ગુજરાતી લેખિકા V/S ગુજરાતી ફિલ્મો
વર્ષ ૧૯૮૦માં આવી ‘ભવની
ભવાઈ’. ધીરુબહેન પટેલની વાર્તા પરથી કેતન મહેતાએ બનાવેલી આ ફિલ્મમાં હિન્દી
ફિલ્મ્સના પરફોર્મર્સ હતા. સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, મોહન ગોખલે,
દીના પાઠક વગેરે.
વર્ષા અડાલજાની વાર્તા
‘મારે પણ એક ઘર હોય’ પરથી ૧૯૯૯માં બની ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’. ગુજરાત
ગવર્મેન્ટના એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મમાં કેટલાક સુંદર સમન્વય થયેલા.
ગુજરાતી ફિલ્મ્સ અને ગુજરાતી નવલકથાઓ, આ
બંનેનો સદર્ભ વિચારીએ તો ઘણી ફિલ્મ્સ નજર સામે આવે. પણ ગુજરાતી ફિલ્મ્સ અને સ્ત્રી
લેખિકાએ લખેલી નવલકથા કે નવલિકા, આ સંબંધ ચકાસીએ તો ફક્ત ત્રણ ફિલ્મ્સના નામ મળે.
‘કાશીનો દીકરો’, ‘ભવની ભવાઈ’ અને ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’. ‘કાશીનો દીકરો’
વર્ષ ૧૯૭૯માં વિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા ‘દીકરો’ પરથી બની. કાશી એના દિયરને
મોટો કરે છે. ભરયુવાનીમાં દિયરનું મૃત્યુ થાય છે. પતિની ભૂલને કારણે માતૃત્વ ધારણ
કરી ચુકેલી દેરાણીને બચાવવાનો કાશીનો સંઘર્ષ સુક્ષ્મ રીતે આ ફિલ્મમાં વણી
લેવાયેલો. નાટ્ય દિગ્દર્શક કાંતિ મડિયાની આ પ્રથમ ફિલ્મ. રાગિણી, રાજીવ, રીટા ભાદુરીનો
સુંદર અભિનય. રમેશ પારેખ, રાવજી પટેલ જેવા કવિઓના ગીતો અને ક્ષેમુ દિવેટીયાનું
સંગીત. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
વર્ષ ૧૯૮૦માં આવી ‘ભવની ભવાઈ’. ધીરુબહેન
પટેલની વાર્તા પરથી કેતન મહેતાએ બનાવેલી આ ફિલ્મમાં હિન્દી ફિલ્મ્સના પરફોર્મર્સ
હતા. સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, મોહન ગોખલે, દીના પાઠક વગેરે. ગૌરાંગ
વ્યાસનું સંગીત અને ભવાઈનો ઉપયોગ, બ્રેખ્તિયન સ્ટાઈલન ઉપયોગ કરીને ફિલ્માવવામાં
આવેલો અંત. દુષ્કાળગ્રસ્ત
વિસ્તારમાં આવેલી વાવમાં પાણી તો જ ભરાય જો કોઈ બત્રીસલક્ષણા પુરુષનો ભોગ અપાય અને
એ બત્રીસલક્ષણો પુરુષ દલિત વર્ગનો હોય. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય પારિતોષિક મળ્યા
છે.
ત્રીજી ફિલ્મ વર્ષા અડાલજાની વાર્તા મારે પણ
એક ઘર હોય’ પરથી ૧૯૯૯માં બની ‘મોતીના ચોક રે સપનામાં દીઠા’. ગુજરાત ગવર્મેન્ટના
એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મમાં કેટલાક સુંદર સમન્વય થયેલા. અભિજાત જોષીની પટકથા,
તુષાર વ્યાસના સંવાદ, સંદીપ પટેલનું દિગ્દર્શન, તુષાર શુકલ, માધવ રામાનુજ,
રાજેન્દર શુકલ અને ઝવેરચંદ મેઘાણીના ગીતો, દીપેશ દેસાઈનું સંગીત, હિતેન કુમાર,
રોમાં માણેક અને આરતીનો અભિનય ત્રણેય ફિલ્મોમાં પડદા પર જાણે કોઈ કવિતા જીવાતી હોય
એવું લાગે. કદાચ, સ્ત્રી લેખિકાઓ માનવ મનના અજ્ઞાત ખૂણાને વધુ સારી રીતે સમજી શકતી
હશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment