facebook

Friday, 4 September 2015

monal patel

જયેશ ઠાકોર નિર્મિત ફિલ્મ ‘કાઠીયાવાડી ઠાકોર’ માં કાઠીયાવાડી મોનલ પટેલ


    ‘જેની ઉપર માલિકની મેર છે, રાજકોટ રંગીલું શેર છે’ આ પંક્તિને સાર્થક કરતુ રાજકોટ શહેર ખરેખર ગુજરાતના મહાનગરોમાં એક અને અજોડ છે. રાજકોટ શહેરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ઘણી લોકપ્રિય હસ્તીઓની ભેટ આપી છે. કારણ કે રાજકોટ શહેરથી જ કલાની શરૂઆત થઇ હતી. ગુજરાતમાં પ્રથમ સ્ટુડીઓ રાજકોટમાં સ્થાપ્યો અને ત્યારબાદ રાજકોટથી આપણને ઘણા એવા કલાકારો મળ્યા જેના વિષે લખવા બેસીએ તો પાનાના પણ ભરાઈ જાય. આપણે પણ આ પુષ્ઠ પર આજે રાજકોટની જ એક એવી એક્ટ્રેસ – મોડેલની વાત કરવી છે. જે થોડા જ સમયમાં આવી રહી છે. ફિલ્મનું નામ છે ‘કાઠીયાવાડી ઠાકોર’. બાદશાહ ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક જયેશ ઠાકોર છે. ફિલ્મના કલાકારોમાં જયેશ ઠાકોર, મોનલ પટેલ, ઓમ સિંહ અને ખુશાલી વાઘેલા પોતાના અભિનયના અજવાળા પાથરશે.  

    બાર સાયન્સ દરમ્યાન તથા કોલેજ દરમ્યાન હના ડ્રામા પળે કર્યા પછી ધીરે ધીરે આલ્બમો તરફ વળ્યા. જેમાં ‘પારેવડા ઉડી જજે અંબેમાને ધામ’, ‘માબાપને ભૂલશો નહિ’, ‘આઈ ખોડીયાર માં’ વગેરે. પરંતુ સાથે સાથે સ્ટડી ચાલુ હોવાથી એવો નિર્ણય નહોતો કે ફિલ્મ લાઈન જ પકડશે. કારણ કે તેઓએ એલ.એલ.બી. કમ્પ્લીટ કરેલું હોય તેઓ વકીલ બનવા ઈચ્છતા હતા. પરંતુ આ ક્ષેત્ર ધીરે ધીરે ફાવી ગયું. પોતાની એક અલગ જગ્યા ઇન્ડસ્ટ્રીઝમાં ઊભી કરી જેથી પછી વકીલાતનું માંડી વાળ્યું. 
પ્ર – ફિલ્મમાં આપનું પાત્ર ક્યાં પ્રકારનું છે?
ઉ – મારી ફિલ્મ ‘કાઠીયાવાડી ઠાકોર’ માં મારૂ પાત્ર મેઈન લીડ છે જેમાં હું એક પોલીસ કમિશ્નરની દીકરીની ભૂમિકા ભજવી રહી છું. ફિલ્મમાં જે હીરો છે તેને એક સજ્જન માણસ તરીકે બધા લોકો ઓળખાતા હોય છે વચ્ચે હીરો અને હિરોઈનની પ્રેમ થઇ જાય છે પણ હીરો ક્યાં પ્રકારનો છે મીન્સ કે તે શું કરે છે તેની વધારે જાણ હિરોઈનને નથી હોતી. એકદમ ફેમીલીડ્રામા movi છે. ફિલ્મમાં એક્શન પણ છે, કોમેડી પણ છે અને એક લવસ્ટોરી પણ છે. મે બહુ ઓછી ગુજરાતી ફિલ્મો કરી છે અને મને આ ફિલ્મમાં કંઇક નવીનતા લાગી એટલે મે આ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો.

પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક સાથેના અનુભવો જણાવશો.
ઉ – જયેશજીનો સ્વભાવ ખૂબ જ સરસ છે તેઓ કોઈપણ કામમાં સહુ કોઈને મદદ કરે છે. એવું નહિ કે હું નિર્માતા છું એટલે મને વિચાર આવે એમ જ કરું. આમ પણ મે એમની સાથે ઘણી ફિલ્મો અગાઉ કરી ચૂકી છું. જેમાં ‘રાખડીનો રખેવાળ’, ‘સાજણ તારી પ્રીત’ અન્ય એક હિન્દી ફિલ્મ પણ જયેશજી સાથે કરી ચુકી છું. દરેક વખતે અમારું યુનિટ એક જ હોય છે એટલે હવે તો અહીં બધા પરિચિત જ છે. જેથી મને અહીં એવું નથી લાગતું કે મારું કોઈ ઘરનું અહીં હોત તો સારૂ હોત. કારણ કે અમે ઘણા વર્ષોથી સાથે કામ કરીએ છીએ એટલે અમે હવે એકબીજાને સમજીએ છીએ. આ યુનિટમાં કામ કરવું મને ખૂબ પસંદ છે.
પ્ર – હિન્દી અને ગુજરાતી ફિલ્મોને તમે કેવી રીતે મુલવો છો?
ઉ – બંને ભાષાની ફિલ્મોને પોતપોતાની રીત છે, બનાવવાની પોતપોતાની અલગ પધ્ધતિ છે. હિન્દી ફિલ્મો વેશ્વિક સ્તરે પહોચાડવાની હોય છે તેથી તેમાં કામ વધી જાય છે. જયારે ગુજરાતી ફિલ્મો ફક્ત બે – ત્રણ રાજ્યો પૂરતી જ સીમિત છે. હિન્દી ફિલ્મોમાં અત્યાધુનિક ટેકનીકનો ઉપયોગ થાય છે જયારે ગુજરાતી ફિલ્મો હજી થોડી પાછળ છે. મારા મંતવ્ય પ્રમાણે એક્ટિંગ તો અઘરી જ હોય છે. કારણ કે વિવિધ ફિલ્મોમાં તમારું પાત્ર બદલાયા કરે છે તેથી તમારી એક્ટિંગ પણ તે પ્રમાણે બદલતી રહેવી પડે છે. બનેનમાં કંઇક નવું શીખવા મળે છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment