‘કોઈ મારગ બતાવો મને ગોરીના દેશનો’ ફિલ્મના
નિર્માતા - હસમુખ ભાઈ
એક ફિલ્મ આવી રહી છે ‘કોઈ મારગ બતાવો મારી
ગોરીના દેશનો’. આ ફિલ્મમાં ગામડામાં રહેતા એક વ્યક્તિના જીવનમાં એવા વમળો આવે છે
કે તેને શું કરવું તે સમજ નથી પડતી. એક તો ગામડાનું જીવન અને પાછું ત્યાની અગવડતા
માટે પોતાના જીવન પર પડતી મુશ્કેલીઓ આ બધું કેવું રીતે પાર પાડવું. ગામમાં કોઈ
બીમાર પડ્યું હોય અને તેને તાત્કાલિક ડોકટરી સારવાર ન મળે તો શું થાય. ગામમાં
સાર્વજનિક એકમોનો અભાવ વગેરે ઘણા કારણો હોય છે. આ બધું અને આનાથી પણ કંઇક વધારે
દાખલારૂપ કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે અને બનતા રહેશે. ત્યારે કેવી પરિસ્થિતિ
સર્જાય છે તેનું પ્રતિબિંબ આ ફિલ્મ દ્વારા પાડવામાં આવ્યું છે. હસમુખ પરમારની
દ્રષ્ટિની દાદ દેવી પડે એમ છે કારણ કે તેઓ પોતે પત્રકાર છે અને તેઓએ જેવું સમાજમાં
જોયું તેવું જ તેઓ લખે છે અને હવે તેઓ તેનાથી પણ એક ડગલું આગળ વધી અને આ બધી
સમસ્યાઓ જે આમ નાગરિકને ભોગવવી પડી રહી છે તેને પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે.
કહેવાય છે કે પત્રકાર એ સમાજનો આયનો છે જે જેવું જુએ છે તેવું જ બતાવે છે. તે
વાસ્તવિકતાના દર્શન કરાવે છે. અગાઉ બે આલ્બમો બનાવી ચુકેલા જેમાં ‘હેડ રાધા
દશામાને ધામ જઈએ’ અને બીજું ‘દશામાના મંદિરે મોરલો બોલે’ છે. આ ફિલ્મના શુટિંગ
દરમિયાન નિર્માતા તરફથી તમામ યુનિટના કલાકારોને પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો હતો.
કોઈને કોઈ પણ જાતની તકલીફ નહોતી પડી. તેવું હસમુખભાઈનું કહેવું છે.
પ્ર
– તમારી આ પ્રથમ ફિલ્મ છે. તો અગાઉ તમે કેવી તૈયારી કરી હતી?
ઉ
– અગાઉ હું આલ્બમ બનાવી ચુક્યો છું અને એમાં હું આ ક્ષેત્રને લગતા અમુક પાસા
શીખ્યો છું. અમુક પાસા પર મે મારી રીતે કામ કર્યું અને જાણવાની મારી ધગશ વધી કે જો
આમ કરીએ તો સારૂ એમ મને લાગ્યું. હાલના તબક્કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ખૂબ જ નીચું
છે જેમાં અમુક અપવાદોને બાદ કરતા ઘાને અંશે ગુજરાતી ફિલ્મો સફળ નથી થતી હોતી. મે
જાણ્યું કે આટલી ઓછી સફળતા ફિલ્મોને કેમ મળે છે તો ખ્યાલ આવ્યો કે ટેકનીકલી જે
રીતે ફિલ્મ બનવી જોઈએ તેમ બનતી નથી. ફિલ્મો બનાવવા માટે એક સૂઝ એક તમારામાં હામ
હોવી જોઈએ કે આવી રીતે જો શૂટ કરવામાં આવે કે આ વસ્તુ પર ધ્યાન આપીએ તો જરૂર સફળતા
મળે છે. ગુજરાતી ફિલ્મો ઓછી ચાલે છે તો તેના માટે કોઈને દોશી ઠેરવવા અસ્થાને છે.
કારણ કે તેમાં કેટલાય લોકોનો ફો હોય છે. જે તમામ પોતપોતાની રીતે કામ કરતા હોય છે
એમાં તમે કોને કહો.
આ ફિલ્મ ‘કોઈ અરગ બતાવો મારી ગોરીના દેશનો’
ના નિર્માતા – દિગ્દર્શક હસમુખભાઈ પરમાર છે. છબીકલા રાજુ જામની છે. ફાઈટ માસ્ટર
શકીલ ખાન છે જયારે ડાન્સ માસ્ટર ખૂબ જ નામી વ્યક્તિ ગુડ્ડુ રાણા છે. સંકલનકાર સુરજ
કે. ગોટી છે. ફિલ્મનું સંગીત પીરસ્યું છે પીયુષ કહારે જયારે તેના પર શબ્દોને મઢ્યા
છે બળવંત પરમારે. ફિલ્મના કલાકારો પ્રકાશ પટેલ, શ્રધ્ધા મોરે, યામિની જોશી,
વિજયસિંહ ગોહિલ, સત્તાર સત્યાવાલા, પ્રકાશ શર્મા, વિશ્વજીત ગઢિયા વગેરે છે. ફિલ્મ
હવે અમુક તબક્કામાંથી પસાર થયા બાદ ટૂંક સમયમાં એટલે કે દિવાળી પર રીલીઝ માટે તૈયાર
થઇ જશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment