facebook

Tuesday, 1 September 2015

priyanka chadda

ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકો મીઠા - પ્રિયંકા ચડ્ડા



    રાજસ્થાનની કોટા શહેરની પ્રિયંકા ચડ્ડા આજે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રથમ હરોળની બિનગુજરાતી અભિનેત્રી ગણાય છે. નાનપણથી અભિનયનો શોખ શાળા-કોલેજમાં નાટકો દ્વારા અભિનયમાં નીખાર આવ્યો. મોટા પડદે કંઇક કરવાની ઘેલછા સાથે પ્રિયંકા કોટામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અને પ્રિયંકા પરિવારની સંમતિથી મુંબઈ આવી. રાજસ્થાનમાં રહી તેમણે પ્રથમ રાજસ્થાની આલ્બમથી અભિનય કેરિયર શરૂ કરી. મુંબઈ આવ્યા બાદ થોડી સ્ટ્રગલ કરી અને ભોજપુરી ફિલ્મ ‘જય હો સતી મૈયા’ મળી ત્યારબાદ ‘સાતો જનમ નિફનુ સજનવા’ ધારાવાહિકમાં દમદાર પાત્ર નિભાવ્યું. હરિયાણવી ફિલ્મ ‘હમ ના જુદા હોંગે’ માં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઇ. ધીરે-ધીરે પ્રિયંકાની અભિનય યાત્રાએ વેગ પકડ્યો. ગુજરાતી ભાષા પ્રિયંકાને ન આવડતી છતાં ‘તારે મારે પ્રીત છે ગોરી’ ગુજરાતી ફિલ્મમાં તેમને લીડ ભૂમિકા મળી. પ્રિયંકા સાહસી હતી અને તેમણે આ ફિલ્મની સફળતા અને તેમની અભિનય પ્રતિભા જોઈ ફિલ્મ મેકરો તેમને સાઈન કરવા લાગ્યા. ‘પિયુ તારા વિના મને એકલું લાગે’ માં વિક્રમ ઠાકોર સાથે કામ કરી પ્રિયંકા ખૂબ જાણીતી બની. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના લગભગ બધા સુપરસ્ટારો સાથે પ્રિયંકાએ અભિનયના ઓજસ પાથર્યા છે.

    પ્રિયંકા ચડ્ડા મોટા પડદાની સાથે નાના પડદે પણ ચમકેલી છે. ડીડી-૧ ની ‘સૌતેલા’, ‘જાયેં કહાં’, ‘ચંદ્રમુખી અને જ્યોતિ’ જેવી ધારાવાહિકો કરી છે. આ સિવાય ટી-સીરીઝનું ‘ચલો શની શિંગણાપુર’ આલ્બમમાં કામ કરી ચુકી છે. પ્રિયંકાએ ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હરણફાળ ભરી છે અને ૧૫ થી વધારે ફિલ્મો કરી ચુકી છે. પ્રિયંકાની આગામી ફિલ્મ ‘ઓઢણી’ રીલીઝ થઇ રહી છે.

    આ ફિલ્મ વિષે જણાવતા પ્રિયંકા કહે છે કે ‘ઓઢણી’ એક અલગ જ પ્રકારની ફિલ્મ છે. મારા કો-સ્ટાર રવિકુમાર છે અને દિગ્દર્શક વિક્રમ રાજપૂત છે. મારૂ પાત્ર ઠાકોરની દીકરીનું ભજવી રહી છું. જેમાં મારા બે મોટા ભાઈઓ છે. જેમાં જે મારા એક ભાઈ છે તે મારા લગ્ન તેમના એક કંપનીના પાર્ટનર સાથે નક્કી કરી દે છે અને હું નાનપણથી એક મારા ઘરના નોકરના છોકરા સાથે પ્રેમ કરતી હોઉં છું. જેના જોડે હું લગ્ન કરવા માંગું છું. આ પ્રકારનું મારૂ પાત્ર છે એક પ્રેમિકાનું.   

પ્ર – ગુજરાતી અને રાજસ્થાની ફિલ્મો વચ્ચે શું તફાવત છે?
ઉ – ગુજરાતી ફિલ્મો અને રાજસ્થાની ફિલ્મો વચ્ચે એક તફાવત એ છે કે જેટલી ઓડીયન્સ ગુજરાતી ફિલ્મોની છે તેટલી રાજસ્થાની ફિલ્મોની નથી. છતાં પણ ગુજરાતી ફિલ્મો ખૂબ જ ઓછી ચાલે છે જેનું એક જ કારણ છે કે એકદમ ન સાંભળવી ગમે તેવી વાર્તા ઉઠાવીને તેની મુવી બનાવી નાખે છે પણ તેઓને ખ્યાલ નથી કે આવું કરવાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જ આપણે પાછળ ધકેલી રહ્યા છીએ. તેઓ ફિલ્મ બનાવવામાં બજેટ વધારે રાખે અને કહે કે અમારી આ ફિલ્મ અમે આટલા મોટા બજેટમાં બનાવી છે. જયારે તે બજેટનો જ ઉપયોગ તે લોકો જો પબ્લીસીટી પાછલા ખર્ચ કરે તો ફિલ્મ ચાલવાની જ છે.

પ્ર – સબસીડી બાબત આપનું શું માનવું છે?
ઉ – મારા ખ્યાલથી સબસીડી ચાલુ થવી જોઈએ. કારણ કે જે ગુજરાત સિવાયના બહારના લોકો છે તે પણ ગુજરાતી ફિલ્મો બનાવવામાં રસ લે અને જેમ પહેલા ગુજરાતી ફિલ્મો બનતી હતી તેમજ આગળ પણ સારી ફિલ્મોને સારા-સારા નિર્માતા-દિગ્દર્શકો ન્યાય આપતા રહે.

પ્ર – ગુજરાતી લોકો વિષે?
ઉ – જેમ ગુજરાતની બોલી મીઠી છે તેમજ અહીંના લોકો પણ એકદમ મીઠા છે એટલે જ મને ગુજરાતી ભાષા બોલવી અને ગુજરાતી લોકો સાથે કામ કરવાની મજા આવે છે.

n  ગજ્જર નીલેશ

No comments:

Post a Comment