facebook

Saturday, 26 September 2015

rubina belim

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
રૂબીના બેલીમ – જન્માષ્ટમી એ હિંદુ લોકોનો બહુ મોટો તહેવાર છે છતાં પણ અમે સૌ ઘરના સભ્યો તેને જોવા બહાર ગલીઓમાં કે શહેરમાં જઈએ છીએ. દરેક વ્યક્તિ માટે પોતાના દેવ કે દેવી હોય છે જેને માનવા જ જોઈએ. મને હજી સુધી એવું કોઈ રાધા જેવું પાત્ર નથી મળ્યું પણ જો કોઈ ફિલ્મમાં એવું પાત્ર હશે તો ચોક્કસ કરીશ. મારી અને મારા પરિવાર તરફથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ લોકોને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ. 

nikita soni

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
નિકિતા સોની – રાધા વાગ્યા તારી નૈનોના તીર ફિલ્મમાં તે રાધાના પાત્રમાં જોવા મળી હતી. ઉપરાંત તેની શરૂઆત જ એક આલ્બમમાં રાધાના પાત્ર દ્વારા જ નાણા પડદે થઇ હતી. આમ તો હનુમાનજીની ભક્ત છે પણ જન્માષ્ટમી પર ગરબે ઘૂમવાનું કે મટકી ફોડ નિહાળવાનું ક્યારેય ચૂકતી નથી. તે જયારે પણ મંદિરમાં જાય છે ત્યારે ભગવાનને એક જ પ્રાર્થના કરે છે કે તેનું એકમાત્ર સપનું સાકાર થાય. 

manisha trivedi

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
મનીષા ત્રિવેદી – ઈમેજીન ટીવી પર આવતી સીરીયલ શ્રી સ્વામીનારાયણ ભગવાનમાં તેમણે જીવુબાનો રોલ ભજવેલો. જન્માષ્ટમીના દિવસે મનીષા ત્રિવેદી ચુસ્ત સ્વામીનારાયણ ધર્મ પાળતા હોવાથી આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે અને ભગવાનની સભામાં તેના વિષે જ્ઞાન ગ્રહણ કરે છે. રાત્રે બાર કલાકે આરતીણો લાભ લઈને પોતે પારણા કરે છે. કહે છે કૃષ્ણ જનમની સૌને શુભેચ્છા. 

aarti soni

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
આરતી સોની – જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મ. કૃષ્ણ અને રાધા બંને એકબીજાને દિલથી ચાહતા હતા. એટલા માટે કૃષ્ણ મારા પ્રિય ભગવાન છે. જન્માષ્ટમીમાં યુવકો મટકી ફોડે ચેહ તેના કરતા જો કોઈ જગ્યા પર યુવતીઓ મટકી ફોડે તો પહેલી મટકી મારે ફોડવાની ઈચ્છા છે. મને માખણ અને પંજરી ખૂબ જ ભાવે છે. સૌને મારા તરફથી કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ. 

sushma jadhav

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
સુષ્મા જાધવ – દશામાની સરકાર નામના આલ્બમમાં તેણે રાધા જેવી ભૂમિકા ભજવી હતી. કહે છે કે, અમારી સોસાયટીમાં નવ જેટલી મટકી ફોડવામાં આવે છે જેમાં અમે હોંશે હોંશે અબીલ ગુલાલ અને સાથે પાણીનો પણ મારો ચલાવવામાં આવે છે. જેમાં ખૂબ મસ્તી થાય છે. મટકી ફોડવામાં મારો ભાઈ પણ એક મટકી ફોડે છે જેના માટે અમને આનંદ થાય છે. પ્રસાદીમાં મને પંજરી બહુ જ પસંદ છે. લોકો સાથે હળીમળીને આખો દિવસ કૃષ્ણમય બની જાય છે. જાય શ્રી કૃષ્ણ.  

hetal suthar

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
હેતલ સુથાર – આપણા દેશનો આ એવો તહેવાર છે જેમાં ભગવાનના જન્મની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. જેમણે દુનિયાના દરેક સંકટોમાંથી મુક્તિ મેળવવા ગીતા કહી જે કદી પણ ભૂલાય એમ નથી. જન્માષ્ટમીમાં અમે ખૂબ રાસ ગરબા રમીએ છીએ. બહાર મંદિરોમાં આરતી સમયે રાતના બાર વાગ્યે જવું અને ભગવાનને ઝુલાવવા એ પણ એક અનોખો લહાવો છે. મને શ્રી કૃષ્ણ જન્મમાં મટકી ફોડતા ગોવાળિયાઓ જોવા ગમે છે. એક નાટક જેનું નામ ભૂલી ગઈ છું જેમાં મેં રાધાની ભૂમિકા ભજવી હતી. 

dharmishtha rawal

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ધર્મિષ્ઠા રાવલ – મીરાં સમાન દેખાતી અભિનેત્રીએ રાધાનું નહિ પણ મીરાનું પાત્ર એક આલ્બમમાં ભજવ્યું હતું. તે કહે છે કે કૃષ્ણ એ તો ગોપીઓને બહુ જ હેરાન કરતા પરંતુ ક્યારેય પણ ગોપીઓ તેની ફરિયાદ નહોતી કરતી. કારણ કે તે પજવણી લાગણીભીની હતી. તેમાં સ્વાર્થ ન હતો અને આજની દુનિયામાં લોકો હંમેશા પોતાના માટે જ વિચારે છે. જન્માષ્ટમીમાં દરેકે એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે પોતાના માટે નહિ પણ બીજા માટે જીવવું જોઈએ.  

krishna zala

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ક્રિશ્ના ઝાલા – જન્માષ્ટમી કૃષ્ણના જન્મનો દિવસ જેમાં અભિનેત્રી ક્રિશ્નાને કૃષ્ણ બનીને મટકી ફોડે તેવી ઈચ્છા છે. તેને જન્માષ્ટમીમાં મંદિરોમાં બહાર ફરવું અને ભગવાનના દર્શન કરીને આનંદ મેળવવો ગમે છે. તે સવારથી રાતના કૃષ્ણના જન્મ સમયે પણ મંદિરમાં એ જ રાહ જોતી હોય છે કે ક્યારે કૃષ્ણને પારણે ઝુલાવવાનો લાભ મળે. તેના તરફથી જાય શ્રી કૃષ્ણ.      

gopal rawal

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

ગોપાલ રાવલ – કળયુગનો ક્રિશ્ના નામની દૂરદર્શન પર આવતી સીરીયલ દેખાયા હતા. બજારમાં તેમના અસંખ્ય આલ્બમો હાલ ધૂમ વેચાઈ રહ્યા છે જેમાં રાધિકા (શ્રેયા દવે) આલ્બામાં તેઓ કૃષ્ણના ગેટઅપમાં દેખાયેલા અને રંગદે ચુનરિયા, તોફાની કાનુડો (અંકિતા રાઠોડ) સાથે પણ દેખાયા. ભગવાન ગોપાલની જન્માષ્ટમીમાં આ અભિનેતા ગોપાલે પણ પોતાની સોસાયટીમાં અનેકવાર મટકી ફોડી છે. જયારે જયારે પણ ફિલ્મ કે સીરીયલવાળાઓને કૃષ્ણની ભૂમિકા માટે જરૂર પડી છે ત્યારે આ ગોપાલ રાવલ જ તેમની પહેલી પસંદ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ એક રસોઈ શોમાં પણ ટૂંક સમયમાં ગોપાલ રાવલ કૃષ્ણ બનીને ભોજનનો ચટાકો લેતા જોવા મળવાના છે. 

bharti patel

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ભારતી પટેલ – હું તારી રાધા ને તું મારો શ્યામ નામના આલ્બમમાં ભારતી પટેલ રાધાના પાત્રમાં જોવા મળી હતી. જેમાં ગોવિંદ આહીર નામનો કલાકાર કૃષ્ણના પાત્રમાં તેની સાથે હતો. તેને જન્માષ્ટમીમાં મટકી ફોડ કાર્યક્રમ જોવાની ખૂબ મજા પડે છે અને બહુ આનંદિત થાય છે. શ્રી કૃષ્ણ પ્રેમીઓના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે એટલે તે મારા પ્રિય ભગવાન છે. સૌને મારા તરફથી જન્માષ્ટમી માટે ખૂબ ખૂબ બધાઈ.  

jayesh trivedi

   ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
જયેશ ત્રિવેદી – ચિન્મય મિશન અમદાવાદના નાટક સંભવામિ યુગે યુગેમાં ડબલ રોલમાં જોવા મળેલા. જેમાં એક શ્રી કૃષ્ણનું પાત્ર હતું તો બીજું એડવોકેટનું પાત્ર હતું. જે નાટક જયેશ ત્રિવેદીએ પોતે લખેલું અને દિગ્દર્શક પણ તેઓ જ હતા. જન્માષ્ટમીના દિવસ દરમિયાન તેઓને માખણ મીસરી સાથે ભગવાનની પ્રસાદીરૂપે પંજરી ખૂબ જ ભાવે છે. ભગવાન શ્રીકૃષ્ણને તેઓ હંમેશા સવારમાં યાદ કરીને જ બહાર નીકળવાનું પસંદ કરે છે.  

usha goswami

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ઉષા ગોસ્વામી – તેઓ જન્માષ્ટમીના દિવસે ખાસ પોતાના હાથે ભગવાન શ્રી કૃષ્ણના વાઘા સીવે છે. સાથે સાથે એકદમ સરસ તૈયાર કરે છે અને ત્યારબાદ પૂજા ચાલુ થાય છે. જેમાં ખૂબ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી આરતી કરીને ઘરના બધા બહાર કાર્યક્રમ નિહાળવા ઉપડી જાય છે. જેમાં ઉષા ગોસ્વામી રાત્રે કોઈ સંસ્કૃતિક કાર્યક્રમ અથવા રાસ ગરબા હોય તો મનભરીને ગરબે ઘૂમે છે. 

usha bhatiya

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ઉષા ભાટિયા – એક રાજસ્થાની આલ્બમમાં ઉષા ભાટીયાએ જીગ્નેશ કવિરાજ સાથે રાધાની ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું કે, જન્માષ્ટમી હું અને ભગવાન શ્રી કૃષ્ણનો મારા ઘરના તમામ લોકો કૃષ્ણની પૂજા અર્ચના કરીએ છીએ. બહાર મટકીઓ ફોડવાવાળાની તોલી આવે એને જોઇને ખુશી થાય છે કે લોકો કેટલા કૃષ્ણમય બની જાય છે. જેમાં સાકર, માખણ વગેરે પ્રસાદી રૂપે આપવામાં આવે છે એટલે હું માખણ બહુ જ ખાવ છું જે મને પ્રિય છે. 

heena rajput

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
હીના રાજપૂત – જન્માષ્ટમી મને ખૂબ જ પસંદ છે. કારણકે મુંબઈમાં મટકી ફોડના કાર્યક્રમમાં બહુ ગીરદી જામે છે જે મને જોવાની ખૂબ જ મજા પડે છે. અને સવારમાં અમારા ઘર પર બધા આખું ફેમીલી સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ. આખો દિવસ ખૂબ એન્જોય કરીએ છીએ.  

bimal trivedi

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
બિમલ ત્રિવેદી – તિથી પ્રમાણે શ્રાવણ વદ નોમના દિવસે જ જેનો જન્મદિન આવે છે તે બિમલ ત્રિવેદીએ દૂરદર્શન પર આવતી વ્રતકથાઓમાં બિમલ ત્રિવેદીએ કૃષ્ણનું પાત્ર ભજવેલ અને માત્ર તેમાં જ નહિ તખ્તા પર પણ વૃક્ષમાં બીજ તું નાટક જે નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતું તેમાં પણ કૃષ્ણનું સુંદર પાત્ર ભજવેલ. આઠમના દિવસે તેઓ ખાસ મટકી ફોડ કાર્યક્રમ નિહાળે છે. તે કહે છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. 

ishwar samikar

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ઈશ્વર સમીકર – શેઠ સગાળશા ટેલી ફિલ્મમાં ઈશ્વર સમીકરે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. હાલ ઈશ્વર સમીકર પોઝીટીવ પાત્રો ભજવતા ભજવતા હવે નેગેટીવ શેડમાં પણ જોવા મળી રહ્યા છે. જેઓએ થોડા સમય પહેલા જ માબાપના આશીર્વાદ જેવી સુપરહિટ ફિલ્મમાં અભિનય આપ્યો હતો. તે કહે છે સર્વે મારા ચાહકોને જય રણછોડ.   

jinal rawal

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
જીનલ રાવલ – આ અભિનેત્રીનો નાનો ભાઈ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ બનીને મટકી ફોડવા ગામમાં નીકળે છે. જીનલ રાવલે અત્યાર સુધીમાં આ દારૂડિયાને પરચો દેજો માં દશામાં, દશામાના આશીર્વાદ, ટેલી ફિલ્મ દશામાની સાંઢણી વગેરેમાં અભિનય આપ્યો છે. તે કહે છે હું આ દિવસે ખૂબ જ આસ્થાથી શ્રી કૃષ્ણની પૂજા કરું છું. 

geeta prajapati

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ગીતા પ્રજાપતિ – ૧૫ વર્ષથી સ્ટેજ શો કરી રહેલા ગીતા પ્રજાપતિએ થોડા સમય પહેલા જ શૈલેશ શાહ નિર્મિત ધ લેડી દબંગમાં એક મહત્વની પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી છે. તે કહે છે હું દરરોજ કૃષ્ણની પૂજા કરૂ છું. મને સર્વ દેવોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.    

ratan rangvani

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
રતન રંગવાણી – મારા ભાગમાં ભલે રાવણ જેવા પાત્રો ભજવવાના આવ્યા હોય પરંતુ હું પણ શ્રી કૃષ્ણનો પરમ ભક્ત છું. રાવણ સમાન બળશાળીને પણ એક સમયે ભગવાન સામે ઝૂકવું પડ્યું હતું તો આપણે તો માણસ છીએ. દરેક વ્યક્તિઓએ ઉપરવાળા પર અખૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. સૌને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.

chini rawal

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ચીની રાવલ – ટૂંક સમયમાં આવી રહેલી ફિલ્મ દીકરો મારો વ્હાલનો વારસદારમાં જીત ઉપેન્દ્રની પત્નીના રોલમાં જોવા મળવાની છે તે અદાકારા ચીની રાવલ કહે છે કે કૃષ્ણ ભૂમિ સૌથી ન્યારી છે. ભરત દેશમાં આવા આપણા દેવ થયા તે ભૂમિ પર જ મારો જન્મ થયો તેના માટે હું ગર્વ અનુભવું છું. 

disha patel

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
દિશા પટેલ – સાયબા તારો વ્હાલો લાગે સંગ ફિલ્મમાં દિશા પટેલ રાધા જ બની હતી. તેમાં તેનું નામ પણ રાધા જ હતું.  તેના તરફથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જન્માષ્ટમીની શુભ કામનાઓ.

foram patel

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
ફોરમ પટેલ – સૂર્યકિરણ રાવત સાથે ફિલ્મ ‘ચેહર કે મહેર તો થાય લીલાલહેર’ માં પ્રથમવાર અભિનય આપ્યા બાદ ફોરમ પટેલને એવી પણ ઈચ્છા છે કે ગુજરાતી ફિલ્મમાં રાધાનું પાત્ર ભજવવા મળી જાય. આ મહિનાના એન્ડમાં તેઓ એક તેલુગુ મુવી કરવા જઈ રહી છે તો તેમને સફળતા મળે તેવી શુભકામના. તે કહે છે મારા તરફથી પણ ગુજરાતી ફિલ્મોના દરેક વ્યક્તિ વિશેષને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.

pravin mehta

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
પ્રવીણ મહેતા – ગુજરાતી ફિલ્મોમાં હીરો સાથે એક જોડીદાર ઘણી ફિલ્મોમાં જોવા મળશે. એવા જ જોડીદાર પ્રવીણ મહેતાએ અગાઉ એક ટેલી ફિલ્મ કૃષ્ણ સુદામામાં સુદામાનું પાત્ર ભજવ્યું હતું જયારે દીવાના દુશ્મન નામની ફિલ્મમાં તેમણે અને હિતુ કનોડિયાએ પણ આવાજ ધાર્મિક પાત્ર પર કોમેડી કરી હતી. 

archana chauhan

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
અર્ચના ચૌહાણ – બ્રિજ કો છોડ ચાલે ઘનશ્યામ નામનું નાટક જે જયશ્રી પરીખનું હતું તેમાં ગોપી તરીકે અર્ચના ચૌહાણ જોવા મળી હતી. તે કહે છે કૃષ્ણ એક એવા દેવ છે જે સૌના પ્યારા છે. 

komal thakkar

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

કોમલ ઠક્કર – કોમલ ઠક્કરે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં એવા પાત્રો ભજવ્યા છે જે રાધા જેવી લગતી હોય. તેના પર કૃષ્ણ કાંકરી ચાળો કરતો હોય અને રાધા ખિજાયેલી હોય તેવા સોંગ પણ શૂટ થયા છે. તે કહે છે મારા તરફથી સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ. 

janmashtami

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

    આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા કલાકારો હીરો હિરોઈનો છે જેઓએ અગાઉ ધાર્મિક પાત્રો કોઈને કોઈ ફિલ્મમાં ભજવ્યા જ હોય છે. હીરો ક્યારેક કૃષ્ણ બનીને બધાનો ગોપીઓ સાથે રાસલીલા કરતો પણ ફિલ્મોમાં જોવા મળ્યો છે તો અભિનેત્રીઓએ રાધા બનીને મટકી માથે મુકીને નદીકિનારે પનિહારી બનીને પાણી ભરવા જતી હોય છે. તે સમયે જ ઝાડ પર સંતાઈને બેઠેલો કૃષ્ણ તે ગોપીઓની મટકી ગોફણ વડે ફોડી નાખે છે. તે દ્રશ્ય જૂની દરેક ફિલ્મમાં જોવા મળી જશે. કૃષ્ણનો આવી રહેલો તહેવાર અને કૃષ્ણનો જન્મ દિવસ આપણે ભારતવાસીઓ જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. જેમાં દરેક લોકો ભક્તિભાવ પૂર્વક મટકી ફોડનું આયોજન કરે છે. જેમાં આપણી ઇન્ડસ્ટ્રીઝ પણ બાકાત નથી. હિતુ કનોડિયાએ તેની ઘણી ફિલ્મોમાં આવા પાત્રો ભજવ્યા છે જેમાં તે કૃષ્ણ સમાન રક્ષક બન્યો હોય. હમણાં જ આવેલી ફિલ્મ પ્રતિશોધમાં તેના પર અને પ્રીનલ ઓબેરોય પર એક મટકી ફોડનું સોંગ પણ હતું. આવી રીતે દરેક કલાકારોએ શું શું કર્યું છે જેમાં તમે તેમને કૃષ્ણ રૂપે જોયા હોય આવો જાણીએ.

કોમલ ઠક્કર – કોમલ ઠક્કરે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં એવા પાત્રો ભજવ્યા છે જે રાધા જેવી લગતી હોય. તેના પર કૃષ્ણ કાંકરી ચાળો કરતો હોય અને રાધા ખિજાયેલી હોય તેવા સોંગ પણ શૂટ થયા છે. તે કહે છે મારા તરફથી સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.

અર્ચના ચૌહાણ – બ્રિજ કો છોડ ચાલે ઘનશ્યામ નામનું નાટક જે જયશ્રી પરીખનું હતું તેમાં ગોપી તરીકે અર્ચના ચૌહાણ જોવા મળી હતી. તે કહે છે કૃષ્ણ એક એવા દેવ છે જે સૌના પ્યારા છે.

પ્રવીણ મહેતા – ગુજરાતી ફિલ્મોમાં હીરો સાથે એક જોડીદાર ઘણી ફિલ્મોમાં જોવા મળશે. એવા જ જોડીદાર પ્રવીણ મહેતાએ અગાઉ એક ટેલી ફિલ્મ કૃષ્ણ સુદામામાં સુદામાનું પાત્ર ભજવ્યું હતું જયારે દીવાના દુશ્મન નામની ફિલ્મમાં તેમણે અને હિતુ કનોડિયાએ પણ આવાજ ધાર્મિક પાત્ર પર કોમેડી કરી હતી.

ફોરમ પટેલ – સૂર્યકિરણ રાવત સાથે ફિલ્મ ‘ચેહર કે મહેર તો થાય લીલાલહેર’ માં પ્રથમવાર અભિનય આપ્યા બાદ ફોરમ પટેલને એવી પણ ઈચ્છા છે કે ગુજરાતી ફિલ્મમાં રાધાનું પાત્ર ભજવવા મળી જાય. આ મહિનાના એન્ડમાં તેઓ એક તેલુગુ મુવી કરવા જઈ રહી છે તો તેમને સફળતા મળે તેવી શુભકામના. તે કહે છે મારા તરફથી પણ ગુજરાતી ફિલ્મોના દરેક વ્યક્તિ વિશેષને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.

દિશા પટેલ – સાયબા તારો વ્હાલો લાગે સંગ ફિલ્મમાં દિશા પટેલ રાધા જ બની હતી. તેમાં તેનું નામ પણ રાધા જ હતું. હાલ દિશા પટેલ ખૂબ ચર્ચામાં એ કારણે છે કે તેણે સલમાન ખાન સાથે ફિલ્મ સાઈન કરી છે. તેના તરફથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જન્માષ્ટમીની શુભ કામનાઓ.

ચીની રાવલ – ટૂંક સમયમાં આવી રહેલી ફિલ્મ દીકરો મારો વ્હાલનો વારસદારમાં જીત ઉપેન્દ્રની પત્નીના રોલમાં જોવા મળવાની છે તે અદાકારા ચીની રાવલ કહે છે કે કૃષ્ણ ભૂમિ સૌથી ન્યારી છે. ભરત દેશમાં આવા આપણા દેવ થયા તે ભૂમિ પર જ મારો જન્મ થયો તેના માટે હું ગર્વ અનુભવું છું.

રતન રંગવાણી – મારા ભાગમાં ભલે રાવણ જેવા પાત્રો ભજવવાના આવ્યા હોય પરંતુ હું પણ શ્રી કૃષ્ણનો પરમ ભક્ત છું. રાવણ સમાન બળશાળીને પણ એક સમયે ભગવાન સામે ઝૂકવું પડ્યું હતું તો આપણે તો માણસ છીએ. દરેક વ્યક્તિઓએ ઉપરવાળા પર અખૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. સૌને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.

ગીતા પ્રજાપતિ – ૧૫ વર્ષથી સ્ટેજ શો કરી રહેલા ગીતા પ્રજાપતિએ થોડા સમય પહેલા જ શૈલેશ શાહ નિર્મિત ધ લેડી દબંગમાં એક મહત્વની પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી છે. તે કહે છે હું દરરોજ કૃષ્ણની પૂજા કરૂ છું. મને સર્વ દેવોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.   

જીનલ રાવલ – આ અભિનેત્રીનો નાનો ભાઈ જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ બનીને મટકી ફોડવા ગામમાં નીકળે છે. જીનલ રાવલે અત્યાર સુધીમાં આ દારૂડિયાને પરચો દેજો માં દશામાં, દશામાના આશીર્વાદ, ટેલી ફિલ્મ દશામાની સાંઢણી વગેરેમાં અભિનય આપ્યો છે. તે કહે છે હું આ દિવસે ખૂબ જ આસ્થાથી શ્રી કૃષ્ણની પૂજા કરું છું.
ઈશ્વર સમીકર – શેઠ સગાળશા ટેલી ફિલ્મમાં ઈશ્વર સમીકરે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. હાલ ઈશ્વર સમીકર પોઝીટીવ પાત્રો ભજવતા ભજવતા હવે નેગેટીવ શેડમાં પણ જોવા મળી રહ્યા છે. જેઓએ થોડા સમય પહેલા જ માબાપના આશીર્વાદ જેવી સુપરહિટ ફિલ્મમાં અભિનય આપ્યો હતો. તે કહે છે સર્વે મારા ચાહકોને જય રણછોડ.   

બિમલ ત્રિવેદી – તિથી પ્રમાણે શ્રાવણ વદ નોમના દિવસે જ જેનો જન્મદિન આવે છે તે બિમલ ત્રિવેદીએ દૂરદર્શન પર આવતી વ્રતકથાઓમાં બિમલ ત્રિવેદીએ કૃષ્ણનું પાત્ર ભજવેલ અને માત્ર તેમાં જ નહિ તખ્તા પર પણ વૃક્ષમાં બીજ તું નાટક જે નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતું તેમાં પણ કૃષ્ણનું સુંદર પાત્ર ભજવેલ. આઠમના દિવસે તેઓ ખાસ મટકી ફોડ કાર્યક્રમ નિહાળે છે. તે કહે છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.

હીના રાજપૂત – જન્માષ્ટમી મને ખૂબ જ પસંદ છે. કારણકે મુંબઈમાં મટકી ફોડના કાર્યક્રમમાં બહુ ગીરદી જામે છે જે મને જોવાની ખૂબ જ મજા પડે છે. અને સવારમાં અમારા ઘર પર બધા આખું ફેમીલી સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ. આખો દિવસ ખૂબ એન્જોય કરીએ છીએ.  

ઉષા ભાટિયા – એક રાજસ્થાની આલ્બમમાં ઉષા ભાટીયાએ જીગ્નેશ કવિરાજ સાથે રાધાની ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું કે, જન્માષ્ટમી હું અને ભગવાન શ્રી કૃષ્ણનો મારા ઘરના તમામ લોકો કૃષ્ણની પૂજા અર્ચના કરીએ છીએ. બહાર મટકીઓ ફોડવાવાળાની તોલી આવે એને જોઇને ખુશી થાય છે કે લોકો કેટલા કૃષ્ણમય બની જાય છે. જેમાં સાકર, માખણ વગેરે પ્રસાદી રૂપે આપવામાં આવે છે એટલે હું માખણ બહુ જ ખાવ છું જે મને પ્રિય છે.

ઉષા ગોસ્વામી – તેઓ જન્માષ્ટમીના દિવસે ખાસ પોતાના હાથે ભગવાન શ્રી કૃષ્ણના વાઘા સીવે છે. સાથે સાથે એકદમ સરસ તૈયાર કરે છે અને ત્યારબાદ પૂજા ચાલુ થાય છે. જેમાં ખૂબ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી આરતી કરીને ઘરના બધા બહાર કાર્યક્રમ નિહાળવા ઉપડી જાય છે. જેમાં ઉષા ગોસ્વામી રાત્રે કોઈ સંસ્કૃતિક કાર્યક્રમ અથવા રાસ ગરબા હોય તો મનભરીને ગરબે ઘૂમે છે.

જયેશ ત્રિવેદી – ચિન્મય મિશન અમદાવાદના નાટક સંભવામિ યુગે યુગેમાં ડબલ રોલમાં જોવા મળેલા. જેમાં એક શ્રી કૃષ્ણનું પાત્ર હતું તો બીજું એડવોકેટનું પાત્ર હતું. જે નાટક જયેશ ત્રિવેદીએ પોતે લખેલું અને દિગ્દર્શક પણ તેઓ જ હતા. જન્માષ્ટમીના દિવસ દરમિયાન તેઓને માખણ મીસરી સાથે ભગવાનની પ્રસાદીરૂપે પંજરી ખૂબ જ ભાવે છે. ભગવાન શ્રીકૃષ્ણને તેઓ હંમેશા સવારમાં યાદ કરીને જ બહાર નીકળવાનું પસંદ કરે છે.  

ભારતી પટેલ – હું તારી રાધા ને તું મારો શ્યામ નામના આલ્બમમાં ભારતી પટેલ રાધાના પાત્રમાં જોવા મળી હતી. જેમાં ગોવિંદ આહીર નામનો કલાકાર કૃષ્ણના પાત્રમાં તેની સાથે હતો. તેને જન્માષ્ટમીમાં મટકી ફોડ કાર્યક્રમ જોવાની ખૂબ મજા પડે છે અને બહુ આનંદિત થાય છે. શ્રી કૃષ્ણ પ્રેમીઓના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે એટલે તે મારા પ્રિય ભગવાન છે. સૌને મારા તરફથી જન્માષ્ટમી માટે ખૂબ ખૂબ બધાઈ.  

ગોપાલ રાવલ – કળયુગનો ક્રિશ્ના નામની દૂરદર્શન પર આવતી સીરીયલ દેખાયા હતા. બજારમાં તેમના અસંખ્ય આલ્બમો હાલ ધૂમ વેચાઈ રહ્યા છે જેમાં રાધિકા (શ્રેયા દવે) આલ્બામાં તેઓ કૃષ્ણના ગેટઅપમાં દેખાયેલા અને રંગદે ચુનરિયા, તોફાની કાનુડો (અંકિતા રાઠોડ) સાથે પણ દેખાયા. ભગવાન ગોપાલની જન્માષ્ટમીમાં આ અભિનેતા ગોપાલે પણ પોતાની સોસાયટીમાં અનેકવાર મટકી ફોડી છે. જયારે જયારે પણ ફિલ્મ કે સીરીયલવાળાઓને કૃષ્ણની ભૂમિકા માટે જરૂર પડી છે ત્યારે આ ગોપાલ રાવલ જ તેમની પહેલી પસંદ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ એક રસોઈ શોમાં પણ ટૂંક સમયમાં ગોપાલ રાવલ કૃષ્ણ બનીને ભોજનનો ચટાકો લેતા જોવા મળવાના છે.

ક્રિશ્ના ઝાલા – જન્માષ્ટમી કૃષ્ણના જન્મનો દિવસ જેમાં અભિનેત્રી ક્રિશ્નાને કૃષ્ણ બનીને મટકી ફોડે તેવી ઈચ્છા છે. તેને જન્માષ્ટમીમાં મંદિરોમાં બહાર ફરવું અને ભગવાનના દર્શન કરીને આનંદ મેળવવો ગમે છે. તે સવારથી રાતના કૃષ્ણના જન્મ સમયે પણ મંદિરમાં એ જ રાહ જોતી હોય છે કે ક્યારે કૃષ્ણને પારણે ઝુલાવવાનો લાભ મળે. તેના તરફથી જાય શ્રી કૃષ્ણ.      

ધર્મિષ્ઠા રાવલ – મીરાં સમાન દેખાતી અભિનેત્રીએ રાધાનું નહિ પણ મીરાનું પાત્ર એક આલ્બમમાં ભજવ્યું હતું. તે કહે છે કે કૃષ્ણ એ તો ગોપીઓને બહુ જ હેરાન કરતા પરંતુ ક્યારેય પણ ગોપીઓ તેની ફરિયાદ નહોતી કરતી. કારણ કે તે પજવણી લાગણીભીની હતી. તેમાં સ્વાર્થ ન હતો અને આજની દુનિયામાં લોકો હંમેશા પોતાના માટે જ વિચારે છે. જન્માષ્ટમીમાં દરેકે એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે પોતાના માટે નહિ પણ બીજા માટે જીવવું જોઈએ.  

હેતલ સુથાર – આપણા દેશનો આ એવો તહેવાર છે જેમાં ભગવાનના જન્મની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. જેમણે દુનિયાના દરેક સંકટોમાંથી મુક્તિ મેળવવા ગીતા કહી જે કદી પણ ભૂલાય એમ નથી. જન્માષ્ટમીમાં અમે ખૂબ રાસ ગરબા રમીએ છીએ. બહાર મંદિરોમાં આરતી સમયે રાતના બાર વાગ્યે જવું અને ભગવાનને ઝુલાવવા એ પણ એક અનોખો લહાવો છે. મને શ્રી કૃષ્ણ જન્મમાં મટકી ફોડતા ગોવાળિયાઓ જોવા ગમે છે. એક નાટક જેનું નામ ભૂલી ગઈ છું જેમાં મેં રાધાની ભૂમિકા ભજવી હતી.

સુષ્મા જાધવ – દશામાની સરકાર નામના આલ્બમમાં તેણે રાધા જેવી ભૂમિકા ભજવી હતી. કહે છે કે, અમારી સોસાયટીમાં નવ જેટલી મટકી ફોડવામાં આવે છે જેમાં અમે હોંશે હોંશે અબીલ ગુલાલ અને સાથે પાણીનો પણ મારો ચલાવવામાં આવે છે. જેમાં ખૂબ મસ્તી થાય છે. મટકી ફોડવામાં મારો ભાઈ પણ એક મટકી ફોડે છે જેના માટે અમને આનંદ થાય છે. પ્રસાદીમાં મને પંજરી બહુ જ પસંદ છે. લોકો સાથે હળીમળીને આખો દિવસ કૃષ્ણમય બની જાય છે. જાય શ્રી કૃષ્ણ.  

આરતી સોની – જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મ. કૃષ્ણ અને રાધા બંને એકબીજાને દિલથી ચાહતા હતા. એટલા માટે કૃષ્ણ મારા પ્રિય ભગવાન છે. જન્માષ્ટમીમાં યુવકો મટકી ફોડે ચેહ તેના કરતા જો કોઈ જગ્યા પર યુવતીઓ મટકી ફોડે તો પહેલી મટકી મારે ફોડવાની ઈચ્છા છે. મને માખણ અને પંજરી ખૂબ જ ભાવે છે. સૌને મારા તરફથી કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.

મનીષા ત્રિવેદી – ઈમેજીન ટીવી પર આવતી સીરીયલ શ્રી સ્વામીનારાયણ ભગવાનમાં તેમણે જીવુબાનો રોલ ભજવેલો. જન્માષ્ટમીના દિવસે મનીષા ત્રિવેદી ચુસ્ત સ્વામીનારાયણ ધર્મ પાળતા હોવાથી આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે છે અને ભગવાનની સભામાં તેના વિષે જ્ઞાન ગ્રહણ કરે છે. રાત્રે બાર કલાકે આરતીણો લાભ લઈને પોતે પારણા કરે છે. કહે છે કૃષ્ણ જનમની સૌને શુભેચ્છા.

નિકિતા સોની – રાધા વાગ્યા તારી નૈનોના તીર ફિલ્મમાં તે રાધાના પાત્રમાં જોવા મળી હતી. ઉપરાંત તેની શરૂઆત જ એક આલ્બમમાં રાધાના પાત્ર દ્વારા જ નાણા પડદે થઇ હતી. આમ તો હનુમાનજીની ભક્ત છે પણ જન્માષ્ટમી પર ગરબે ઘૂમવાનું કે મટકી ફોડ નિહાળવાનું ક્યારેય ચૂકતી નથી. તે જયારે પણ મંદિરમાં જાય છે ત્યારે ભગવાનને એક જ પ્રાર્થના કરે છે કે તેનું એકમાત્ર સપનું સાકાર થાય.

રૂબીના બેલીમ – જન્માષ્ટમી એ હિંદુ લોકોનો બહુ મોટો તહેવાર છે છતાં પણ અમે સૌ ઘરના સભ્યો તેને જોવા બહાર ગલીઓમાં કે શહેરમાં જઈએ છીએ. દરેક વ્યક્તિ માટે પોતાના દેવ કે દેવી હોય છે જેને માનવા જ જોઈએ. મને હજી સુધી એવું કોઈ રાધા જેવું પાત્ર નથી મળ્યું પણ જો કોઈ ફિલ્મમાં એવું પાત્ર હશે તો ચોક્કસ કરીશ. મારી અને મારા પરિવાર તરફથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ લોકોને કૃષ્ણ જન્મની શુભેચ્છાઓ.

શ્રેયા દવે – દિલનો રાજા, દિલનું કબૂતર, રોહિત ધ ટાઈગર વગેરે આલ્બમોમાં રાધા તરીકે જોવા મળી હતી. શ્રેય દવે જન્માષ્ટમીના દિવસે સવારથી જ તૈયાર થઈને પોતાના ઘરે પૂજા કરે છે જેમાં સૌ વડીલો અને નાણા બાળકો સાથે હોય છે. જેને ગરબે ઘુમવું અને રાત્રે ઘરે ભજન હોય ત્યારે તેમાં આનંદ લેવો ગમે છે. જન્માષ્ટમી એટલે આપણને જન્મ આપનારનો જન્મ એમ તેઓ કહે છે. સૌને તેમના તરફથી જન્માષ્ટમીની શુભ કામનાઓ.

ક્રિશ્ના બેઝ – શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી ક્રિશ્ના બેઝ તેમાં રાધાનું પાત્ર ભજવે છે જયારે તેની નાની બહેન કૃષ્ણના પાત્રમાં મનમોહિત કરે છે. જન્માષ્ટમી વિષે કહ્યું કે, તેમાં મને માખણ અને મીસરી તે દિવસે ખાવાની ખૂબ મજા પડે છે. ટીવી પર બતાવાતા અલગ અલગ કૃષ્ણ મંદિરો જોઇને મને ત્યાં જઈને દર્શન કરવાનું મન થાય છે.

નિશાંત પંડ્યા – ધરતી પરના ખેલ નામની આવનારી ફિલ્મમાં કિશનના નામે એક પાત્ર કરી રહ્યા છે. જે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરતા હોય છે કે તું મને તારા જેવી વાંસળી વગાડતા શીખવી દે. વધુમાં કહ્યું કે, જેમ આપણે પોતાનો જન્મદિન એકદમ મિત્રો અને પરિવાર સાથે હર્ષોલ્લાસ ભેર ઉજવતા હોઈએ છીએ. તેમ જ આપણા ભગવાનનો પણ જન્મ થયો તે દિવસે આપણે ડબલ ખુશી સાથે ઉજવવો જોઈએ. હું મટકી ફોડમાં જાઉં છું અને મને તે બહુ ગમે છે. મેં એકવાર એક પ્રોગ્રામ દરમિયાન મટકી ફોડી હતી જેની મને ખુશી છે. સૌને મારા તરફથી જન્માષ્ટમીની શુભ કામનાઓ.   

સત્યેન વર્મા – રામાનંદ સાગરની સીરીયલ શ્રી ક્રિશ્નામાં ગણેશજીના મોટા ભાઈ કાર્તિકેયના અવતારમાં જોવા મળ્યા હતા. કહ્યું કે, કૃષ્ણ અને રાધાનો પ્રેમ નિસ્વાર્થ હતો. એટલે આપણે પણ તે દિવસથી એક નિશ્ચય કરવો કે દરેક લોકોને પ્રેમ આપતો રહેવો. તે સવારથી રાતના બાર વાગ્યા સુધી મારો દિવસ સારો જ રહેશે જેનો મને વિશ્વાસ છે. સાંજે અમે પરિવાર સાથે અહીં નજીક હરે કૃષ્ણ મંદિરે દર્શન કરીએ છીએ અને આમ મારો દિવસ પસાર થાય છે.

જીત ઉપેન્દ્ર – મને હજી સુધી કોઈ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવા નથી મળ્યું હા, પણ મેં સંત શ્રી સવાભાગતમાં એક ધાર્મિક પાત્ર ભજવ્યું હતું. આમ તો હું પ્યોર હનુમાનજીનો ભક્ત છું. પણ દરેક ભગવાન એક હોય છે એટલે હું હનુમાન સ્વરૂપે મારા ભગવાનને જોઉં છું.

કરિશ્મા ખોજા – અમારા સમાજમાં દરેક તહેવાર શાંતિથી ઉજવીએ છીએ. ભલે તે ઈદ હોય તો પણ અને જન્માષ્ટમી હોય તો પણ. જન્માષ્ટમીના દિવસે હું કૃષ્ણ મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લઉં છું. અમારે અહીં નજદીક હમીરસર તળાવ પાસે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. જ્યાં અમે બહેનાનીઓ સાથે જઈને ખૂબ મોજ મસ્તી કરીએ છીએ. અને મને ભગવાનનો પ્રસાદ જે કંઈ પણ હોય તે બહુ જ પસંદ છે. સૌને મારા તરફથી જાય શ્રી કૃષ્ણ.

રવિ કુમાર – થોડા સમયમાં એક સીરીયલમાં તેઓ ટીવીના નાના પડદે નારદના પાત્રમાં જોવા મળશે. જન્માષ્ટમી વિષે કહ્યું કે, અહીં અમે મિત્રવર્તુળમાં એક અઓખી મટકી ફોડનું આયોજન કરીએ છીએ અને નાના બાળકો તેમાં કૃષ્ણ બનીને મટકીઓ ફોડે છે. સૌ લોકો તેમાં ઉમંગભેર ભાગ લે છે. રાત્રે પછી કોઈ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હોય છે જેમાં વિવિધ નાટકો ભજવાય છે. ખૂબ સારો દિવસ ત્યારે પસાર થાય છે. સૌને મારા તરફથી કૃષ્ણ જન્મ પર દિલથી શુભેચ્છા.

પ્રિયંકા ચડ્ડા – જન્માષ્ટમી પર તે ઉપવાસ વગેરે તો નથી કરતી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ બહુ હર્ષ અને ઉત્સાહથી ઉજવે છે. દરેક જન્માષ્ટમી પર તે કૃષ્ણને ઝુલાવવાનું લગભગ ચૂકતી નથી. પોતાની મિત્રો સાતે તે દિવસે બહાર મંદિરોમાં અને અન્ય કહે સ્થળો પર રાજા માણવી ગમે છે. હજી સુધી એવું કોઈ રાધાણો લૂક ધરાવતું પાત્ર મળ્યું નથી. પણ આગળ જતા મળશે તેવું કહી શકાય.  

મરજીના દિવાન – કીટ્ટુડો બોલે નદીના રેતમાં નામના આલ્બમમાં તેણે રાધાનું પાત્ર ભજવ્યું હતું. જન્માષ્ટમી પર તે પોતાના મિત્રો સાથે વાત કરીને તેમને શુભકામના પાઠવે છે અને નજીકમાં જ ભરાતા મેળામાં જઈ ખૂબ જ મોજ મસ્તી કરે છે.

પલ્લવી પટેલ – અંબા આરાધના નામના આલ્બામમાં પલ્લવી પટેલ રાધાના રૂપમાં નજરે પડી હતી. મજાની વાત એ કહી કે, જન્માષ્ટમીના આગળના બે દિવસ પહેલા તેને સપનામાં ભગવાન શ્રી કૃષ્ણના પારણાના દર્શન કરી લે છે. જેને વર્ષોથી આવું થાય છે. બાકી તે દિવસે ઉપવાસ રાખે છે અને શ્રી કૃષ્ણને ઝુલાવીને જ સુવે છે. મારા તરફથી ફિલ્મોમાં કામ કરતા તમામ નાણા મોટા કલાકારોને જાય શ્રી કૃષ્ણ.

જનક ઝાલા – સૌ પહેલા મારી સવાર મારા માતાપિતાના આશીર્વાદ લેવાથી શરૂ થાય છે અને ત્યારબાદ હું મંદિરે જઈ મારા શ્રી કૃષ્ણને મળું છું અને તેમના આશીર્વાદ લઉં છું. પછી મિત્રો સાથે મટકી ફોડનું આયોજન કર્યું હોય તેમાં ભાગ લઈએ છીએ અને સાંજના વૃધ્ધો સાથે ભજન સંધ્યામાં તેમનો સાથ આપીએ છીએ. જે રાતના કૃષ્ણ જન્મ સુધી ચાલે છે અને ભગવાનના દર્શન કરી છુટા પડીએ છીએ.

શશી પારેખ – સુર્યા ટીવી પર હરે ક્રિશ્ના નામની સીરીયલમાં તેઓ કૃષ્ણ બન્યા હતા અને તેમના પત્ની રાધાના કિરદારમાં જોવા મળ્યા હતા. હાલ પણ તેઓ દરેક જન્માષ્ટમી વખતે અલગ અલગ ગામડાઓ પર જઈને મટકી ફોડે છે અને ત્યાના લોકોને કૃષ્ણ રૂપી દર્શન આપે છે. તેઓ ભગવાન કૃષ્ણ પાસે હમેશા કલાકાર તરીકે જ મારૂ જીવન વ્યતીત થાય તેવા આશિષ માંગે છે.

રાની શર્મા – ગુજરાતનો લાલ ફિલ્મમાં હિતુ કનોડિયા સાથે ઢોલીડા ઢોલ રે વગાડ રાસડાનો રંગ મને લાગ્યો ગીતમાં રાધાના લૂકમાં જોવા મળી હતી. આમ પણ તે વ્રજવાસી જ ગણાય છે અને બોલી પણ તેઓ વ્રજવાસી જેવી જ બોલે છે એટલે તેમના પરિવારમાં શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ માનવામાં આવે છે. જન્માષ્ટમી પર ઘરના સર્વે લોકો નિર્જળા ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણ જન્મ બાદ જ પાણી ગ્રહણ કરે છે. કહે ચેહ કે, કૃષ્ણએ જેટલી પણ વાતો કહી છે તે આપણે જીવનમાં જરૂર ઉતારવી જોઈએ. જેનાથી આપણું જીવન સુખમય બને છે.

મહેશ કાલાવડીયા – અગાઉ સ્કુલમાં અને કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અનેકવાર કૃષ્ણનું પાત્ર ભજવી ચુક્યા છે. છેલ્લા ૮ વર્ષથી તેઓ જન્માષ્ટમી ધામધૂમ પૂર્વક મટકી ફોડ કાર્યક્રમ ઉજવી રહ્યા છે. તેના શરૂઆતના બે દિવસ પહેલેથી જ તેઓ અવનવા શણગાર અને અવનવી સ્ટાઈલથી મટકી ફોડી શકાય તે પધ્ધતિ બનાવે છે અને મટકી ફોડે છે. તેમના તરફથી સૌને જાય શ્રી કૃષ્ણ.  

રવિના ટીલાવત – મને જન્માષ્ટમી બહુ જ પસંદ છે. જેમ આપણે બધા ઘરના લોકો સાથે આપણો જન્મદિન સેલીબ્રેટ કરતા હોઈએ છીએ તેવી રીતે આપણને દુનિયાનું ભાન કરાવનાર અથવા દુનિયા બતાવનાર ભગવાન શ્રી કૃષ્ણણો જન્મદિન પૂરા હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવો જોઈએ. મારા તરફથી મારા જેટલા પણ ચાહકો છે તેને અને ફિલ્મોના નાના મોટા તમામ ટેકનીશીયનોને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.   

આરતી પરમાર – એમને હજી સુધી એવી કોઈ ભૂમિકા નથી મળી જે કૃષ્ણની નજીક હોય. રાધાનું પાત્ર ભજવવાની ઈચ્છા તો ચેહ પણ હજી સુધી નથી મળ્યું. જન્માષ્ટમી પર તેઓએ કહ્યું કે, અમે ઘરના સૌ સવારના વહેલા તૈયાર થઈને એક આનંદ સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરીએ છીએ. ત્યારબાદ હું અને મારી સહેલીઓ અબીલ ગુલાલ રમવા મંદિરે જઈએ છીએ. જ્યાં મટકી ફોડનું આયોજન હોય ત્યાં જઈને હું પણ એમાં ભાગ લઉં છું. મારા તરફથી સિને મેજિકના તમામ વાચકોને જાય શ્રી કૃષ્ણ.

ડીમ્પલ ઉપાધ્યાય – મને જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણના મંદિરે જઈને તેમના દર્શન કરવા ખૂબ જ પ્રિય છે. આમ તો હું મંદિરે જાઉં જ છું પણ તે દિવસે દર્શનઓ લહાવો કંઇક અલગ જ હોય છે. જન્માષ્ટમી પર અવનવા થાળ ધરવામાં આવે છે જેમાં મને કૃષ્ણને ભાવતું માખણ બહુ પ્રિય છે. આ ઉપરાંત ડીમ્પલ ઉપાધ્યાય વિષે જાણવા મળ્યું છે કે તેઓને જીલ્લા પંચાયત ગાંધીનગર આયોજિત ‘મહિલા શક્તિ’ એવોર્ડથી ટૂંક સમય પહેલા જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા જીલ્લા પંચાયત પ્રમુખ હીનાબેન પટેલ વતી સન્માનિત કરવામાં આવી છે. જેના માટે તે ગર્વની લાગણી અનુભવે છે.

દીપ્તિ ગોંડલ – થોડા સમય પહેલા આવેલી સફળ ફિલ્મ ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ ફિલ્મની અભિનેત્રી દીપ્તિ ગોંડલને શ્રી કૃષ્ણમાં અતુટ શ્રદ્ધા છે. તે નિયમિત શ્રી કૃષ્ણના પોતાના ઘરે આશીર્વાદ લીધા વિના બહાર નીકળવાનું પસંદ નથી કરતી. જન્માષ્ટમી પર તે બહાર જવાનું વધુ પસંદ કરે છે. જેમકે કોઈ મંદિર હોય તો તેને તેની આસપાસ ફરવું વધુ ગમે છે.

પી.સી.ડોન – કલયુગની દેવી દશામાં ટેલી ફિલ્મમાં એમણે શ્રી કૃષ્ણની ભૂમિકા સાકાર કરી હતી. તેઓને અહીની મટકી ફોડ કરતી ટોળીઓ કરતા મુંબઈ જઈને ત્યાં મટકી ફોડતા ખેલૈયાઓ જોવા વધુ ગમે છે. કારણ કે અહીની મટકીઓ એટલી ઉંચાઈ પર નથી હોતી જેટલી ત્યાં હોય છે. સાથે સાથે જન્માષ્ટમીના દિવસે તેઓ પરિવાર સાથે કોઈ ધાર્મિક જગ્યા પર જવાનું પસંદ કરે છે.

મહેન્દ્ર પંચાલ – જેમ જન્માષ્ટમી પર કૃષ્ણનું મહત્વ છે તેમાં દરેક ધાર્મિક પર્વ પર દેવોના દેવ મહાદેવ ખાસ છે. અહીં ફિલ્મી હીરો મહેન્દ્ર પંચાલ મહાદેવના અવતારમાં તેમની આગામી ફિલ્મ ‘શંકર પાર્વતી’ માં મહાદેવના પાત્રમાં જોવા મળવાના છે. જન્માષ્ટમી પર મહેન્દ્ર પંચાલ સવારે મંદિરે જવું પસંદ કરે છે તથા કૃષ્ણ જન્મનો પ્રસાદ જેમાં પંજરી, મીસરી વગેરે તેમને બહુ ભાવે છે. સાંજે મટકીફોડ કાર્યક્રમમાં હાજર રહી સૌનો ઉત્સાહ પૂરો પાડે છે.