facebook

Friday, 4 September 2015

jivraj thakor

જીવરાજ ઠાકોર દિગ્દર્શિત ‘રાધા રહીશું સદા સંગાથે’ પહેલી ફિલ્મ જેમાં ત્રણ ભાઈઓ એક સાથે આવી રહ્યા છે.


    મૂળ વ્યવસાય જે વ્યક્તિનો વેપાર કરવાનો હોય તે વ્યક્તિ ગમે તેમ કરીને પણ બીજું ક્ષેત્ર અપનાવે તો પણ તેનો પેલો વ્યવસાયલક્ષી સ્વભાવ ખોટો નથી. વેપારી લાઈનમાં આ જ મોટી સિદ્ધિ કહેવાય છે. વેપારી ગમે તે નવો વ્યવસાય શરૂ કરે તો તેનું ધ્યાન પહેલા ત્યાં હોય કે આમાં પાડવા જેવું છે કે નહિ? ત્યારબાદ જ તે આગળ વધે છે. વેપારી લાઈનના આવા જ એક મહારથી અને ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં સક્રિય જીવરાજ ઠાકોર વિષે આજે આપણે વાત કરવી છે. દર્શકો નામથી નહિ ઓળખે પણ હું તેમની એક ઓળખ આપું તો તમે ચોક્કસ ઓળખી જશો. જીવરાજ ઠાકોર ગુજરાતી ફિલ્મો જેના નામથી જ હીટ બની જાય છે તેવા વિક્રમ ઠાકોરના મોટા ભાઈ છે અને આ ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ માં લીડ રોલ ભજવી રહેલા ઈશ્વર ઠાકોરના પણ ભાઈ છે. વિક્રમ ઠાકોર સાથે શરૂઆતમાં નાના નાના આલ્બમો કરીને આગળ આવેલા જીવરાજ ઠાકોરે ‘એકવાર પિયુને મળવા આવજે’, ‘બેવફા પરદેસી’, ‘પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય’ જેવી ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા. ‘પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય’, ‘મે તો ઓઢી ચુંદડી તારા નામની’, ‘તને પારકી માનું કે માનું પોતાની’ વગેરે ફિલ્મોમાં પણ પાર્ટનર તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં તો તેમણે જબરદસ્ત કામ પણ કર્યું છે અને આ ફિલ્મ થીયેટરમાં લાગશે એટલે દર્શકોને એક જોરદાર આંચકો આપવા પણ તેઓ તૈયાર છે. કારણ કે આ ફિલ્મ ‘રાધા રહીશું સદા સંગાથે’ માં તેઓ પણ અભિનય કરી રહ્યા છે. કદાચ આ પહેલી ગુજરાતી ફિલ્મ હશે જેમાં ત્રણ ભાઈઓએ સાથે કામ કર્યું હોય. જીવરાજ ઠાકોર, વિક્રમ ઠાકોર અને ઈશ્વર ઠાકોર. જયારે તેઓએ આ ફિલ્મમાં અભિનય ઉપરાંત દિગ્દર્શનણી જવાબદારી સુપેરે નિભાવી છે. હજી પણ એક વાત છે. તેઓએ આ ફિલ્મમાં પોતાના ગીતો પર આર્ટીસ્ટોને નચાવ્યા છે. એક ભાઈ સુપર સ્ટાર અને બીજો ભાઈ રોમાન્ટિક હીરો હોવાથી તેઓ ખૂબજ ખુશ છે.
પ્ર – આપની એક ફિલ્મ આવી રહી છે ‘રાધા રહીશું સદા સંગાથે’ તેના વિષે જણાવશો.
ઉ – આ ફિલ્મ એક લવસ્ટોરી છે જે અમીર ગરીબ વચ્ચે થતા પ્રેમની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. એક ગરીબ યુવાન એક અમીર ઘરાનાની એક યુવતીને પ્રેમ કરી બેસે છે ત્યારબાદ અમુક સમયે તે યુવતીનું કિડનેપીંગ થઇ જાય છે અને ત્યાંથી એક રહસ્યભરી વાર્તા ચાલુ થાય છે. એટલે ફિલ્મમાં સસ્પેન્સ ખાસ ઉમેરવામાં આવ્યું છે સાથે સાથે એક્શન, ડ્રામા, કોમેડી વગેરે તો છે જ. તે યુવક તેની પ્રેમિકા જેનું કીડનેપીંગ થયું છે તેને શોધવા જાય છે અને તેને શહેરમાં કેવા કેવા દાવ ખેલવા પડે છે તેનો આખો ચિતાર આ ફિલ્મમાં જોવા મળશે.
પ્ર – આપના પાત્ર વિષે?
ઉ – આ ફિલ્મમાં હું એક મુનીમજીનું પાત્ર ભજવી રહ્યો છું જે અહીની વાત અહીં ને ત્યાં ણી વાત ત્યાં કરતો હોય તેવો મુનીમ બતાવવામાં આવ્યો છે. સાથે સાથે મારૂ પાત્ર થોડું કોમેડી ટચવાળું પણ બનાવવામાં આવ્યું છે. ગુજરાતી પ્રેક્ષકોને આ પાત્રથી હિન્દી ફિલ્મોમાં કાદરખાન જેમ મુનીમનું પાત્ર ભજવતા તેની યાદ આવી જશે. થોડો મુનીમનો સ્વભાવ ખરાબ પણ દર્શાવવામાં આવ્યો છે એટલે વિલનના માણસ તરીકે.
પ્ર – હાલના તબક્કે ગુજરાતી ફિલ્મો વિષે આપનો શું મત છે?
ઉ – અત્યારના લોકોને કોઈપણ ફિલ્મો હોય જોવી તો છે જ પણ તેઓને ફિલ્મ નિહાળવા માટેના કોઈ સારા વિકલ્પ નથી મળતા. ગુજરાતી ફિલ્મો અમદાવાદમાં તો રીલીઝ થાય છે જે રેગ્યુલર રીલીઝ થાય છે. તેથી અમદાવાદનો પ્રેક્ષક તો ગુજરાતી ફિલ્મો જુએ જ છે. પણ જે નાના શહેરો કે ગામડાઓ છે ત્યાં અમુક ફિલ્મો રીલીઝ થાય છે તો અમુક અહીં અમદાવાદથી જ અટકી જાય છે. ગુજરાતી ફિલ્મો માટે લોકો કહે છે ઓછા થીયેટરો છે પણ જે છે તેમાં તો તમે તમારી ફિલ્મો દર્શાવો. જેટલા થીયેટરો છે તેમાંથી અડધામાં જ ગુજરાતી ફિલ્મો દર્શાવવામાં આવે છે. જ્યાં ગુજરાતી ફિલ્મો જોવાવાળો દર્શક વર્ગ છે ત્યાં ફિલ્મો મોડી રીલીઝ થાય છે.
n  ગજ્જર નીલેશ
NoSpacing style='text-align:justify'> 


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment