલી, શાંતાબેન એસ. માલી, નારાયણભાઈ એમ. માલી, મીનાબેન એમ. માલી, દીનાશરણ એસ. માલી
તથા જૂની ગુજરાતી ફિલ્મો ‘મચ્છુ તારા વહેતા પાણી’, ‘મહિયરની ચુંદડી’ ના ડિરેક્ટર
વિભાકર મહેતા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. છબીકલા ભુપેન્દ્ર પંડ્યાની છે
જયારે ડાન્સ માસ્ટર ગુડ્ડુ રાણા અને વીકી ઠક્કર છે. ફાઈટ માસ્ટર રફીક મકરાણી છે.
ગીતકાર ચંદ્રકાંત મકવાણાના ગીતોને સંગીત આપ્યું છે સમીર રાવલે. કલાકારોમાં સુનીલ
કુમાર, નિધી શાહ, રેશમ ઠક્કર. બાળ કલાકારોમાં ગુરુશરણ અને કાજોલ છે. મહેમાન કલાકાર
તરીકે ફિલ્મના નિર્માતા સુરેશ માલી (સુરેશ કુમાર) છે જેઓને સાથે સપના પંડ્યા અને
ઉન્નતી જોશી હશે. જેના પર પ્રથમ સોંગ ફિલ્માવવામાં આવ્યું છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment