ઠાકોર નં. ૧ જેવી ફિલ્મોના સર્જક - ભગવાન વાઘેલા
ગુજરાતી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લેખક – ગીતકાર – નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલા એક મોટું
નામ ગણાય છે. તેમની દરેક ફિલ્મે દર્શકોને કંઇક નવું આપતા ભગવાન
વાઘેલા આ વખતે પણ પોતાની આવનારી બે ફિલ્મોમાં પણ દર્શકોને ચોક્કસ કંઇક નવું આપીને
દંગ કરી દેશે. ગુજરાતી ફિલ્મોના ધરખમ કલાકારોને લઈને જ ફિલ્મો બનાવતા ભગવાન
વાઘેલાણી ફિલ્મોમાં તેઓ આ બધા સુપરસ્ટારો સાથે નવયુવાન કલાકારોને પણ ચમકાવતા રહે
છે. ‘મને રુદિયે વ્હાલા બાપા સીતારામ’ માં લખલૂટ ખર્ચે બનેલી ફિલ્મમાં કલાકારોનો
મસમોટો કાફલો, ‘મારા રાજ ઠાકોરની ચુંદડી’ ણી ઝળહળતી સફળતા બાદ હવે ભગવાન વાઘેલા
‘સાયબા ઢોલા’ અને ‘ઠાકોર નં. ૧’ લઈને આવી રહ્યા છે. આ બધી ફિલ્મોથી દર્શકોના પૈસા વસૂલ
છે. ગુજરાતના અમુક થીયેટરોમાં જ રીલીઝ થયેલી ‘મારા રાજ ઠાકોરની ચુંદડી’ ને ભવ્ય
સફળતા મળી હતી. જેમાં રેશ્મા પુરોહિત અને જગદીશ ઠાકોરની જોડી હતી. આ ફિલ્મોથી
ભગવાન વાઘેલાએ દર્શકોમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. આ જ જોડીને ફરી એકવાર તેઓ
પોતાની આગામી ફિલ્મ ‘ઠાકોર નં. ૧’ માં લઈને આવી રહ્યા છે. સાથે સાથે ‘સાયબા ઢોલા’
માં નવોદિત અભિનેતા કલ્પેશ પ્રજાપતિ હશે. ‘ઠાકોર નં. ૧’ એક એક્શન ફિલ્મ છે જે ટૂંક
સમયમાં રીલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. જેમાં સાત કેબલ ફાઈટ છે.
પ્ર – આપની આવનારી ફિલ્મો વિશ જણાવશો.
ઉ – મારી પહેલી આવનારી ફિલ્મ ‘સાયબા ઢોલા’ છે જે
એક લવસ્ટોરી છે. આ પ્રથમ એવી ગુજરાતીમાં ફિલ્મ બની છે જેમાં ફિલ્મમાં જ એક ફિલ્મની
વાત વણી લેવામાં આવી છે. એક ગામડાનો છોકરો પ્રેમમાં પડેલો હોય છે. તે જે છોકરીને
પ્રેમ કરતો હોય છે તેનાથી જુદા પડવાનો સમય આવે છે. ત્યારબાદ તે છોકરો એક મોટા
સીટીમાં જાય છે જ્યાં તેને એક મ્યુઝીક કંપની બ્રેક આપે છે અને તે ખૂબ મોટો સુપર
સ્ટાર થઇ જાય છે. આ ફિલ્મમાં બાળપણની પ્રીત પણ બતાવવામાં આવી છે. મારી બીજી ફિલ્મ
‘ઠાકોર નં. ૧’ તો ‘ઠાકોર નં. ૧’ છે. જેમાં એક જોશીલા ઠાકોરની વાત છે. જે આમ
ગરીબોનો બેલી છે અને પાપીઓનો સંહારક છે. જે ફિલ્મમાં લવસ્ટોરી પણ છે અને એક્શન પણ
છે. બહુ જ જાણીતા મૌલિક મહેતાએ પોતાની રીતે આ ફિલ્મમાં ખૂબ જ સુંદર મ્યુઝીક આપ્યું
છે.
પ્ર – નવા કલાકારોને ફિલ્મોમાં આવવા પ્રોત્સાહિત
કરશો?
ઉ – હા, કેમ નહિ. આ મારી ફિલ્મ ‘સાયબા ઢોલા’ માં
નવો જ હીરો છે કલ્પેશ પ્રજાપતિ. બીજો કોઈ નવો કલાકાર જેનામાં અભિનય કરી શકવાની
ક્ષમતા હોય અને દર્શકોને તે તેના અભિનય દ્વારા મનોરંજન પૂરું પડી શકવાની ક્ષમતા
ધરાવતો હોય તો હું ચોક્કસ તેને મારી સાથે કામ કરવા પ્રેરીશ.
પ્ર – ગુજરાતના નવા મુખ્યમંત્રી પાસે આપને
ગુજરાતી ફિલ્મો બાબતે શું અપેક્ષા છે?
ઉ – ગુજરાતના નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલથી
મને વિશ્વાસ છે કે તેઓ ગુજરાતી ફિલ્મો માટે કંઇક સારૂ કરશે. તેઓ તૈયારી બતાવી પણ
રહ્યા છે. સબસીડીના પ્રશ્નો જલ્દીમાં જલસી સોલ્વ થાય અને ગુજરાતી સિનેમાને
વધારેમાં વધારે પ્રોત્સાહન મળે.
પ્ર – ગુજરાતી ફિલ્મી ગીતો કેમ લોકજીભે ચડતા નથી?
ઉ – ગુજરાતી ફિલ્મી ગીતોને જેટલી પબ્લિસીટીની
જરૂર છે તેત્ત્લી મળતી નથી. જેમ હિન્દી ફિલ્મી ગીતો માટે ૨૪ કલાકની ચેનલો છે તો
તેવું એક પણ સ્કોપ ગુજરાતી ફિલ્મો માટે ગુજરાત પાસે નથી.
પ્ર – આપની ફિલ્મોમાં આઈટમ સોંગ જેવા મળશે?
ઉ – મારી ફિલ્મ ‘ઠાકોર નં. ૧’ માં મે એક આઈટમ
સોંગ રાખ્યું છે જે દર્શકોને માણવાલાયક બન્યું છે. હા પણ તેમાં અંગપ્રદર્શન નથી.
No comments:
Post a Comment