facebook

Saturday, 26 September 2015

vijay dalwadi

ટૂંક સમયમાં સંસ્કાર ફિલ્મ્સ ઇન્ટરનેશનલમાં બનશે ‘દિલ દેશી પ્રીત પરદેશી’


ફિલ્મના નામ પરથી ખ્યાલ આવે છે કે એક ગામડાની છોરીનું દિલ પરદેશથી આવેલા યુવક પર આવી જાય છે. ફિલ્મમાં બે હીરો હશે અને બે હિરોઈન હશે. ફિલ્મમાં બહારથી મૂળ ભારતીય પણ ભણીગણીને આવેલા યુવકની અને ગામડાના યુવકની વાત કરવામાં આવી છે. બહાર રહીને પોતાના સંસ્કારો ભૂલી જતા યુવાનો માટે આ ફિલ્મમાં એવો સંદેશ આપવામાં આવશે કે આપણે ભલે ભારતથી બહુ દૂર રહીએ પરંતુ આપણા સંસ્કારોમાં તો ભારતની જ સોડમ આવવી જોઈએ. ફિલ્મના ગીતો હાલ રાહુલ વેગડ દ્વારા લખાઈ રહ્યા છે. જેઓએ આ અગાઉ ‘રસિયા તારી રાધા રોકાણી રણમાં’ તથા ટૂંક સમયમાં જ રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં પોતાની કલમનો જાદુ બતાવ્યો છે. કથા પટકથા વિજય દલવાડીના છે. જેઓ આ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક પણ છે. ઉપરાંત મજેદાર સંવાદો રાહુલ વેગડના હશે. ફિલ્મમાં કુલ છ ગીતો હશે જેમાં એક થીમ સોંગ, એક ટાઈટલ સોંગ, એક વિરહ ગીત અને અન્ય રોમાન્ટિક સોન્ગ્સ હશે. ફિલ્મના કલાકારોમાં રાકેશ બારોટ, પ્રીનલ ઓબેરોય અને રીના સોની સાથે વાતચીત થઇ રહી છે. ફાઈનલ થાય તો આ ત્રણ કલાકારો તો ફિલ્મમાં હશે જ. તથા અન્ય કલાકારોમાં ફિરોઝ ઈરાની તથા નવો ચેહરો પ્રેમ કંડોલિયા પણ હોય તેવી શક્યતા છે. ફિલ્મનું રેકોર્ડીંગ ટૂંક સમયમાં મનોજ વિમલના સંગીત નિર્દેશનમાં શરૂ થશે. બીજા કલાકારોની વરણી હાલ ચાલુ છે. 

No comments:

Post a Comment